રાજકોટમાં ડિસેમ્બરમાં થશે પ્રમુખ સ્વામીજીનો અધ્યાત્મ સાક્ષાત્કાર!

 • રાજકોટમાં ડિસેમ્બરમાં થશે પ્રમુખ સ્વામીજીનો અધ્યાત્મ સાક્ષાત્કાર!
 • રાજકોટમાં ડિસેમ્બરમાં થશે પ્રમુખ સ્વામીજીનો અધ્યાત્મ સાક્ષાત્કાર!
 • રાજકોટમાં ડિસેમ્બરમાં થશે પ્રમુખ સ્વામીજીનો અધ્યાત્મ સાક્ષાત્કાર!
 • રાજકોટમાં ડિસેમ્બરમાં થશે પ્રમુખ સ્વામીજીનો અધ્યાત્મ સાક્ષાત્કાર!
 • રાજકોટમાં ડિસેમ્બરમાં થશે પ્રમુખ સ્વામીજીનો અધ્યાત્મ સાક્ષાત્કાર!
 • રાજકોટમાં ડિસેમ્બરમાં થશે પ્રમુખ સ્વામીજીનો અધ્યાત્મ સાક્ષાત્કાર!
 • રાજકોટમાં ડિસેમ્બરમાં થશે પ્રમુખ સ્વામીજીનો અધ્યાત્મ સાક્ષાત્કાર!
 • રાજકોટમાં ડિસેમ્બરમાં થશે પ્રમુખ સ્વામીજીનો અધ્યાત્મ સાક્ષાત્કાર!

 5 થી 15 ડિસેમ્બર (11 દિવસ) દેશ-વિદેશનાં લાખો હરિભક્તો કરશે અનોખી અનુભૂતિ
 વિશ્ર્વના 55 દેશોમાંથી તમામ ક્ષેત્રની નામાંકિત અને પ્રસિધ્ધ હસ્તીઓનું રાજકોટમાં મહા-મિલન માધાપર-મોરબી બાયપાસ ખાતે 500 એકર ભૂમિમાં રચાનારા સ્વામિનારાયણ નગરમાં ધર્મોત્સવ હરિ અનંત હરિ કથા અનંતા: રાજકોટના કાલાવડ રોડ સ્થિત અ.પૂ.સ્વામિનારાયણ મંદિરના કોઠારી અને પરમ ધર્મોપદેશક પૂ.અપૂર્વમૂનિ સ્વામિએ ‘ગુજરાત-મિરર’ તેમજ ‘જયહિન્દ’ દૈનિકના કાર્યાલયે પધારી રાજકોટમાં 5 થી 15 ડિસેમ્બરે માધાપર-મોરબી બાયપાસ ખાતે વિશ્ર્વવંદનીય પ.પૂ.પ્રમુખ સ્વામીજી મહારાજના 98માં જન્મોત્સવની શ્રી ભરતભાઇ શાહ તેમજ શ્રી મિહિરભાઇ શાહ (પ્રથમ તસવીર)સમક્ષ વિસ્તૃત માહિતી રજૂ કરી હતી. આ તકે પૂ. અપૂર્વ મુનિ સ્વામિજીએ શ્રી ભરતભાઇ તેમજ શ્રી મિહિરભાઇને સકારાત્મક પત્રકારિતા બદલ આશીર્વાદ આપ્યા હતા અને સ્મૃતિચિહ્ન અર્પણ કરી રાજીપો વ્યક્ત કર્યો હતો. આ તકે પૂ. સ્વામીજી સાથે શિષ્યવૃંદ પણ સાથે
રહ્યું હતું.(તસવીરો: પ્રવીણ સેદાણી) રાજકોટ તા.14
પરોપકારનાં પર્યાય એવા પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પ.પૂ.પ્રમુખ સ્વામીજી મહારાજની 98 મી જન્મજયંતી નિમિત્તે રાજકોટમાં આગામી પ થી 1પ ડિસેમ્બરે એવો ધર્મોત્સવ યોજાશે જેનાથી ન કેવળ રાજકોટની વિશિષ્ટ ધાર્મિક ઓળખ પ્રસ્થાપિત થશે બલ્કે લાખ્ખો નાગરિકો ‘હરિભક્તો’માં પરિવર્તિત થઇ જશે. 