ઓપો-વિવોનાં ગેરકાયદે હોર્ડિંગો ઉપર અંતે કોર્પોરેશનની તવાઇ

  • ઓપો-વિવોનાં ગેરકાયદે હોર્ડિંગો ઉપર અંતે કોર્પોરેશનની તવાઇ
  • ઓપો-વિવોનાં ગેરકાયદે હોર્ડિંગો ઉપર અંતે કોર્પોરેશનની તવાઇ
  • ઓપો-વિવોનાં ગેરકાયદે હોર્ડિંગો ઉપર અંતે કોર્પોરેશનની તવાઇ

 23 સ્થળેથી
સાઇન બોર્ડ, જાળી, છાપરા, બેનરના દબાણો હટાવાયા
રાજકોટ તા.10
રાજકોટ શહેરમાં છેલ્લા બે વર્ષ કરતા વધુ સમયથી ચાઇનીઝ મોબાઇલ કંપની ઓપો અને વીવોના 300 જેટલા ગેરકાયદે હોર્ડીંગ લટકાવી મહાનગરપાલીકાની તિજોરીને કરોડો રૂપિયાનો ધુંબો મારવાના કૌભાંડનો ગુજરાત મિરરે પર્દાફાશ કર્યા બાદ અંતે લાંબો સમય રાહ જોયા પછી મહાનગરપાલીકાએ ઓપો-વીવો કંપનીના ગેરકાયદેસર હોર્ડીંગો ઉપર તવાઇ ઉતારી છે અને વન-ડે-વન વોર્ડ યોજના અંતર્ગત વિવિધ સ્થળે લાગેલા બંને કંપનીના ગેરકાયદે હોર્ડીંગો તોડી પાડવામાં આવી રહ્યા છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજરોજ સતત બીજા દિવસે 150 ફૂટ રિંગ રોડ ઉપર માર્જીનના તેમજ પાર્કિંગના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં 23થી વધુ ઓટલા, છાપરાના દબાણો દૂર કરવામાં આવ્યા હતા તેમજ નારાયણનગરમાં એક સાથે બંધ કરવામાં આવેલ 5 શેરીનો રસ્તો ખુલ્લો કરાવાયો હતો.
મનપાના ટીવી વિભાગ તેમજ બાંધકામ શાખા અને જગ્યા રોકાણ વિભાગ દ્વારા વન ડે વન રોડ અંતર્ગત 150 ફૂટ રિંગ રોડ ઉપર માર્જીનમાં થયેલ ગેરકાયદેસર દબાણો ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું જેમાં દિલકશ પાન, ઓપો શાઇન બોર્ડ, પટેલ માર્કેટિંગ, ધરતી ટીવીએસ શોરૂમ, નામદેવ સ્તરો, અનમોલ રસ, પ્રમુખરાજ ટ્રાવેલ્સ, સ્ટાર મોટર, સીરામીક પ્લાઝા, દેવ એન્ટરપ્રાઇઝ, સાગર કોલ્ડ્રિંક્સ, પટેલ આર્ટ, શિવ મોબાઈલ, શિવ પ્લાસ્ટિક, ગેલકૃપા સેલ્સ એજન્સી, રોયલ હેર આર્ટ સહીત 23 સ્થળોએથી માર્જિનની જગ્યામાં તેમજ પાર્કિંગમાં થયેલા બેનરો તેમજ ઓટલા, છાપરા સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. ઉપરોક્ત કામગીરી ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ ડી સાગઠીયાની સૂચના અનુસાર વેસ્ટ ઝોનના જગ્યા રોકાણ વિભાગ, બાંધકામ વિભાગ અને સુરક્ષા વિભાગના કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી. એકસાથે 5 બંધ શેરી ખુલ્લી કરાવાઈ
વેસ્ટ ઝોનમાં ડિમોલેશનની કામગીરીની સાથોસાથ ટીપી વિભાગે સેન્ટ્રલ ઝોનમાં કાર્યવાહી હાથ ધરી નારાયણનગરમાં લોખંડના પાઇપ ખોડીને બંધ કરવામાં આવેલ શેરી નંબર 4,5,6 અને 8 ખુલ્લી કરવામાં આવી હતી ઉપરોક્ત શેરી છેલ્લા 5 વર્ષથી બંધ કરી દેવામાં આવી હતી રહેવાસીઓ દ્વારા વારંવાર ફરિયાદ કરવામાં આવતા આજરોજ ટીપી વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી.