બહુમાળી ચોકથી બહુમાળી ચોક તિરંગા યાત્રાનો 30 કિ.મી.નો રૂટ જાહેર

  • બહુમાળી ચોકથી બહુમાળી ચોક તિરંગા યાત્રાનો 30 કિ.મી.નો રૂટ જાહેર


સ્વાતંત્ર પર્વની પૂર્વ
સંધ્યાએ
શહેરભરમાં 72
બાઈક 52 144
યુવાનો હાથમાં
તિરંગો લઈ સર્જશે
દેશભકિતનો
માહોલ
રાજકોટ, તા. 10
સ્વાતંત્ર પર્વની શાનદાર ઉજવણી માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ વર્ષે તા.14 ઓગષ્ટની સાંજે શહેરમાં પ્રથમ વખત તિરંગા યાત્રાનું આયોજન થયુ છે. આજરોજ આ યાત્રાનો રૂટ જાહેર થયો છે. બહુમાળી ભવન ખાતેથી શરૂ થઈને આ તિરંગા યાત્રા આખા શહેરમાં ભ્રમણ કરી રેસકોર્ષ મેદાનમાં પૂર્ણ થશે. રૂટમાં અને પ્રસ્થાન તથા સમાપન સ્થળે દેશભકિતનાં ગીતો, ડીજે વગેરે રંગારંગ કાર્યક્રમો પણ યોજાશે.
15મી ઓગષ્ટે શહેરમાં દેશભકિતનો માહોલ ખડો કરવા એક દિવસ અગાઉ એટલે કે તા.14મીની સાંજે શહેરમાં પ્રથમ વખત તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ છે. તિરંગા યાત્રામાં 72 બાઈક પર 144 જુવાનીયાઓ હાથમાં તિરંગો લઈ શહેર ભરમાં ફરી વળશે. યાત્રાની શરૂઆત સાંજે બહુમાળી ભવન ચોકમાં આવેલ નર્મદા ડેમની પ્રતિકૃતિથી થશે. ત્યાંથી જયુબેલી બાગ, ચોક, ત્રિકોણબાગ, યાજ્ઞીક રોડ, વિરાણી ચોક, મહિલા કોલેજ, કોટેચા ચોક, નિલકા ઢાબા, કેકેવી ચોક, જે.કે.ચોક, આકાશવાણી ચોક, ઈન્દીરા સર્કલ, 150 ફૂટ રીંગ રોડ, રૈયા ચોકડી, હનુમાન મઢી ચોક, આમ્રપાલી ફાટક, કિશાનપરા ચોક, પોલીસ હેડ કવાટર થઈને ફરી રેસકોર્ષ મેદાન ખાતે આવી પહોંચશે. બહુમાળી ભવન ચોક ખાતે તિરંગા યાત્રાનું સમાપન થશે. રૂટમાં ઠેક ઠેકાણે સલામી તથા સ્વાગતના કાર્યક્રમો યોજાશે. ઉપરાંત સમાપન તથા પ્રસ્થાન સ્થળે દેશભકિતનાં ગીતો, ડીજેની ધમાલ તથા રંગારંગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે. તિરંગા યાત્રામાં અશોક ચક્ર વગરનાં વિશાળ તિરંગાઓ હાથમાં લઈ યુવાનો શહેરભરમાં બાઈક પર નિકળી શહેરમાં તિરંગો માહોલ ઉભો કરશે.