11 દિવસ ચાલનારો મહોત્સવ વાસ્તવમાં ધર્મની બેઠક પરથી સામજિક શકિતના નિર્માણનું નિમિત બનશે. દેશ-વિદેશની સર્વક્ષેત્રિય પ્રતિભાઓ, હસ્તીઓની કેન્દ્રીય ઉપસ્થિતિમાં આ દિવસો દરમિયાન અનેકવિધ સેમિનાર્સ, સાંસ્કૃતિક પ્રસ્તુતી, પ્રદર્શની, લાઇટ એન્ડ સાઉન્ડ શો, વિશ્ર્વ શાંતિ મહાયજ્ઞ અને કૂમતિ નિવાર સૂમતિ કે સંગી જેવા સધાર્મિક કાર્યક્રમોની હારમાળા યોજાશે. શહેરના માધાપર-મોરબી બાયપાસ પર આશરે પ00 એકરની વિશાળ ભૂમિમાં મહોત્સવ કાજે ભવ્ય સ્વામીનારાયણ નગર ઉભુ કરાશે. વિશ્ર્વનાં પપ થી વધુ દેશોનાં લાખ્ખો હરિભકતો તેમજ સંતોની અનુપમ ઉપસ્થિતિમાં યોજાનારો સૌરાષ્ટ્ર-કચ્છ પ્રદેશનો તાજેતરના ઇતિહાસનો આ શાયદ સૌથી વિરાટ અને સૌથી પ્રેરણાદાયી અવસર બની રહેશે, તેમ રાજકોટ સ્થિત અક્ષર પુરૂષોતમ સ્વામીનારાયણ મંદિરનાં કોઠારી અને દાર્શનીક ઉદ્દબોધક પૂજ્ય અપૂર્વમુનિ સ્વામીએ "ગુજરાત-મિરર-જયહિન્દ કાર્યાલયની પ્રત્યક્ષ મુલાકાત દરમિયાન જણાવ્યું હતું. પરીક્ષિત ભગત અને અન્ય સક્રિય યુવા શિષ્ય વૃંદ સાથે ‘ગુજરાત મિરર’ તેમજ ‘જય હિન્દ’ કાર્યાલયે પધારેલા પૂ.અપૂર્વમુનિ સ્વામીએ ડિસેમ્બરમાં યોજાનારા ભવ્યોત્સવની રૂપરેખા વર્ણવતાની સાથોસાથ કરી સુસંસ્કૃત સમાજની પરિકલ્પનાને વાસ્તવિકતામાં પલ્ટાવવા બોચાસણવાસી અ.પૂ.સ્વામીનારાયણ સંપ્રદાયના મહા અભિયાનની પણ વિસ્તૃત જાણકારી આપી હતી.
સ્વામીજીએ કહ્યું હતું કે સરકારથી માંડી સમાજ સુધારણા ક્ષેત્રે સક્રિય તમામે "નઝરિર્યાં બદલાવવાની જરૂર છે. તાજ્જા દ્રષ્ટાંત સાથે તેઓએ કહ્યું કે ઓરી કે રૂબેલાની વેક્સિનની હાલમાં ઝુંબેશ ચલાવી તે આવકાર્ય છે પરંતુ ઓરી-રૂબેલા કરતા તમ્બાકુવાળી ફાકી ખાઇને સૌરાષ્ટ્રમાં લોકો વધુ મરે છે. તેની વેક્સિન ઝુંબેશ કોણ અને કયારે શરૂ કરશે. એવી વેક્સિનની પણ શોધ કરવાની જરૂર છે જે ખેડૂતોની મગફળીમાં ધૂળ-ઢેફા ભેળવતાં અટકાવે ! અપૂર્વમુનિ સ્વામીજીએ અત્યંત દ્રવિત હૃદયે કહ્યું કે 4 વર્ષની બાળા પર બળાત્કાર થાય અને ભણેલોગણેલો દીકરો પોતાની સગ્ગી જનેતાને અગાસીએથી ધક્કો મારી મોતને ઘાટ ઉતારી દે એ પ્રકારની વકરતી જતી ધૃણાસ્પદ માનસિકતાની ‘વેકિસન’ ઝુંબેશ શરૂ કરવાની તાતી જરૂરીયાત છે અને આ પ્રકારનો ઇલાજ કે ઝુંબેશ કેવળ સધાર્મિક-સંગત કે પવિત્ર સંસ્કારોના સિંચન સિવાય અસંભવ છે. પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામીજીના આ ક્ષેત્રે અતૂલિત યોગદાનનું દિવ્ય સ્મરણ કરી પૂ.