સ્ત્રી સશક્તિકરણ અને સંસ્કૃતિની જાળવણી: ભગિની સેવા ફાઉન્ડેશન

  • સ્ત્રી સશક્તિકરણ અને સંસ્કૃતિની જાળવણી: ભગિની સેવા ફાઉન્ડેશન
  • સ્ત્રી સશક્તિકરણ અને સંસ્કૃતિની જાળવણી: ભગિની સેવા ફાઉન્ડેશન
  • સ્ત્રી સશક્તિકરણ અને સંસ્કૃતિની જાળવણી: ભગિની સેવા ફાઉન્ડેશન
  • સ્ત્રી સશક્તિકરણ અને સંસ્કૃતિની જાળવણી: ભગિની સેવા ફાઉન્ડેશન
  • સ્ત્રી સશક્તિકરણ અને સંસ્કૃતિની જાળવણી: ભગિની સેવા ફાઉન્ડેશન
  • સ્ત્રી સશક્તિકરણ અને સંસ્કૃતિની જાળવણી: ભગિની સેવા ફાઉન્ડેશન
  • સ્ત્રી સશક્તિકરણ અને સંસ્કૃતિની જાળવણી: ભગિની સેવા ફાઉન્ડેશન
  • સ્ત્રી સશક્તિકરણ અને સંસ્કૃતિની જાળવણી: ભગિની સેવા ફાઉન્ડેશન
  • સ્ત્રી સશક્તિકરણ અને સંસ્કૃતિની જાળવણી: ભગિની સેવા ફાઉન્ડેશન

ચમકતી તલવાર અને શૌર્ય મઢ્યુ સંગીત અને શરીરમાં જોમ આવી જાય તેવા શબ્દો સાથે રજુ થતો તલવાર રાસ ખરેખર માણવા લાયક હોય છે ‘જોધા અકબર’ ફિલ્મમાં જોધા, અકબર સામે જે તલવારબાજી કરી રહી છે. એ દ્રશ્ય બધાને યાદ જ હશે. ફિલ્મના એ દ્રશ્યમાં રીતીક રોશન અને ઐશ્ર્વર્યારાયની એકટીંગ બધાએ વખાણી હતી પરંતુ આવી જ તલવારબાજી એક સમયે રાજપુતો પોતાની દીકરીઓને આત્મસુરક્ષા માટે શીખવતા હતા સાથે તલવારબાજી તેમજ ધોડેસવારી વગેરેની તાલિમ જીવનમાં દરેક તબક્કે બહાદુરીથી અને સ્વમાનપૂર્વક જીવવાના પાઠ સાથે શીખવા મળતા. તલવારએ શૌર્યનું પ્રતીક છે. રાજપુતસ્ત્રી જ્યારે પતિ, પિતા કે ભાઇ યુધ્ધમાં લડવા જતા એ સમયે સાફો પહેરાવી કંકુ તિલક કરીને તલવાર હાથમાં આપીને યુધ્ધમાં મોકલતા અને જ્યારે તે યુધ્ધમાં ખપી જાય ત્યારે પોતે પણ કેસરીયા કરતા આ વાતને પ્રતિકરૂપે, લઇને છેલ્લા 9 વર્ષથી રાજકોટની ભગિની સેવા ફાઉન્ડેશન દ્વારા રાજપુત દીકરીઓ અને બહેનોને તલવારબાજી, હોર્સરાઇડીંગ તેમજ સાફો બાંધતા શીખવવાની શિબિર યોજાય છે. આ વિશે કલબના ઉપપ્રમુખ બિંદુબા રાણાએ વિગતે માહિતી આપી હતી.
મે મહિનાથી આ સંસ્થાનો આરંભ થાય છે. જેના પ્રારંભમાં તલવારબાજી અને સાફો બાંધતા શીખવવાની 15 દિવસની શિબિર યોજાય છે. ત્યારબાદ નવરાત્રીના એક મહિના પહેલા તલવારરાસની પ્રક્ટીસ શરૂ થાય છે. રાજકોટ પેલેસમાં ત્રણ દિવસ દરમિયાન યોજાતા આ રાસ લોકોમાં ખુબ લોકપ્રિય છે.
