પશ્ર્ચાતાપ કરી શુદ્ધ થઈ નવા વર્ષની ઉજવણી એટલે પતેતી

  • પશ્ર્ચાતાપ કરી શુદ્ધ થઈ નવા વર્ષની ઉજવણી એટલે પતેતી

પારસીઓ આ દિવસે ભગવાન જરથોસ્તને ફળો, ફૂલો અને ગોલ્ડ ફિશ બાઉલ જેવી વસ્તુઓ સમર્પિત કરે છે. સાથે જ તેઓ પોતાના ઘરને સજાવે છે, જેમાં તેઓ ઘરને શણગારે છે અને મિષ્ટાન્ન બનાવે છે પારસીઓનો ધર્મ એટલે જરથોસ્તી ધર્મ જેની સ્થાપના ઈ.સ. 590ની આસપાસ અષો જરથુષ્ટ્રે કરી હતી. ઈશ્વરપ્રાપ્તિ એમનાં જીવનનું એક લક્ષ હતું. નિર્જન પહાડો પર કલાકો ચિંતન કરતા. જ્યારે નિરાશા તેમને ઘેરી વળી ત્યારે અચાનક સંધ્યા ટાણે સૂર્યે એમને જ્ઞાનનો પ્રકાશ આપ્યો. ઈશ્વર-અહુરમઝદે દર્શન આપ્યાં અને પવિત્રતાની માંગણીથી તેઓ અષો એટલે પવિત્ર જરથુષ્ટ્ર બન્યા. જ્ઞાનપ્રાપ્તિ પછી તેમણે 47 વર્ષ સુધી ધર્મસ્થાપક તરીકે ઈરાનમાં જરથોસ્તી ધર્મની જ્યોત જલાવી રાખી. 77 વર્ષની વયે બંદગી કરતાં તુરાની સૈનિકે પીઠ પાછળ ઘા કર્યો અને તેમનું મૃત્યુ થયું. તેમનો ધર્મગ્રંથ અવેસ્તાને નામે ઓળખાય છે. આ ધર્મ એકેશ્વરવાદમાં માને છે. પારસીઓ ઈરાનથી જે પવિત્ર અગ્નિ લઈને આવ્યા હતા તેની ઉદવાડામાં સ્થાપના કરી જે આતશ બહેરામને નામે ઓળખાય છે.
જરથોસ્તી ધર્મના છેલ્લા રાજા યઝદઝદ, જે આરબોના આક્રમણને ખાળી ન શક્યો, તેની યાદમાં યદઝર્દી સંવત શરુ થઈ. ઈરાનમાં વિધર્મીઓના ત્રાસ સામે ધર્મનું રક્ષણ કરવા ભારતમાં આવ્યા. સૌ પ્રથમ તેઓ દીવ બંદરે ઉતર્યા, અહીં જેમ દૂધમાં સાકર ભળે તેમ તેઓ ગુજરાતી સમાજમાં ભળી ગયાં.પતેતી એટલે પશ્ર્ચાતાપ કરવો. અવેસ્તામાં પતેતનું ભણતર હોય છે. આ દિવસે વર્ષ દરમિયાન કરેલી ભૂલોનો પશ્ર્ચાતાપ કરી શુદ્ધ થવાનું હોય છે. પારસી કોમમાં પતેતીનો તહેવાર દિવાળીની જેમ વર્ષનો છેલ્લો દિવસ ગણાય છે. એના પછીનો દિવસ નવું વર્ષ એટલે કે નવરોઝ કહેવાય છે. પારસીઓ એમના નૂતન વર્ષને નવરોઝ મુબારક કહે છે.
ગુજરાતની સમજુ પ્રજા ગણાતી પ્રજા પારસીઓનો પવિત્ર તહેવાર, પતેતી જે ‘નવરોઝ’ તરીકે ઉજવાય છે. જેમાં તેઓ ભગવાન જરથોસ્તને ફળો, ફૂલો અને ગોલ્ડ ફિશ બાઉલ જેવી વસ્તુઓ સમર્પિત કરે છે. સાથે જ તેઓ પોતાના ઘરને સજાવે છે, જેમાં તેઓ ઘરને શણગારે છે અને મિષ્ટાન્ન બનાવે છે.
પારસીઓનાં મત મુજબ આ તહેવાર ઉજવવાથી સુખ-સમૃદ્ધિ, તંદુરસ્તીનાં આગમનનું કારણ બને છે. આ તહેવારમાં ચાર ઋ- ફ્રેગરેન્સ, ફુડ, ફાયર અને ફ્રેન્ડશિપ મહત્વનો ભાગ ભજવે છે. ભારત ઉપરાંત, પાકિસ્તાન, ઇરાન અને અમેરિકા જેવા દેશોમાં જ્યાં પારસીઓની વસાહતો છે, ત્યાં આ તહેવાર ધામધૂમથી ઉજવાય છે. આ તહેવાર ઉજવવાથી સુખ-સમૃદ્ધિ,
તંદુરસ્તીનાં આગમનનું કારણ બને છે. ઉજવણીમાં ચાર ઋ- ફ્રેગરેન્સ, ફુડ, ફાયર અને ફ્રેન્ડશિપ મહત્વનો ભાગ ભજવે છે