તહેવારો પર અંત્યોદય કાર્ડધારકોને 1 લીટર તેલ અને 1 કીલો ખાંડ વધુ અપાશે

  • તહેવારો પર અંત્યોદય કાર્ડધારકોને 1  લીટર તેલ અને 1 કીલો ખાંડ વધુ અપાશે

 જન્માષ્ટમી
પૂર્વે રાહતભાવે વિતરણ થશે
રાજકોટ તા.10
જન્માષ્ટમી અને દિવાળીનાં તહેવારો પર ગરીબ પરિવારોને રાજય સરકાર કાર્ડદીઠ વધારાનું એક લીટર તેલ અને 1 કીલો ખાંડનું રાહતભાવે વિતરણ કરવામાં આવશે. ટુંક સમયમાં જ દરેક દુકાનદારો પાસે વધારાના તેલ અને ખાંડનો જથ્થો પહોંચી જશે અને તહેવારો પૂર્વે ગરીબ પરિવારોને તેનું વિતરણ કરવામાં આવશે.
જન્માષ્ટમી અને દિવાળીના તહેવારોમાં ગરીબ પરિવારોને ઉજવણી કરવા માટે રેશનકાર્ડ ઉપર વધારાનું એક લિટર તેલ અને 1 કિલો ખાંડનું રાહતદરે વિતરણ કરવામાં આવતું હોય છે. ચાલુ વર્ષે પણ સરકારે આયોજન કર્યુ ંછે. અંત્યોદય પરિવારોને તેમના કાર્ડ ઉપર એક લિટર કપાસિયા તેલ એક લિટર રૂ.50ના ભાવે આપવામાં આવશે જ્યારે વ્યક્તિ દિઠ 350 ગ્રામ ખાંડ આપવામાં આવે છે તેના ઉપરાંત કાર્ડ દિઠ 1 કિલો વધારાની ખાંડ પણ રાહતદરે આપવામા આવનાર છે. જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા
સ્થાનિક સ્તરે દુકાનદારોને આ અંગ ટૂંક સમયમાં માલ આપી દેવાશે. જણસી દુકાનદારોને ફાળવી દેવાયા બાદ વિતરણ શરૂ કરી દેવામાં આવશે. જન્માષ્ટમી બાદ દિવાળી ઉપર પણ સરકાર દ્વારા ગરીબ પરિવારોને રાહતદરે ખાંડ-તેલનું વિતરણ કરવામા આવતું હોય છે. જન્માષ્ટમીના તહેવારો ઉપર સૌરાષ્ટ્રમાં ફરસાણ ખાવાનું વધારે ચલણ છે અને તેમાં અંત્યોદય પરિવારો માટે સરકાર તેલની યોજનાનો લાભ આપે છે.