વીર વીરાનું ‘પ્લાસ્ટિક પોલ્યુશન રોકો’ અભિયાન

  • વીર વીરાનું ‘પ્લાસ્ટિક પોલ્યુશન રોકો’ અભિયાન
  • વીર વીરાનું ‘પ્લાસ્ટિક પોલ્યુશન રોકો’ અભિયાન
  • વીર વીરાનું ‘પ્લાસ્ટિક પોલ્યુશન રોકો’ અભિયાન

રાજગઢ ગામમાં ઉત્સવનું વાતાવરણ છે. વરસાદના કારણે ચારેતરફ લીલીછમ્મ વનરાજીએ જાણે લીલી ચાદર બીછાવી છે. તહેવારોના દિવસો નજીક હોવાના કારણે ગામમાં તૈયારીઓ ચાલી રહી છે. સૌથી મહત્વનો રાષ્ટ્રીય તહેવાર 1પ ઓગષ્ટની તૈયારીઓ શાળાઓમાં તથા શહેરભરમાં શરૂ થઇ ગઇ છે. વીર વીરા તથા તેની દોસ્તોની ટીમ શાળાને શણગારવામાં લાગી ગઇ છે. કોઇ ફુલોથી સજાવે છે તો કોઇ ફુગ્ગાઓથી શણગાર કરે છે તો કોઇ લીલા પાન વડે તોરણો બાંધે છે. જ્યારે સજાવટ પૂર્ણ થઇ તો વીર વીરાએ જોયું કે ઠેર ઠેર પ્લાસ્ટીક કચરો હતો. જે સામાનમાં સજાવટનો સામાન લાવ્યા હતા તે દરેક પ્લાસ્ટીકમાં હતો તેથી આમ બન્યું. વીર વીરાએ મનમાં નક્કી કરી લીધું અને ચુપચાપ બધો કચરો એકઠો કરી ફેકી દીધો. બીજા દિવસે શાળામાં ધ્વજવંદનના કાર્યક્રમ બાદ વકતૃત્વ સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં વીરાએ બધા જ વિદ્યાર્થીઓને પ્લાસ્ટીક કચરાના નુકસાન વિશે સમજ આપી.
આપણે જે કચરાને ચિંતા વગર ફેંકી દઇએ છીએ એ કચરો પર્યાવરણને, પ્રાણીઓને, સમુદ્રને તેમજ દરેક જગ્યાએ નુકસાન કરે છે અને પ્રદુષણ પણ ફેલાવે છે. આ બધા માટે જાગૃત નાગરિક તરીકે શરૂઆત આપણે આપણાથી જ કરીશું. વીરાની આ વાત પર બધાએ સહમતી દર્શાવી અને બધા જ વિદ્યાર્થીઓએ હાથ આગળ કરી પ્લાસ્ટીક ન વાપરવા માટે સંકલ્પ કર્યો. બધા વિદ્યાર્થીઓએ તો સંકલ્પ કર્યો પણ ગામના લોકોનું શું ? બીજા દિવસે બધાએ સાથે મળીને ગામના લોકોને પણ જાગૃત કરવા નક્કી કર્યુ અને પોતાના ગામને પ્લાસ્ટીક ફ્રી બનાવવા સંકલ્પ કર્યો.
બીજા દિવસે બધા જ સવારે ભેગા થયા. સૌપ્રથમ શાકભાજીની રેકડી પાસે ઉભા રહ્યા અને દરેકને પ્લાસ્ટીક ન વાપરવા અને તેનાથી થતા નુકસાનની વાત કરી. પ્લાસ્ટીકમાં ભરી કચરો ફેંકતા લોકોને પણ રોકયા કે ગાય સહિત કેટલા પ્રાણીઓના મૃત્યુનું કારણ બને છે તેમજ પ્લાસ્ટીકમાં ખાદ્ય પદાર્થો ભરીને વેચતા લોકોને પણ તેના નુકસાન કે જેનાથી કેન્સર જેવા રોગો થાય છે એમ અવગત કર્યા. રાત્રે બધા ભેગા થયા અને પ્લાસ્ટીકના વિકલ્પ તરીકે બધાએ ભેગા થઇને પેપર બેગ બનાવી લીધી અને સવારે શહેરમાં ફરી દરેકને પ્લાસ્ટીક બેગ ન વાપરવા તેના પ્રદુષણના નુકસાન વિશે સમજાવ્યું. નાના બાળકોથી લઇને દાદા-દાદી સહિત બધાને આ સમજણ આપી બધાની આંખો ખુલી તેમાંથી ગોલુ અને રાજ તથા ભોલુના મમ્મીએ તો પોતાની પાસે પડેલા નકામા કપડામાંથી થેલીઓ પણ બનાવી આપી. આમ બધા જ બાળકોએ આ પેપર બેગ અને કપડાની થેલીના વિતરણ દ્વારા શહેરમાં જાગૃતિ ફેલાવી.
થોડા દિવસ બધા જ લોકોએ શાળાના સમય સિવાય પ્લાસ્ટીક ઝુંબેશ કરી એક અઠવાડીયાની મહેનત બાદ જ્યારે સવારે બધા મિત્રો શાળાએ જઇ રહ્યા હતા તો રસ્તામાં બગીચામાં તેમણે જોયું કે થોડાક નાના ભુલકાઓ જે બગીચામાં રમવા આવ્યા હતા તેઓ બગીચામાં પડેલ પ્લાસ્ટીક કચરો એકઠો કરી દુર કરી રહ્યા હતા તેમજ લોકોને પ્લાસ્ટીક ન વાપરવા પોતાની કાલીઘેલી ભાષામાં સમજાવી રહ્યા હતા. આ જોઇને વીર વીરા તથા
દોસ્તો ખુશ થયા કે પોતાની મહેનત રંગ લાવી હતી અને હવે પોતાના ગામને પ્લાસ્ટીક ફ્રી બનતા કોઇ રોકી નહીં શકે.
બોધ: કોઇપણ સારા કાર્યની શરૂઆત આપણે આપણાથી
કરવી જોઇએ. પ્લાસ્ટીક પોલ્યુશન હોય કે સ્વચ્છતાનો મુદ્દો જો શરૂઆતથી જ તેના વિશે જાગૃત રહી કાર્ય કરવામાં આવે તો સફળતા જરૂર મળે છે.