ચમકતી તલવાર અને શૌર્ય મઢ્યુ સંગીત અને શરીરમાં જોમ આવી જાય તેવા શબ્દો સાથે રજુ થતો તલવાર રાસ ખરેખર માણવા લાયક હોય છે.
ભાઇઓ જે તલવાર ફેરવતા થાકી જતા હોય છે તે બહેનો પોતાના કોમળ કાંડા વડે અડધી કલાક સુધી ફેરવતા હોય છે. નવી પેઢીને પોતાની સંસ્કૃતિથી અવગત કરાવવા માટે પણ આ સંસ્થા અનેકવિધ પ્રવૃતિઓ કરે છે.
નવરાત્રીના ત્રણ વિદસ દરમિયાન પેલેસમાં થતા રાસ ગરબામાં તલવાર રાસ, થાળી રાસ તેમજ બીજા ગરબાનું આયોજન થતુ હોય છે. જેમાં અત્યાર સુધી ફક્ત મહિલા દર્શકોને જ એન્ટ્રી મળતી હતી.
ગયા વર્ષે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની હાજરી બાદ એક દિવસ હવે ભાઇઓને પણ જોવા માટે એન્ટ્રી આપવામાં આવે છે. બહેનોમાં રહેલ સુષુપ્તશકિતને ખીલવાની તક આપે છે આ સંસ્થા
રાજપુત બહેનોની અંદર રહેલ છુપી શકિતઓ અને કૌશલ્ય બહાર આવે તેમજ દરેક વિષયમાં તે નિષ્ણાંત બને તે માટે સંસ્થા દ્વારા વિવિધ પ્રવૃતિ કરવામાં આવે છે. ફક્ત રૂા.500થી મેમ્બરશીપ મેળવી જુદીજુદી પ્રવૃતિમાં ભાગ લઇ શકાય છે જેમાં િ5કનીક, ગેટટુગેધર, ડિનર વિવિધ કોમ્પીટીશનમાં સલાડ ડેકોરેશન, રાખી મેંકીંગ, મટુકી ડેકોરેશન, વકતૃત્વ સ્પર્ધા વગેરેનું સુંદર આયોજન કરવામાં આવે છે. મેનેજમેન્ટથી લઇને દરેક ક્ષેત્ર મહિલાઓજ સંભાળે છે. આ મહિલાઓમાં પડેલી છુપાયેલી શકિતને બહાર લાવવાની સુંદર તક સાંપડે છે. અને આવી જ પ્રવૃતિ તલવારબાજી, હોર્સરાઇડીંગ અને સાફા બાધંતા શીખવવામાં આવે છે. હોર્સ રાઇડીંગમાં ભૂમિબા જાડેજા અને નીલમબા ઝાલા સ્ટેસલેવલ સુધી પંહોચ્યા છે. તલવાર રાસમાં જુદી જુદી કેટેગરી મુજબના બહેનો હોય છે. મેરીડ, અનમેરીડ, અને મોટી ઉંમરની બહેનો પણ અહીંયા પોતાનું કૌશલ્ય દર્શાવી શકે છે. ગુજરાત સરકાર તરફથી વિવિધ જગ્યાએ તેમજ ખુબ પ્રસિધ્ધ મેળામાં ગુજરાત સરકાર તરફથી આમંત્રણ આપવામાં આવે છે. અત્યાર સુધી હરિયાણા, સુરજકુંડ, જગન્નાથપુરી, અંબાજી, બહુચરાજી, શામળાજી, વગેરે જગ્યાએ પરફોર્મન્સ આપી ચુક્યા છે. અત્યાર સુધી નેશનલ લેવલ સુધી આ તલવાર રાસ પહોંચ્યો છે. ગોંડલમાં ઓપન સૌરાષ્ટ્ર રાસ ગરબા કોમ્પીટીશનમાં પ્રાઇઝ પણ મેળવ્યું છે. આ સંસ્થાના પ્રમુખ એ.એસ.યુવરાણી સાહેબ કાદમ્બરીદેવી પ્રુમખ છે. ઉપપ્રમુખ તરીકે બિંદુબા રાણા તેમજ કારોબારીમાં મમતાબા, ડિમ્પલબા, રેખાબા, શીતલબા, નયનાબા, કિરણબા, પૂજાબા, જાનકીબા, દેવયાનીબા કાર્યરત છે.