મહિલાઓને પોલીસ સ્ટેશનમાં ફોજદારે બેફામ માર મારતા ઘેરા પ્રત્યાઘાત: માણાવદર બંધ

  • મહિલાઓને પોલીસ સ્ટેશનમાં ફોજદારે બેફામ  માર મારતા ઘેરા પ્રત્યાઘાત: માણાવદર બંધ
  • મહિલાઓને પોલીસ સ્ટેશનમાં ફોજદારે બેફામ  માર મારતા ઘેરા પ્રત્યાઘાત: માણાવદર બંધ
  • મહિલાઓને પોલીસ સ્ટેશનમાં ફોજદારે બેફામ  માર મારતા ઘેરા પ્રત્યાઘાત: માણાવદર બંધ

જૂનાગઢ તા.10
માણાવદર પીએસઆઇએ જુગારમાં પકડાયેલ 3 મહિલાને માર મારવાના વિરોધમાં આજે માણાવદર બપોર પછી બંધ પાડ્યો છે. માણાવદરમાં પોલીસે જુગાર અંગે દરોડો પાડી બે રાજકોટની તથા 3 માણાવદરની એમ કુલ 5 મહિલાઓ સહિત 8 શખ્સોને રૂા.21 હજાર જેટલી રકમ સાથે ઝડપી લીધા બાદ આ મહિલાઓને જામીન મળી જતાં જામીન પર છૂટકારો થયો હતો. બાદમાં બીજા દિવસે માણાવદર પોલીસે પકડાયેલ મહિલાઓને પોલીસ સ્ટેશને બોલાવ્યા હતા અને મહિલાઓને માર મારવામાં આવ્યો હોવાનો 3 મહિલાઓએ આક્ષેપ કરી જૂનાગઢ હોસ્પિટલ ખાતે સારવારમાં લાવવામાં આવ્યા હતાં. અને ત્રણ મહિલાઓને માર મારવાની સાથે દીવાળીબેન લાડવાએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે, જુગારના પટમાં તો માત્ર સામાન્ય રકમ હતી પણ મારા પુત્રની સગાઇની વાત ચાલતી હોય તે માટે કબાટ અને ડબરામાં રાખેલ રુપિયા પણ ફંફોળીને કાઢી લઇ પોલીસે જુગારની રકમમાં ગણાવી હતી. માણાવદરે ત્રણ મહિલા ઉપર પોલીસે કરેલ દમનના વિરોધમાં બપોર બાદ માણાવદર બંધનું એલાન આપેલ છે અને આ પ્રશ્ને જીલ્લા પોલીસ વડા સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ આવેદન પત્રક પણ પાઠવવામા આવશે. જેમને માર મારવામાં આવ્યા છે તેના નામ દીવાળીબેન હિતેશભાઇ લાડવા, અરુણાબેન પ્રવિણભાઇ દાવડા, હંસાબેન ભરતભાઇ દાવડા.