‘ટ્રાફિક’ નાં એકશન પ્લાનની ‘ઘર’ થી શરૂઆત - રાજકોટ

  • ‘ટ્રાફિક’ નાં એકશન પ્લાનની ‘ઘર’ થી શરૂઆત - રાજકોટ
  • ‘ટ્રાફિક’ નાં એકશન પ્લાનની ‘ઘર’ થી શરૂઆત - રાજકોટ
  • ‘ટ્રાફિક’ નાં એકશન પ્લાનની ‘ઘર’ થી શરૂઆત - રાજકોટ

ટ્રાફિક નિયમોનાં સૂચારૂ સંચાલન માટે શહેર પોલીસે છેડેલી ઝુંબેશ અંતર્ગત આજરોજ મહાપાલિકામાં પોલીસની ટીમો ત્રાટકી હતી. હેલ્મેટ, લાઈસન્સ, નંબર પ્લેટનાં નિયમોનાં કસૂકવાર મનપાનાં કર્મીઓ દંડાયા હતા. પોલીસ દ્વારા મનપાનાં ગેઈટ પર જ તપાસ હાથ ધરવામાં આવી હતી. કચેરીમાં પ્રવેશતા અને એકઝીટ કરતા તમામ કર્મચારીઓને અટકાવીને તપાસ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે બે દિવસ પૂર્વે જ મહાપાલિકા અને શહેર પોલીસ દ્વારા પાર્કિંગ અને ટ્રાફિક અંગે એકશન પ્લાન ઘોષિત કરવામાં આવ્યો હતેા. શરૂઆત આજે ‘ઘર’ માંથી કરવામાં આવી હતી.(તસ્વીર: રવિ ગોંડલિયા)