અપૂર્વમુનિ સ્વામીજીએ ઉમેર્યુ હતું કે અમારા પ્રયાસનાં કેન્દ્રમાં સંસારની સધાર્મિક ઉન્નતી છે. મંદિર એ કેવળ ધજા-આરતીનું નિમિત કે પ્રતિક નહીં બલ્કે ‘ખોળીયા’ને ‘આત્મા’ બનાવવાનું માધ્યમ છે. અમારા પ્રત્યેક મંદિરો, બાળ સંસ્કાર કેન્દ્રો, સત્સંગ સભાઓ, શિબિરો, સ્કુલો, છાત્રાલયોનું પરમ લક્ષ્ય ‘ઇન્સાનિયત’ પ્રસ્થાપિત કરવાનું છે. તેની જ ફલશ્રુતિ છે કે અમારે ત્યાં શિક્ષા મેળવનારા 1000 બાળકોએ 98000 વ્યસનીઓની મુલાકાત લઇ તેઓને વ્યસનમુક્તિના શપથ લેવડાવ્યા, 1000 બાલિકાઓ વિવિધ હોસ્પીટલોમાં જઇ દર્દી નારાયણની નિરામય-દીર્ઘાયુની પ્રાર્થના કરે છે. અમો મેડીકલ કેમ્પો યોજીએ ત્યારે ડોકટર્સની એક ફૌજ તૈયાર થાય છે. નિ:શુલ્ક સારવારથી માંડી સર્જરી કરવા માટે અમો ઘરે-ઘરે જઇ સુખી સંપન્ન લોકો પાસેથી વધારાના વસ્ત્રો સહિતની ચીજો લઇ આવી જરૂરીયાતમંદોને પહોચાડવાનું મિશન ચલાવીએ છીએ. અપૂર્વ સ્વામીએ આવા અનેક પરોપકારી કાર્યોની વિગતો સાથે કહ્યું કે ધર્મની બેઠક પરથી સામાજિક ક્રાંતિ કેવળ શાબ્દીક કે ફિલોસોફીકલી જ નહીં બલ્કે નક્કર સ્વરૂપે થવી જોઇએ અને અહેસાસ થકી થનારો સંબંધ કે સુધાર કદાપિ વ્યર્થ જતો નથી, તેમ તેઓએ ઉમેર્યુ હતું. રાજકોટમાં પૂ.પ્રમુખ સ્વામીજીની 98મી જન્મજયંતીના ઉપલક્ષ્યમાં પ થી 1પ ડિસેમ્બરે યોજાનારો મહોત્સવની થીમ પણ આવી જ રહેવાની. 11 દિવસ ચાલનારા મહોત્સવમાં પ્રતિદિન સવાર, બપોર, સાંજના સત્રમાં ડોકટર્સ, ટીચર્સ, સ્ટુડન્ટસ, અધ્યાત્મ ગુરૂઓ અને પ્રસારણ માધ્યમોની પ્રસિધ્ધ હસ્તીઓની ઉપસ્થિતિમાં પ્રેરક સેમિનાર્સ થશે. સાંસ્કૃતિક પ્રદર્શનીથી માંડી લાઇવ-પ્રસ્તુતિઓ પણ થશે. લાઇટ એન્ડ શોની મનમોહક પ્રસ્તુતિ થકી જ્ઞાન-વિજ્ઞાનના સુભગ સમન્વયની ઝાંખી દર્શાવાશે. માધાપર-મોરબી હાઇ-વે પર તૈયાર થનારા સ્વામીનારાયણ નગરનું આકર્ષણ તેના કલાત્મક પ્રવેશદ્વારથી જ શરૂ થઇ જશે. પ્રમુખ સ્વામીજીના 96માં જન્મોત્સવની કેન્દ્રીય ઉજવણી સુરત ખાતે અને 97 માં જન્મદિનની આણંદ ખાતે ઉજવણી થઇ હતી પરંતુ 98માં જન્મોત્સવની સૌરાષ્ટ્ર-કચ્છ પ્રદેશની કેન્દ્રીય ઉજવણી રાજકોટના ફાળે આવી હોઇ, રાજકોટ માટે આ ઉત્સવ થકી કાયમી યાદગાર એવા કોઇ આયોજનની પણ જાહેરાત થઇ શકે છે, જે રાજકોટને વૈશ્ર્વિક ખ્યાતિ અપાવશે ! ‘મિરર’ સમસ્ત ગુજરાતનું દર્પણ બનશે: અપૂર્વમુનિ  સકારાત્મક પત્રકારિતા, આકર્ષક લે-આઉટ્સ અને સુઘડ કલર પ્રિન્ટીંગ થકી ગુજરાત મિરરે અનોખી છાપ ઊભી કરી છે
