જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ રવિવારે હોદ્ો ગ્રહણ કરશે

  • જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ રવિવારે હોદ્ો ગ્રહણ કરશે


કોંગી ધારાસભ્યો અને કાર્યકરો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેશે
જુનાગઢ, તા. 11
અંતે જુનાગઢ શહેર કોંગ્રેસના નવનિયુકત શહેર પ્રમુખ વિનુભાઈ અમીપરાનો પદગ્રહણ કાર્યક્રમ આવતી કાલે રવીવારે યોજવાનું નકકી કરવામાં આવ્યુ છે જેમાં પ્રદેશ કક્ષાના નેતાઓ અને ધારાસભ્યો ઉપસ્થિત રહેશે.
જુનાગઢ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીની સુચનાથી પ્રદેશ કોંગ્રેસ દ્વારા જુનાગઢ શહેર કોંગ્રેસ સમિતિના નવ નિયુકત થયેલ પ્રમુખ વિનુભાઈ અમીપરાનો પદ ગ્રહણ કાર્યક્રમ આવતી કાલે રવીવારે સાંજે 4 કલાકે શિવમ પાર્ટીપ્લોટ, શ્રીનાથ નગર સોસાયટી પાસે જુનાગઢ ખાતે યોજવામાં આવેલ છે. સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી અજીત બાઘેલજીની અધ્યક્ષતામાં યોજાય રહેલ અમીપરાના પદ ગ્રહણ સમારોહમાં જુનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશી, જીલ્લા કોંગ્રેસ પ્રમુખ વિસાવદરના ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયા, બાબુભાઈ વાજા, લલીતભાઈ વસોયા, મોહનભાઈ વાળા, પુંજાભાઈ વંશ, ભગવાનભાઈ બારડ ઉપરાંત જુનાગઢના કોર્પોરેટર, કોંગ્રેસની વિવિધ પાંખના હોદેદારો સહીત પૂર્વ કોંગી ધારાસભ્યો સંસદસભ્યો સહીત વિશાળ સંખ્યામાં કોંગી કાર્યકરો ઉપસ્થિત રહેશે.
(તસ્વીર: મિલન જોષી-જુનાગઢ)