સ્વાદમાં શ્રેષ્ઠ અને સ્વાસ્થ્ય માટે બેસ્ટ: મગફળી

  • સ્વાદમાં શ્રેષ્ઠ અને સ્વાસ્થ્ય માટે બેસ્ટ: મગફળી
  • સ્વાદમાં શ્રેષ્ઠ અને સ્વાસ્થ્ય માટે બેસ્ટ: મગફળી

વરસાદી મૌસમમાં ગરમાગરમ મઘમઘતી લિજજત આપતી મગફળી ખાવાની મજા અલગ હોય છે વરસતો વરસાદ હોય ને સામે ગરમ ગરમ લીલી શેકેલી મઘમઘતી મગફળી હોય તો મોઢામાં પાણી ન આવે તો જ નવાઈ. પોષક તત્વોથી ભરપુર મગફળી સ્વાદ અને સ્વાસ્થ્ય બન્નેમાં શ્રેષ્ઠ છે રોજની એક મુઠ્ઠી મગફળી ખાવાથી સ્વાસ્થ્યલક્ષી અનેક ફાયદા થાય છે. ઉપરાંત અને રોગોમાં પણ ફાયદો થાય છે શેકેલ મગફળી ‘ઓળા’ ના નામે પણ ઓળખાય છે. તેને શેકીને ખાવામાં તો સ્વાદિષ્ટ લાગે જ છે. ઉપરાંત તેનું પાશ્ર્ચાત્ય દેશોમાં તેનું મિલ્ક પણ બનાવાય છે. તેમજ પીનટ બટર તથા ભોજનમાં તેના અનેક ઉપયોગો છે. ઉપરાંત શીંગતેલ કે જેનો આપણે સૌથીવધુ વપરાશ કરીએ છીએ.
આપણા રોજીંદા ભોજનમાં મગફળી મહત્વનું સ્થાન ધરાવે છે. તુવેરની દાળ શાક, હાંડવો, ઢોકળા વગેરેમાં મગફળી સ્વાદ વધારવાનું કામ કરે છે. મગફળીના દાણાને બાફીને સલાડમાં પણ ઉપયોગમાં લઇ શકાય છે. આ ઉપરાંત શીંગપાક, શેકેલી શીંગ, સ્વાદ વધારવા તળેલી સીંગ વગેરેનો ઉપયોગ આપણે કરીએ છીએ. મગફળી પલાળીને તેનું દૂધ પણ ઉપયોગમાં લઇ શકાય છે.
પશ્ર્ચીમના દેશોમાં પીનટ મિલ્ક લોકપ્રિય છે. આ ઉપરાંત પીનટર બટર પણ હાલ બજારમાં ઉપલબ્ધ છે. બાળકો સીધી મગફળી ન ખાય તો આ રીતે પીનટ બટરને ખાખરા, રોટલી, ભાખરી સાથે આપી શકાય છે.આમ તો મગફળી શેકીને ખાવામાં આવે તે ડબલ ફાયદો થાય છે. તે શેકાવાની જે સ્મેલ અને સ્મોક હોય છે તે શ્ર્વાસમાં જવાથી પણ ફાયદો થાય છે. ઉપરાંત થોડી મગફળી ખાવાથી પણ પેટ ભરાઈ જાય છે. એટલે ચોમાસા દરમિયાન મંદ પાચનશક્તિમાં હેવી ખોરાક ન ખાઈએ તો પણ પેટ ભરાય જાય છે. આજના જંકફૂડના યુગમાં બાળકોને પણ આપણી આ હેલ્ધી અને ગુણકારી મગફળીના ફાયદાથી વાકેફ કરવા જરૂરી છે. મગફળી: અનેકવિધ ગુણોનો ભંડાર
પહેલાના સમયમાં કાચી મગફળી સાથે ગોળ ખાવાનું ખુબ ચલણ હતું. કારણ કે ગોળ અને મગફળી બન્ને શક્તિવર્ધક હોય છે તેના અનેક ફાયદાઓ છે. દરેકને જેમ અનુકૂળતા હોય તે રીતે જો સેવન કરે તો સ્વસ્થ રહી શકાય છે.
ડાયેટીશીયન વાગ્મી પાઠકના મત મુજબ મગફળી પ્રોટીનથી ભરપુર હોવાથી દુધ પીવા જેટલા ફાયદા મળે છે.
ઉપરાંત આયર્ન અને કેલ્શિયમ પણ ભારોભાર હોય છે. વિટામીન ઈ, ફોસ્ફરસ, વિટામીન બી
હોય છે જેથી અનેક રોગોમાં ફાયદાકારક સાબીત થઇ છે. શારીરીક તકલીફોથી દુર રાખે છે સ્વાસ્થ્ય વર્ધક મગફળી
મગફળી અનેક રીતે ખાઇ શકાય છે પરંતુ કાચી મગફળી ખાવી સૌથી વધુ ગુણકારી છે. આમ છતા બાફીને શેકીને કે અલગ અલગ રીતે તેનું સેવન ફાયદાકારક તો છે જ.
મગફળી કોલેસ્ટ્રોલને કાબુમાં રાખે છે તેથી નિયમિત રીતે મગફળી ખાવાથી હૃદયરોગની શકયતા ઘટે છે.
કેલ્શિયમ અને વિટામીન ડી થી ભરપુર મગફળી હાડકા મજબુત કરવાનો સરળ અને સસ્તો ઈલાજ છે.
હોર્મોનલ ઈમ્બેલેન્સને કારણે અનેક શારીરીક તકલીફો ઉભી થાય છે તો હોર્મોનલ બેલેન્સ માટે પણ મગફળી ફાયદાકારક છે.
તેમાં રહેલુ પોલિફિનોલીક નામનું એન્ટીએકસડેન્ટ તત્વ પેટના કેન્સરને દુર રાખે છે.
સ્ત્રીઓને ગર્ભાવસ્થા દરમિયાન ન્યુરલ ટ્યુબની ક્ષતિનો ડર રહે છે જે મગફળી ખાવાથી દુર થાય છે ઉપરાંત આ મગફળી જ સ્ત્રીઓની પ્રજનનક્ષમતામાં વધારો કરે છે.
મગફળી ત્વચા માટે પણ એટલી જ ફાયદાકારક છે તેનું સેવન તો ઉપયોગી છે જે ઉપરાંત તેનું પેક બનાવીને ઉપયોગમાં લેવાય છે અને તેનો ઓઈલ મસાજ પણ ફાયદાકારક છે.
મગફળીમાં રહેલું ફાઈબર પાચનતંત્રને ક્રિયાશીલ રાખવામાં મદદરૂપ થાય છે. આ ઉપરાંત મગજ માટે પણ ફાયદાકારક છે અને લોહીની ઉણપ દુર કરે છે.