માનીતા શ્ર્વાનને દીપડાએ ફાડી ખાતા મારણમાં ઝેર ભેળવી બદલો લીધો

  • માનીતા શ્ર્વાનને દીપડાએ ફાડી ખાતા મારણમાં ઝેર ભેળવી બદલો લીધો
  • માનીતા શ્ર્વાનને દીપડાએ ફાડી ખાતા મારણમાં ઝેર ભેળવી બદલો લીધો


ધારીના લીંબડીયામાં 3 દીપડાના મોતની ઘટનામાં આરોપીની કબુલાત
અમરેલી તા.7
ધારી-અમરેલી રોડ પર લિંબડીયાનાં નહેરા નજીક 1 દીપડો, ર દીપડીના શ્વાનના મારણમાં ઝેર ભેળવી ત્રણેયને મોતને ઘાટ ઉતારાયા હતા. આ મામલે વનતંત્રએ રિમાન્ડ પર મેળવેલ આરોપીએ જણાવ્યું હતું કે, પોતાના શ્વાનને દીપડાએ મોતને ઘાટ ઉતારયા બાદ તેણે મારણમાં પ્રવાહી ઝેરી ભેળવી બદલો લીધો હતો.
પ્રાપ્ત વિગત મુજબ ચારેક દિવસ અગાઉ ધારી-અમરેલી રોડ પર 3 દીપડાને મારણમાં પ્રવાહી ઝેર ભેળવી મોતને ઘાટ ઉતારાયા હતા. જે અંગે વનતંત્રએ ભુપત રવજી માથાસુળીયાની ધરપકડ કરી 3 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ દરમિયાન આ શખ્સે એવી કબુલાત આપી હતી કે પોતાના માનીતા શ્વાનનું દીપડાએ મારણ કર્યુ હતુ જેથી બદલો લેવા શ્વાનનાં મૃતદેહમાં ઝેર ભેળવી દીધું હતું. જે દીપડાએ આરોગતા મોતને ભેટયા હતા તેમ તપાસનીસ આરએફઓએ જણાવ્યું હતું.
ખેડૂતોને ન્યાય મળ્યો
અમરેલી જિલ્લામાં આજથી 10 વર્ષ પહેલા ભારે ચર્ચાસ્પદ બનેલ કિસાન વિકાસ ટ્રસ્ટનાં પિડીત ખેડૂતોને ન્યાય મળવાની તક કોર્ટનાં આદેશ બાદ જોવા મળી રહી છે. કોર્ટનાં આદેશથી ધારાસભ્ય વિરજી ઠુંમરનાં કુટુંબી ભત્રીજાની મિલ્કત જપ્ત કરવામાં આવતાં રાજકારણમાં હડકં મચી ગયો છે.
વિગત એવા પ્રકારની છે કે આજથી 10-1ર વર્ષ પહેલા તે સમયનાં સાંસદ અને હાલનાં ધારાસભ્ય વિરજી ઠુંમરનાં કુંટુંબી ભાઈ દિનેશ રતીલાલ ઠુંમર અને કુંટુંબી ભત્રીજા જયેશભાઈ બાબુભાઈ ઠુંમરે કિસાનોને રાહત દરે ખેત ઓજારો આપવા માટે સૌરાષ્ટ્ર કિસાન વિકાસ ટ્રસ્ટની સ્થાપના કરી હતી.
સમગ્ર સૌરાષ્ટ્રમાંથી હજારો ખેડૂતોએ રાહત દરે ખેત ઓજારો મેળવવા અરજી કરીને જરૂરી રકમ ભરી હતી. બાદમાં અનેક ખેડૂતોને ખેત ઓજારો મળ્યા ન હતા અને જમા કરેલ રકમ પણ પરત મળી ન હતી અને તે સમયે કોર્ટમાં પણ ફરિયાદ થઈ હતી. તે સમયનાં સાંસદ વિરજી ઠુંમરની પણ પોલીસે અટકાયત કરી હતી. બાદમાં તેઓ મુકત થયા હતા.
દરમિયાનમાં ગોંડલનાં મોવિયા ગામનાં નિતેશભાઈ ભાલાળાએ ગોંડલ કોર્ટમાં ફરિયાદ કર્યા બાદ બન્ને પક્ષોનીદલિલો બાદ ગોંડલ કોર્ટ અને અમરેલી કોર્ટનાં આદેશથી સૌરાષ્ટ્ર કિસાન વિકાસ ટ્રસ્ટનાં ભયુભાઈ ઠુંમર પાસેથી ખેડૂતોનાં રૂપિયા 6 લાખ 19 હજાર 9ર1 વસુલવા તેમની મિલકતનો કબ્જો મેળવવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવતાં રાજકારણમાં ગરમાવો આવી ચુકયો છે.
ઝાડ સાથે કાર અથડાતા અકસ્માત
સાવરકુંડલા ગામે રહેતાં યાસીનભાઈ મુસ્તફાભાઈ કુરેશીનાં પિતા ગઈકાલે સવારે કાર નંબર જી.જે.14 એ.કે. 4164માં બેસીને જતાં હતા ત્યારે આ કારનાં ચાલક મકસુદભાઈ ચૌહાણને અમરેલી મોટા આંકડીયા રોડ ઉપર ધોળીયા કુવા પાસે ચાલુ કારમાં ઝોકુ આવી જતાં કાર ઉપરના સ્ટેરીંગનો કાબુ ગુમાવી દેતાં રોડ સાઈડનાં ઝાડ સાથે અથડાવી દેતાં કારમાં બેઠેલા લોકોને ઈજા થયાની ફરિયાદ અમરેલી તાલુકા પોલીસમાં નોંધાઈ છે.