શ્રી કચ્છ આઠ કોટિ મોટી પક્ષમાં ભકતામરના તપનું આયોજન : 110 ભાવિકો જોડાયા

  • શ્રી કચ્છ આઠ કોટિ મોટી પક્ષમાં ભકતામરના તપનું આયોજન : 110 ભાવિકો જોડાયા

શ્રી કચ્છ આઠ કોટી મોટીપક્ષના તપસ્વી રત્ન પૂ.ગુરૂદેવ ધીરજલાલજી મ.સા.ના સુશિષ્ય અને વ્યસનમુક્તિ અભિયાનના પ્રણેતા પૂ.ગુરુદેવશ્રી નરેશચંદ્રજી મ.સા. અને જીવ પ્રણેતા પૂ.ગુરુદેવશ્રી ઓજસચંદ્રજી મ.સા. આદિઠાણા - 2ની પાવન નિશ્રામાં મુલુન્ડ (વેસ્ટ) મુંબઈમાં ચાલતા 48 દિવસના તપમાં કુલ 110 ભાવિકો જોડાયા છે.
આ સ્તોત્ર પઠનએ પ્રભુની ભક્તિ છે. પણ અસાધ્ય અનેક નાના મોટા જીવલેણ દર્દો પણ આ સ્તોત્રના અખંડ પાઠથી નાબુદ થાય છે અને શારીરિક - માનસિક અનેક લાભો થાય છે. આ મણચમત્કારી આરાધનાનું મહત્વ પૂ.ગરુદેવ નરેશચંદ્રજી મ.સા. અને પૂ.ગુરુદેવશ્રી ઓજસચંદ્રજી મ.સા. પોતાની રોચક શૈલીમાં ભાવિકોને સમજાવી રહ્યા છે.
પૂ.ગુરુ ભગવંતોને ચરિત્રગ્રંથ વહોરાવવાનો મહાનલાભ કચ્છના માંડવી તાલુકાના નાના ભાડિયા ગામના વતની સંઘ પ્રમુખ ધનવંતીબેન વલ્લભજીભાઈ ગોગરી પરિવારે લીધો છે. ભકતામર સ્તોત્રના મુખ્ય અનુમોદક તરીકેનો લાભ કચ્છના મુન્દ્રા તાલુકાના બેરાજા ગામના વતની માતુશ્રી અમૃતાબેન દામજીભાઈ રામજી કકડા પરિવાર જ્યારે ભકતામર કળશ સ્થાપનાનો લાભ કચ્છના મુન્દ્રા તાલુકાના બેરાજા ગામના દેવકાબેન રામજીભાઈ કકકડ (પટેલ) પરિવાર લીધો હોવાનું વ્યસનમુક્તિ અભિયાનના મંત્રી દિનેશભાઈ શાહે જણાવ્યું હતું. અભિયાનના પ્રમુખ ડો.દિનેશભાઈ એમ જોષી અને ઉપપ્રમુખ જયેશભાઈ જી. શાહે તપસ્વીઓને શુભેચ્છા પાઠવી હતી.