સુરેન્દ્રનગર જિલ્લા સેવા સદનમાં બાવળિયાની કારને ખેડૂતોનો ઘેરાવ

  • સુરેન્દ્રનગર જિલ્લા સેવા સદનમાં બાવળિયાની કારને ખેડૂતોનો ઘેરાવ

પાક અને પાણી પ્રશ્ર્ને હંગામો: જો કે, ટોળું કેબિનેટ મંત્રીને માત્ર મળ્યું હોવાનો બચાવ
વઢવાણ, તા. 7
સુરેન્દ્રનગરમા વરસાદથી વંચીત અને પાક નિષ્ફળ જવાની ભીતી સાથે ઉશ્કેરાયેલા ખેડુતોને કેબીનેટ મંત્રી કુવરજીભાઈ બાવળીયાના કાફલાને અટકાવી ઘેરાવ કરતા ચકચાર સાથે તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.
સુરેન્દ્રનગરમાં તા.15મી ઓગષ્ટે સ્વાતંત્ર પર્વ નિમિતે રાજય કક્ષાની ઉજવણી થવાની છે જેમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને રાજયપાલ કોહલી હાજર
રહેનાર છે.
આથી 15મી ઓગષ્ટે યોજાનાર કાર્યક્રમની રૂપરેખા આપવા માટે કલેકટર કચેરી ખાતે પત્રકાર પરીષદનું આયોજન સુરેન્દ્રનગરના પ્રભારીમંત્રી કુવાજીભાઈ બાવળીયાના અધ્યક્ષ સ્થાને કરાયુ હતું.
જે પ્રેસ કોન્ફરન્સ માટે કેબીનેટ મંત્રી કુવરજી બાવળીયા જેવા સુરેન્દ્રનગર કલેકટર ઓફીસમાં કમ્પાઉન્ડમાં તેમની ગાડી દાખલ થઈ કે તુરત જ ચોટીલાના અગ્રણીઓ તેમને મળવા પાણીના પ્રશ્ર્ને ખેડુતને પડતી મુશ્કેલી અંગે રજૂઆત કરવા દોડી આવ્યા હતાં અને ખેડુતોના ટોળાએ કેબીનેટ મંત્રીના કાફલાને અટકાવી ઘેરાવ કર્યો હતો.
એમ કહેવાય છે જયારે કાર્યકરો એમ કહે છે કે કુવરજીભાઈ બાવળીયાના ઓળખીતા હતા અને તેમણે જ બોલાવતા ટોળા ઉભા હતાં. ઘેરાવ નથી પણ મુલાકાત
થઈ હતી.