કોરડાની સીમમાં દારૂનાં કટીંગ ટાણે પોલીસ ત્રાટકી: જંગી જથ્થો જપ્ત

  • કોરડાની સીમમાં દારૂનાં કટીંગ ટાણે પોલીસ ત્રાટકી: જંગી જથ્થો જપ્ત


2160 બોટલ, 1344 ચપલા મળી કુલ 7.11 લાખનો મુદામાલ કબ્જેે
સુરેન્દ્રનગર તા,7
સુરેન્દ્રનગરનાં ચૂડા તાલુકાનાં કોરડા ગામની સીમમાં દારૂનો જંગી જથ્થો ઉતારી કટીંગ થવાની બાતમીનાં આધારે સુરેન્દ્રનગર એસ.ઓ.જી.એ ત્રાટકી 1344 બોટલ ઈંગ્લીશદારૂ, 2160 ચપલા મળી કુલ રૂા.7.11 લાખનો મુદામાલ કર્યો હતો.
સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષક મનિન્દર પ્રતાપ સિંહ પવાર સાહેબ નાઓએ સુરેન્દ્રનગર જીલ્લામાં પ્રોહીબીશન તથા જુગારની પ્રવૃતિને સંદત ડામી દેવા માટે ડ્રાઈવ રાખેલ હોય જેથી એસ.ઓ.જસ. ઈ.ચા. પો.ઈન્સ.શ્રી એસ.બી.સોલંકી તથા પો.સ.ઈ.શ્રી એચ.એમ. રાણા એ.એસ.આઈ દાદુભાઈ કરીમભાઈ તથા પો.હેડ.કોન્સ. સંજયસીહ તથા હરદેવસીહ વિગેરે સ્ટાફનાં માણસો સાથે ચુડા. પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો.હેડ.કોન્સ દાજીરાજભાઈ ને બાતમી હકીકત મળેલ કે, કોરડા ગામનો ઉદયભાઈ દેવાયતભાઈ કાઠી તથા રાજુભાઈ મોતીભાઈ રબારી વાળાઓ કોરડા ગામની સીમમાં આવેલ ચોર તળાવામાં ડુંગર તથા બાળળો વચ્ચે ગેરકાયદેસર પરપ્રાંતીય ઈંગ્લીશ દારૂ બહારથી મંગાવી માણસો બોલાવી કટીંગ કરે છે તેવી હકીકત આધારે જગ્યાએ રેઈડ કરતા સદર જગ્યાએથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-1344 તથા ચપલા નંગ-2160 તથા બીયરટીન-576 તથા એક હીરો મો.સા કી.રૂા.25000/- એમ કુલ કી.રૂા7,11,400/-નાં મુદામાલ કબ્જે કરવામાં આવેલ છે. અને આ કામેનાં આરોપીઓ વિરૂધ્ધ ચુડા પો.સ્ટે.પ્રોહીબીશ ધારા મુજબ ધોરણસર થવા ફરીયાદ આપેલ છે.