એક જ પાર્ટીએ ખરીદી લીધું ઇન્કમટેક્સનું સોનું

  • એક જ પાર્ટીએ ખરીદી લીધું ઇન્કમટેક્સનું સોનું
  • એક જ પાર્ટીએ ખરીદી લીધું ઇન્કમટેક્સનું સોનું

2 વર્ષ જૂના કરદાતાનાં બાકી ટેક્સના બદલામાં જપ્ત થયેલ સોનાની કરાઇ હરાજી  રાજકોટ, તા.10
રેસકોર્સ રીંગ રોડ પર આવેલ ઇન્કમટેક્સ ઓફિસનો કોન્ફરન્સ હોલ આજે સવારથી જ "એકવાર....બે વાર..., છે કોઇ ..... જેવી ઘોષણાથી ગુંજતો હતો. ટાણું હતુ ઇન્કમટેક્સ દ્વારા જપ્ત કરવામાં આવેલ સોનાના 80 તોલા દાગીનાની હરાજીનો ! રાજકોટમાં 1961થી શરુ થયેલ ઇન્કમટેક્સ ઓફિસ દ્વારા ઇતિહાસમાં બીજી વખતઆજે સોનાની હરાજી થઇ હતી. હરાજીમાં રાજકોટની એક જ પાર્ટીએ તમામ એટલે કે 80 તોલા જેટલું સોનું ખરીદી લીધું હતું.
હરાજી અંગે ગુજરાત મિરરને વિગતો આપતા ટેક્સ રિક્વરી ઓફિસર-1 ટી.એન.ટીનવાલાએ કહ્યું કે, ઇન્કમટેક્સે 2005માં પાડેલા દરોડા દરમિયાન બિલ્ડર એ.બી. ઠકરારને ત્યાંથી કુલ 796.67 ગ્રામ સોનું જપ્ત કર્યુ હતું. કુલ 32 લાખની ટેક્સ ચોરી સામે આવી હતી. 12 વર્ષ જૂના કેસમાં કરદાતા ટેક્સ ભરપાઇ કરવામાં નિષ્ફળ રહેલા આજરોજ સોનાની હરાજી હાથ ધરવામાં આવી હતી.
રેસકોર્ષ રીંગ રોડ પર આવેલ આવકવેરા વિભાગની ઓફિસમાં 7માં માળે આવેલ કોન્ફરન્સ હોલમાં હરાજીમાં ભાગ લેવા મુંબઇ, જામનગર, અમદાવાદ, જૂનાગઢ, વડોદરા, વગેરે સ્થળોએથી પાર્ટીઓ આવી હતી. લીડની શરુઆત 10 ગ્રામના રૂા.27,500થી શરુ કરવામાં આવી હતી. બોલી વધતી ગઇ અને રાજકોટનાં પરિ જવેલર્સ દ્વારા રૂા.31,500ની બોલી લાગતા આગળ કોઇએ રસ નહીં દાખવતા પરિ જવેલર્સને સોનું અપાયું હતું. હરાજીમાં 80 તોલા સોનાની અવેજીમાં ઇન્કમટેક્સને રૂા.25 લાખથી વધારેની આવક થવા પામી હતી. ટેક્સ કમિશ્નર અજીત કુમારનાં માર્ગદર્શનમાં સમગ્ર હરાજી પ્રક્રિયા સંપન્ન થઇ હતી. ઇતિહાસમાં
ફક્ત બીજીવાર સોનાની હરાજી
રાજકોટમાં ઇન્કમટેક્સ ઓફિસની 1961માં શરુઆત થઇ હતી. આમ 57 વર્ષના ઇતિહાસમાં ઇન્કમટેક્સ દ્વારા હરાજી કરવામાં આવી હોય તેવી આ બીજી ઘટના છે. આ પૂર્વે 60 વેપારીઓ પાસેથી પકડાયેલ ચાંદીની ફેબ્રુઆરીમાં હરાજી કરવામાં આવી હતી. ત્યારે આજે સોનાનાં 80 તોલા દાગીનાની હરાજી સફળતા પૂર્વક સંપન્ન થઇ છે. સંજોગાવત બંને હરાજી રિક્વરી ઓફિસર ટી.એન. ટીનવાલા દ્વારા કરવામાં આવી હતી.