શ્રી જાગનાથ સંઘમાં ‘યુવા જાગૃતિનો ઘંટનાદ’ શિબિર યોજાશે

  • શ્રી જાગનાથ સંઘમાં ‘યુવા જાગૃતિનો ઘંટનાદ’ શિબિર યોજાશે
  • શ્રી જાગનાથ સંઘમાં ‘યુવા જાગૃતિનો ઘંટનાદ’ શિબિર યોજાશે
  • શ્રી જાગનાથ સંઘમાં ‘યુવા જાગૃતિનો ઘંટનાદ’ શિબિર યોજાશે

 દર રવિવારે યોજાતી આ યુવા શિબિરમાં રવિવારે ફેમિલી, ચાઇલ્ડ અને ચેન્જ વિશે પૂજ્ય ગુરુદેવ સમજ આપશે
રાજકોટ તા.10
પરમપૂજ્ય આચાર્ય ભગવંત શ્રી યશોવિજય સૂરીશ્ર્વરજી મહારાજા આદિઠાણાની નિશ્રામાં શ્રી જાગનાથ સંઘના આંગણે ધર્મપ્રેમી જનતા માટે ધર્મભીના આયોજનો કરવામાં આવેલ છે. દરરોજ સવારે 7 થી 8 દરમિયાન જીવનને નંદનવન બનાવતા ‘શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર’ પર પ્રવચન ચાલી રહ્યું છે. પૂજ્ય ગુરુદેવના સાંનિધ્યમાં દર રવિવારે 9 થી 12 યુવા શિબિર ‘યુવા જાગૃતિનો ઘંટનાદ’નું આયોજન કરવામાં આવેલ છે. 15 થી 55 વર્ષના યુવાન-યુવતી માટે તા.12 ઓગષ્ટના ફેમિલી, ચાઇલ્ડ, ચેન્જ વિષય પર શિબિરનું આયોજન થયું છે. જેમાં ભાગ લેવા માટે શ્રી જાગનાથ જૈન સંઘ ખાતે ઓફિસમાં રજીસ્ટ્રેશન કરાવી શકાશે.
ફેમિલી
આજના કાળ બે કલંક : મા વિનાનું ઘર, ઘર વિનાની મા....
ઇંટ-સિમેંટ-રેતીથી મકાન બનાવી શકાય છે. ઘર બનાવવા માટે તો સૌજન્ય-સહિષ્ણુતા, સમભાવની જરુર પડે છે. તમારુ ઘર ખરા અર્થમાં ઘર બને તે માટેના રામબાણ ઇલાજો દર્શાવતું પ્રવચન.
ચાઇલ્ડ
સફળ ડોક્ટર બનવું, સફળ વકીલ બનવું, સફળ રાજકારણી બનવું સહેલું છે, પરંતુ સફળ માતા-પિતા બનવું બહુ અઘરું અને કપરું છે. અને એમાં સફળ બન્યા વિના સંસારની કોઇપણ સફળતા અંતે નિષ્ફળતારુપ જ નીવડે છે. સફળ માતા-પિતા બનવાની ગુરુચાવી જાણો આ પ્રવચનમાં
ચેન્જ
પરિવર્તન સમયની સાથે જરુર થતું જ રહેવાનું છે. પણ એ પરિવર્તન ઉત્કાંતિના શિખરે પહોંચાડે, પતનની ખીણમાં નહીં તે જોવાનું ઉત્તરદાયિત્વ આપણું છે. તન-મનમાં સકારાત્મક પરિવર્તનની ગેરેંટી આપતા નુસખાઓનું વિશાળ એક્ઝીબીશન જ રચાશે આ પ્રવચનમાં લટાર મારવા આવવાનું’ય ચુકતા નહીં. વધુ માહિતી માટે દિનેશભાઇ પારેખ 93741 02061 ઉપર સંપર્ક કરી શકાશે.