અમરેલીમાં 25 ઓગસ્ટે હાર્દિક પટેલના આમરણ ઉપવાસ

  • અમરેલીમાં 25 ઓગસ્ટે હાર્દિક પટેલના આમરણ ઉપવાસ

અનામત અને ખેડૂતોના દેવા માફી મુદ્ે આંદોલન, કાર્યકર્તાઓ દ્વારા તૈયારીનો ધમધમાટ
અમરેલી, તા.6
પાટીદાર અનામત આંદોલનને આવતી રપ ઓગષ્ટના રોજ ત્રણ વર્ષ પુરા થશે. ત્યારે આ લડાઈહવે આવતી રપ તારીખથી આરપારની થવાના એંધાણ વર્તાઈ રહયા છે. આવતી રપ ઓગષ્ટના રોજ પાટીદાર નેતા હાર્દિક પટેલ અનામતના મુદે અને ખેડૂતોના દેવા માફીને લઈને આમરણ ઉપવાસ કરવા જઈ રહયા છે. ત્યારે પાટીદાર જિલ્લા તરીકેઓળખાતો અમરેલી જિલ્લામાં પણ મિટીંગોનો દોર ચાલુ થઈ ગયો છે. અને આગામી આ આરપારની લડાઈમાં જોડાવા માટે અમરેલી જિલ્લાની ચારેય દિશામાંથી પાટીદારો પોતપોતાના વિસ્તારોમાં સળવળાટ ચાલુ કરી રહયા છે. લાઠી તાલુકાના ભાલવાવમાંથી મનજીભાઈ વિરાણી, હસમુખભાઈ વિરાણી, બાલાભાઈ જસાણી, દામનગર શહેરમાંથી જેન્તીભાઈ નારોલા અને ભીમજીભાઈ વાવડીયા, બગસરામાંથી પારસભાઈ સોજીત્રા (કાકા), સાવરકુંડલામાંથી મહેશ છોડવડીયા, બાબરામાંથી સુનિલ ખોખરીયા અને શૈલેષ પટેલ, અમરેલીમાંથી કેતન કસવાળા, ખાંભામાંથી અશ્વિનભાઈ જેવા અસંખ્ય અગ્રણીઓ પોતપોતાની ફરજ સમજીને ફરી એક વખત અમરેલી જિલ્લાને ક્રાંતિમય બનાવવા માટે ગામડે ગામડે દોડવા લાગી ગયા છે. અનેે આઝાદીની ચળવળની લડાઈ હોય તેવું વાતાવરણ સર્જાયું છે.
લડીશું તો જીતીશુંના સ્લોગન ઉપર સરકાર સાથે બાથ ભીડવા અને જેલમાં જવાની તૈયારીના ભાગરૂપે પોતપોતાની ઝુંબેશ આગળ ધપાવી રહયા છે. પાટીદાર યુવા એવા હાર્દિક પટેલના આમરણ ઉપવાસ પહેલા અમદાવાદ ખાતે પ મિટીંગનું સર્જાયું હતું. ત્યારે ગુજરાતના તમામ આંદોલનકારીઓ આ મિટીંગમાં ભાગ લેવા માટે આંદોલનકારીઓમાં જુસ્સો જોવા મળી રહયો છે. ખેડૂત સમાજના પ્રમુખ નરેશ વીરાણીએ ખેડૂતોના દેવા માફ કરવાના મુદે હાર્દિક પટેલને સમર્થન કરવા માટે જિલ્લાના તમામ ખેડૂતોને આહવાન કરેલ છે. અને રપ તારીખના રોજ ઉપવાસ કાર્યક્રમમાં જઈને નરેશ વીરાણી અને ખેડૂત સમાજની ટીમ હાર્દિક પટેલ સાથે આમરણ ઉપવાસ કરશે.