અમરેલીમાં ઉજાલા યોજના અંતર્ગત લેમ્પનું વેંચાણ બંધ!

  • અમરેલીમાં ઉજાલા યોજના અંતર્ગત લેમ્પનું વેંચાણ બંધ!


ગેરેન્ટી પીરીયડમાં લેમ્પ ઉડી જતા બદલી આપવાનું બંધ કરાતા ગ્રાહકો નારાજ
અમરેલી, તા.6
સરકાર ઘ્વારા ઉજાલા યોજનાના નામે મોટી-મોટી ગુલબાંગો ફેંકી અમરેલી શહેરમાં છેલ્લા બે માસથી ઉજાલા સ્ટોર્સને તાળા લાગી જતાં ગ્રાહકો મુશ્કેલીમાં સપડાયેલ છે.
પ્રાપ્ત વિગત મુજબ સરકાર ઘ્વારા ગ્રાહકોને સસ્તાદરે લેમ્પ, ટયુબલાઈટ તેમજ સીલીંગ ફેન મળી રહે તેવા હેતુસર દરેક વીજ કંપનીની કચેરીઓમાં ભભઉજાલા સ્ટોર્સભભ ખોલવામાં આવેલ. જેમાં ગ્રાહકોને વેચાણકર્તા એજન્સી ઘ્વારા બિલ સાથે લેમ્પ-ટયુબલાઈટમાં 3 વર્ષની પીસ ટુ પીસ ગેરંટી આપવામાં આવતાં અમરેલી શહેરનાં નાગરીકોએ લેમ્પ ખરીદારીમાં વીજ કંપની ઓફિસ ઉપરની ઉજાલા સ્ટોર્સ ઉપર કતારો લગાવેલ હતી.
હાલ છેલ્લા બે માસથી અમરેલી પશ્ચિમ ગુજરાત વીજ કાું.ની ગાંધીબાગ પાસે આવેલી કચેરીમાં ઉજાલા સ્ટોર્સભભને તાળા લાગી જતાં લેમ્પ રીપ્લેશમેન્ટ ગ્રાહકો તેમજ નવા ગ્રાહકોને ધરમનાં ધકકા થઈ રહેલ છે. નવા ગ્રાહકો તો લેમ્પ ગામની દુકાનો ઉપરથી ખરીદી કરી રહેલ છે પરંતુ ગેરંટીપીરીયડમાં લેમ્પ બંધ થઈ જનારા ગ્રાહકો ભારે મુશ્કેલીમાં સપડાયેલા છે. આ અંગે વીજ કાું.નાં ઈજનેરનો સંપર્ક કરતાં જણાવેલ હતું કે જે એજન્સી ઘ્વારા વિતરણ કરવામાં આવતું હતું તે એજન્સીનો કોન્ટ્રાકટ પુરો થતાં સરકાર ઘ્વારા હજુ સુધી નવી એજન્સી સાથે કરાર કરેલ ન હોવાથી ઉજાલા સ્ટોર્સ બંધ કરવામાં આવેલ છે.