રાજકોટ, તા.14 : ‘એકાદ વર્ષના ટૂંકા ગાળામાં ‘ગુજરાત મિરર’ સર્વવ્યાપી અને સર્વપ્રિય બન્યું તે તેના સકારાત્મક પત્રકારિત્વના દ્રષ્ટિકોણને આભારી છે. ગુજરાત મિરરે સુઘડ કલર પ્રિન્ટિંગ, આકર્ષક લે-આઉટ્સ અને ખાસ કરીને સમાજની ઉજ્જવળ ગતિ-વિધિને વધુ પ્રાધાન્ય આપવાની પહેલ કરી સાંધ્ય દૈનિકોમાં અનોખી છાપ ઉભી કરી છે. અમારા આર્શિવાદ છે કે ‘મિરર’ સમસ્ત ગુજરાતનું સકારાત્મક દર્પણ બને અને ‘જય હિન્દ’ થકી હિન્દનો જય જય કાર થાય. ‘ગુજરાત મિરરે’ એ સાબિત કર્યુ છે કે સમાજમાં શ્રેષ્ઠ વાંચન અને શ્રેષ્ઠ વિચારોને આવકાર નો સમુદ્ર બહુ મોટો છે. ‘ગુજરાત મિરરે’ તેમાં દ્રષ્ટાંતરુપ પહેલ કરી છે જે સંતો અને સમાજ સુધારકો કે સ્વસ્થ સમાજના હિમાયતીઓ માટે રાજીપો વ્યક્ત કરનારી ઘટના છે તેમ અપૂર્વ મૂનિ સ્વામીએ જણાવ્યું હતું. ‘જય હિન્દ’ પરિવાર યોગીજી મહારાજથી માંડી પ્રમુખ સ્વામીનો આત્મીય રહ્યો છે
રાજકોટ, તા.14 : પૂ.અપૂર્વ મૂનિ સ્વામીજીએ ‘જયહિન્દ’ પરિવારને યોગીજી મહારાજથી માંડી પ્રમુખ સ્વામીજીના આત્મિય પરિવાર સમો ગણાવી ‘જયહિન્દ’ના સ્થાપક પૂ.બાબુભાઇ શાહ સાથેના સંસ્મરણો વાગોળ્યા હતા. તેઓએ પૂ.બાબુભાઇ શાહને ‘પરમ સેવક’ ગણાવી જણાવ્યું હતું કે તમ્બાકુ સહિતની વ્યસનોને લગતી કોઇપણ જાહેરાતો ન છાપવાની પહેલ કરનાર તેઓ પ્રથમ અખબાર માલિક-મુદ્રક-પ્રકાશક અને તંત્રી હતા. સમાજ પ્રત્યેનું ઉત્તરદાયિત્વની એ મિશાલ ‘જયહિન્દ’ના વર્તમાન તંત્રી ભરતભાઇ શાહ અને ‘ગુજરાત મિરર’ના યુવા ધરોહર મિહિરભાઇમાં પણ જળવાઇ રહી તેનો પૂ.અપૂર્વ મૂનિએ ખરા હદ્યથી રાજીપો વ્યક્ત કર્યો હતો. પૂ. પ્રમુખ સ્વામીજી મહારાજે આ નિમિતે ભરતભાઇ શાહ સહિતના ‘જયહિન્દ’ પરિવારનું વિશેષ સન્માન કર્યુ હતું. તેની યાદ પણ પૂ. મૂનિજીએ તાજી કરી હતી. રાજકોટમાં ઇતિહાસ સર્જક મહોત્સવની આછેરી ઝલક
 માધાપર-મોરબી બાયપાસ રોડ ખાતે આયોજન
 આશરે 500 એકરમાં બનશે સ્વામિનારાયણ નગર
 કલાત્મક પ્રવેશ દ્વાર
 રસપ્રદ અને જીવન પરિવર્તક પ્રદર્શન ખંડો
 લાઇટ એન્ડ સાઉન્ડ શો
 ભારતીય સંત પરંપરાના સંત ઝરુખાઓ
 વૈદિક સ્વામિનારાયણ વિશ્ર્વ શાંતિ મહાયાગ
 પ્રેરક સાંસ્કૃતિક કાર્યક્રમો
 નિત્ય રક્તદાન, નિદાન કેમ્પ, સેમિનાર્સ
 વિશ્ર્વના 55 થી વધુ દેશોનાં હરિભક્તોની હાજરી
 દેશ-વિદેશની વિખ્યાત હસ્તીઓની ઉપસ્થિતિ
 તા.5 થી 15 ડિસેમ્બર દરમિયાન યોજાશે જન્મજયંતિ મહોત્સવ