સ્વતંત્રતા પર્વની શુભકામનામાં અમેરિકા ભારત પર ઓળઘોળ

  • સ્વતંત્રતા પર્વની  શુભકામનામાં અમેરિકા  ભારત પર ઓળઘોળ

વોશિંગ્ટન તા.16
દેશના 72મા સ્વતંત્રતા દિવસના પર્વ પર સમગ્ર દુનિયા તરફથી શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે. જેમાં ભારતની સાથે સંબંધ સુધારવામાં પહેલ કરતાં અમેરિકા તરફથી પણ શુભેચ્છા પાઠવતાં કહેવામાં આવ્યું કે, ભારતએ લોકશાહી, વિવિધતા અને કાયદાનું પાલન કરી દક્ષિણ એશિયામાં એક નવું જ ઉદાહરણ રજુ કર્યું છે. અમેરિકા તરફથી ટ્રમ્પ સરકારમાં વિદેશ મંત્રી માઇક પોમ્પિઓએ ભારતના 72મા સ્વતંત્રતા દિવસ પર શુભેચ્છા સંદેશમાં અમેરિકા અને ભારત વચ્ચે સંબંધ વધુ મજબૂત કરવા માટેની નવી શરૂઆત કરી છે. પોમ્પિઓએ કહ્યું કે, બંને દેશો વચ્ચેના સંબંધને મજબૂત બનાવવા માટે ભારતીય-અમેરિકન લોકો અને યુવા વિદ્યાર્થીઓનું યોગદાન મહત્વનું છે અને તે પ્રશંસાપાત્ર છે. તેમને સાથે જ કહ્યું કે, આ સ્વતંત્રતા દિવસ પર અમે એક અદ્વિતીય સભ્યતા, એક મિત્ર અને એક લોકતંત્રમાં ભારત એક ઉત્તમ વૈશ્વિક શક્તિના રૂપમાં યોગ્ય સ્થાન મેળવવા માટેની યોગ્ય વ્યવસ્થા બનાવી રહ્યું છે. તેના આ પ્રયત્નો માટે તેમને શુભેચ્છા પાઠવીએ છે.
અમેરિકાના વિદેશમંત્રીએ ભારતના સ્વતંત્રતા પર્વ પર કહ્યું કે, ભારત દેશ આઝાદ થયા પછી લોકશાહી, વિવિધતા અને કાયદાનું પાલન કરવામાં દક્ષિણ એશિયામાં એક ઉદાહરણ રજુ કર્યું છે. અમેરિકા પણ આ મૂલ્યોનું પાલન કરી રહ્યું છે.
છેલ્લા ઘણાં સમયથી બંને દેશો વચ્ચે વિવાદ ચાલી રહ્યા હતા. જેના પછી અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોર શરૂ થતાં ભારત અને અમેરિકા વચ્ચે નવા સંબંધોની શરૂઆત થઈ રહી છે. જેમાં ભારતને એક મિત્ર ગણાવી ઉચ્ચ સ્થાન આપ્યું છે.