વિદેશી છાત્રો માટે અમેરિકામાં પોલિસી કડક

  • વિદેશી છાત્રો માટે અમેરિકામાં પોલિસી કડક
  • વિદેશી છાત્રો માટે અમેરિકામાં પોલિસી કડક

 નિયમ તોડ્યાના
બીજા જ દિવસથી ત્યાં રહેવું ગેરકાયદે
ક્ષ અમેરિકામાં ચીન પછી સૌથી વધુ 1.86 લાખ છાત્રો ભારતનાં છે
વોશિંગ્ટન તા.11
અમેરિકાએ બીજા દેશોના વિદ્યાર્થીઓ માટે પોલિસી કડક કરી દીધી છે. નિયમો (સ્ટુડન્ટ સ્ટેટસ)નું ઉલ્લંઘન કરવાના બીજા જ દિવસે વિદ્યાર્થી અને તેમના પરિવારજનોની ત્યાં હાજરી ગેરકાયદે માનવામાં આવશે, પછી ભલે તેમની વિઝાની સમયમર્યાદા ખતમ ન થઇ હોય. નવા નિયમો 9 ઓગસ્ટથી લાગુ થઇ ગયા છે. આ પહેલા નિયમ એવો હતો કે જે દિવસે દોષ સાબિત થાય અથવા તો ઇમિગ્રન્ટ મામલાઓમાં જજનો આદેશ જાહેર થાય તે દિવસથી અમેરિકામાં નિવાસ ગેરકાયદે માનવામાં આવતો હતો.
અમેરિકામાં ચીન પછી સૌથી વધુ સંખ્યા ભારતીય વિદ્યાર્થીઓની છે. 2017ના ઓપન ડોર્સ રિપોર્ટ પ્રમાણે, ભારતના 1.86 લાખ વિદ્યાર્થીઓ અમેરિકામાં ભણી રહ્યા છે. નવી નીતિ પ્રમાણે, 180 દિવસ સુધી ગેરકાયદેસર રહેનારા લોકોની
ત્યાં ફરીથી એન્ટ્રી પર 10 વર્ષની રોક લગાવવામાં આવી શકે છે.