પોરબંદરના આર્ષ સંસ્કૃતિ કેન્દ્ર દ્વારા 17 વિદેશીઓને ઓનલાઈન ‘શ્ર્લોક’નું પ્રશિક્ષણ

  • પોરબંદરના આર્ષ સંસ્કૃતિ કેન્દ્ર દ્વારા 17 વિદેશીઓને ઓનલાઈન ‘શ્ર્લોક’નું પ્રશિક્ષણ

નાનકડા ગામડેથી વિદેશમાં રહેતા લોકોને ભગવતગીતાનું અપાય છે જ્ઞાન પોરબંદર તા,7
પોરબંદરમાં આવેલ આર્ષ સંસ્કૃતિ તીર્થ દ્વારા અઠવાડિયામાં શનિવાર અને રવિવારના રોજ સાંજે 7 થી 9 બે કલાક સુધી ભગવદ ગીતાના શ્ર્લોકનું ઊંડાણ પૂર્વક ઓનલાઇન જ્ઞાન અપાવામાં આવી રહ્યું છે.
પોરબંદરના આર્ષ સંસ્કૃતિ તીર્થના નિગ્માનંદા સરસ્વતીજીએ જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિ અને અધ્યાત્મિક વારસાનો વિશ્વભરમાં ફ્લાવો થાય તેવા હેતુસર ગત મે -2017થી ઇન્ટરનેટના માધ્યમથી ઓનલાઇન ભગવદગીતા જ્ઞાન આપવામાં આવે છે. આ સંપૂર્ણ જ્ઞાન વિનામૂલ્યે અંગ્રેજી ભાષામાં આપવામાં આવે છે અને કોઈ પણ નવા વિદ્યાર્થીઓ જોડાવા ઇચ્છતા હોય તો આર્ષ સંસ્કૃતિ તીર્થના ફ્સબુક પેજ પર જોડાઈ શકે છે. જયારે ઓનલાઇન કોર્સ કરતા લોકોમાં યુએસથી ડો. સુધાકર માતંગી અને તેમની પત્ની અને રવિ વર્ધન કે જેઓ એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહ્યા છે.
ન્યૂયોર્કમાં પણ તબીબ વ્યવસાય સાથે જોડાયેલ સજની રામાનાથન, ન્યુ જર્શી થી ડો.સાલિની અને બેંગ્લોરના સ્ટુડન્ટ મેધા, પ્રિયંકા, ઉદય અને અનિતા સહિતના લોકો જ્ઞાન લઈ રહ્યાં છે.