આકર્ષક અને રસોડાની શોભા વધારતી ક્રોકરી

  • આકર્ષક અને રસોડાની શોભા વધારતી ક્રોકરી
  • આકર્ષક અને રસોડાની શોભા વધારતી ક્રોકરી

તેની જાળવણી કઠિન છે પરંતુ તે સહેલાઇથી સાફ કરી શકાય છે
તેથી હાઇજેનિક છે અને હેલ્થ માટે પણ નુકશાનકારક નથી સામાન્ય રીતે ગૃહિણીઓ રસોડાને વ્યવસ્થિત રાખવા માટે નાની મોટી પ્લાસ્ટિકની બોટલ્સ, જાર વગેરે રાખવામાં આવે છે. અનાજ કઠોળ, મસાલા, તેમજ અનેક જુદી જુદી ચીજવસ્તુઓ માટે પ્લાસ્ટીક બોટલ ડબ્બા વગેરે ઉપયોગમાં લેવાતા હોય છે. આજકાલ બજારમાં આકર્ષક રંગબેરંગી અને જુદા જુદા પ્રકારની બોટલ તેમજ ડીનર સેટ જોઇને ખરીદવાનું મન થઇ જાય છે પરંતુ પ્લાસ્ટિકની આ બોટલમાં ખાદ્ય પદાર્થો રાખવા તેમજ આવા વાસણમાં જમવું નુકશાનકારક સાબિત થાય છે.
અમુક સમયે આ પ્લાસ્ટિકમાં રહેલ નુકશાનકારક તત્ત્વો ખાદ્યપદાર્થમાં પણ ભળી જાય છે. તેથી રસોડામાં પ્લાસ્ટીકની બરણી બોટલના સ્થાને કાચની બરણી કે બોટલ વગેરે રાખી શકાય. તેમજ ડીનરસેટ પણ કાચનો વસાવી શકાય છે. આજકાલ કાચની ચીજવસ્તુઓ ખુબજ આકર્ષક અને અવનવી વેરાયટીમાં ઉપલબ્ધ છે. તેની જાળવણી કઠિન છે પરંતુ તે સહેલાઇથી સાફ કરી શકાય છે તેથી હાઇજેનિક છે અને હેલ્થ માટે પણ નુકશાનકારક નથી ધીમે ધીમે કાચની નાનીમોટી બરણી, બાઉલ, ડીનરસેટ વસાવીને પ્લાસ્ટિક ફ્રી કીચન બનાવી શકાય કાચને મેનેજ કરવામાં થોડી મુશ્કેલી રહે છે. પરંતુ જો થોડી કાળજી રાખવામાં આવે તો આ બધી ક્રોકરી રસોડાની સુંદરતા પણ વધારશે
* કાચની બરણી, ગ્લાસ, બોટલ વગેરેને સાફ કરીને સુકવતી નીચે કપડુ રાખવાથી તુટવાની સંભાવના ઓછી
રહે છે.
* ક્રોકરી સાફ કરવા માટે ગરમ પાણીનો ઉપયોગ કરવો જેથી સહેલાઇથી ગંદકી, ચીકાશ દૂર થાય છે.
* કાચના ગ્લાસ અથવા ડીશને સુકવીને મૂકતી વખતે તેમાં વચ્ચે કાગળનો ટુકડો કે ટીશ્યુ પેપર કે કપડું મુકવાથી તે એકબીજા સાથે ચોંટશે નહીં તેમજ કાઢતી વખતે તુટવાનો ભય રહેશે નહી.
* આજકાલ માઇક્રોવેવ ફ્રેન્ડલી ક્રોકરી પણ મળે છે પરંતુ અમુક મેટાલિક ડિઝાઇન ધરાવતી ક્રોકરીનો ઉપયોગ માઇક્રોવેવમાં કરવો હિતાવહનથી
* ઘણી વખત સફેદ ડીશ કે બાઉલમાં હળદરના ડાઘ પડી જાય છે તેમાં બેકિંગ સોડા નાખીને સાફ કરી શકાય છે.
* લાંબો સમય રાખીને સુકાઇ જાય એ પહેલા કાચના વાસણ સાફ કરી લેવા જોઇએ.
* ઘસવા માટે ડાર્ક સ્ક્રબિંગ કરવા કરતા થોડી વાર પાણીમાં પલાળી રાખવાથી સરળતાથી સાફ થઇ
જાય છે.
* કાચની ક્રોકરી ખરીદતી વખતે બોનચાઇના ખરીદવાનું ટાળવુ જોઇએ
* અમુક ક્રોકરી કોતરણી વાળી હોય છે તો તેમાં કચરો, ખોરાક, વગેરે ભરાઇ જવાની સંભાવના છે તેથી તેને સાફ કરવા નાનુ બ્રશ વગેરે વાપરી શકાય. કાચની નાની મોટી
બરણી, બાઉલ,
ડીનરસેટ વસાવીને
પ્લાસ્ટિક ફ્રી કીચન
બનાવી શકાય કાચને
મેનેજ કરવામાં થોડી
મુશ્કેલી રહે છે. પરંતુ જો થોડી કાળજી રાખવામાં
આવે તો આ બધી ક્રોકરી રસોડાની સુંદરતા
પણ વધારશે