મેંદરડામાં 11 કે.વી.નો વાયર તુટી ટ્રક પર પડતા ચાલક ક્લીનરના મોત

  • મેંદરડામાં 11 કે.વી.નો વાયર તુટી  ટ્રક પર પડતા ચાલક ક્લીનરના મોત

 વિજવાયર ટ્રક પર પડયા બાદ લાગેલી આગમાં બન્ને ભડથુ
થઈ જતા અરેરાટી
મેંદરડા/જુનાગઢ, તા. 10
મેંદરડા નજીક લોખંડ ભરેલા ટ્રકમાં પંચર કરવા ઉભો હતો અને કાળ મડરાતો હશે તેમ દોરડા સરખા કરવા ટ્રક ઉપર ચડેલ વ્યકિતને વીજ વાયર અડકી જતા ટ્રક ચાલક અને ક્લીનરને ભયંકર શોટ લાગી જતા ભડથુ થઈ જવા પામ્યા હતાં.
ગત રાત્રીને પોણા વાગ્યાના અરસામાં તાલાળાથી લોખંડનો ભંગાર ભરી જુનાગઢ આવતા એક ટ્રકમાં પંચર પડતા મેંદરડા નજીક આવેલ માકૃપા હોટલ પાસે પંચર થયેલ ટાયર બદલાવામાં આવી રહ્યુ હતું ત્યારે ટ્રક માનો એક વ્યકિત ટ્રક ઉપર ચડી નાડા સરખા કરવા જતા ઉપરથી પસાર થતી એલટી લાઈનમાં અડકી જતા ભયંકર વીજ શોક લાગવાથી ટ્રકના ડ્રાઈવર તથા કલીનર આગ શોટથી ભડથુ થઈ જવા પામ્યા હતાં.
પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર મરણજનાર રહીમ ઉર્ફે મુનો મુસા નારેજા ઉ.વ.32 તાલાળા તથા જહાગી વલી મહમદ બ્લોચ ઉ.વ.35 હોવાનું ખુલવા પામ્યુ છે. આ બંન્ને ટ્રક ચાલક અને ડ્રાઈવર તાલાળાથી ભંગાર ભરી નીકળ્યા હતાં અને હોટલ પાસે પંચરવાળુ ટાયર એક વ્યકિત બદલતો હતો જયારે ચાલક ઉપર ચડી દોરડા સરખા કરવા જતા આ અકસ્માત સર્જાયો હતો.