ટિપ્સ ફ્રોમ હોમ

  • ટિપ્સ ફ્રોમ હોમ
  • ટિપ્સ ફ્રોમ હોમ
  • ટિપ્સ ફ્રોમ હોમ

રોજબરોજના ભોજનમાં રોટલી ભાખરી તેમજ પુરી પરોઠા રોટલી વગેરે બનાવીએ છીએ જેને હેલ્ધી બનાવવા માટે કેટલીક ટીપ્સ જોઈએ.
ક્ષ રોટલી બનાવવા માટે ઘઉંના લોટમાં ચોથા ભાગ જેટલો બાજરીનો લોટ, ચોખાનો લોટ કે પછી સોયાબીનનો લોટ નાખવાથી રોટલી સોફ્ટ અને હેલ્ધી બને છે.
 રોટલીમાં વિવિધતા લાવવા ચોખાની રોટલી ચણાનાં લોટની ભાખરી વગેરે બનાવી શકાય.  ભાખરીમા થોડો ઘઉંનો કરકરો લોટ અને ચોખાનો લોટ નાંખવાથી ભાખરી ફરસી બનશે.  રોટલીના બદલે વિવિધતા લાવવા ઓટસ, નાચણી, કે સોયાબીનના પરોઠા બનાવી લંચને રસપ્રદ બનાવી શકાય.
 નાચણીના લોટનો રોટલો પણ સ્વાદિષ્ટ લાગે છે.
 ક્યારેક તેલમાં મીઠુ, હિંગ મરચુ ધાણાજીરૂ નાખી મિક્સ કરી તેનું પુરણ રોટલીમાં ભરી મસાલા રોટલી બનાવી શકાય.
 એજ રીતે પુરીમાં વિવિધતા લાવવા ઘઉંની જેમજ બાજરાના લોટની પુરી પણ બનાવી શકાય છે.
 ક્યારેક રોટલી પરોઠામાં મલ્ટીગ્રેઈન પણ ઉપયોગ કરી શકાય.
 ઘઉંના લોટમાં પસંદગી પ્રમાણે કઠોળનો લોટ પણ ઉમેરી શકાય છે.
 રોટલીમાં કે પરોઠા ભાખરીનો લોટ દુધથી અથવા તો અડધુ દૂધ મિક્સ કરીને બાંધવાથી સોફ્ટ થાય છે.
 ક્યારેક તેલના મોણના બદલે માખણ નાંખવાથી પણ રોટલી કુણી થાય છે.