સૌરાષ્ટ્ર-કચ્છના ડેમોમાં 17 થી 32 ટકા પાણીની ખાધ

  • સૌરાષ્ટ્ર-કચ્છના ડેમોમાં 17 થી 32 ટકા પાણીની ખાધ

 કચ્છના 20 જળાશયોમાં 9.48 ટકા અને સૌરાષ્ટ્રના 138 ડેમોમાં 44.87 ટકા જ પાણીનો સંગ્રહ
રાજકોટ તા.10
સૌરાષ્ટ્ર કચ્છમાં ચાલુ વર્ષ અષાઢ માસ પુરો થવા આવ્યો છતા સાર્વત્રીક મેઘ મહેર નહી થતા કેટલાક તાલુકાને બાદ કરતા સૌરાષ્ટ્ર કચ્છના મોટા ભાગના તાલુકા ગામો હજી પણ કોરા કટ રહ્યા છે. તેવામાં ચાલુ વર્ષ સૌરાષ્ટ્ર કચ્છના જળાશયોમાં પણ ગત વર્ષ કરતા જળ સંગ્રહમાં ખાધ પડી છે જે હવે વરસાદ સમયસર નહી થાય તો આગામી સમયમાં જળ સકંટ ઘેરૂ બનવાથી સરકાર મુશ્કેલીમાં મુકાય તેવા પણ સંજોગો ઉભા થયા છે. રાજ્યમાં ચોમાસાની શરૂઆતથી લઈ અત્યાર સુધી સીઝનનો કુલ 53 ટકા વરસાદ
(અનુસંધાન પાના નં. 8)
પડ્યો છે. આમ છતાં ગુજરાતના જળાશયોની સ્થિતિમાં ઉનાળા કરતા કોઈ ખાસ પરિવર્તન જોવા મળ્યું નથી. રાજ્યના કુલ 203 ડેમોમાં ગત મે માસ કરતા હાલ માત્ર 2.61 ટકા જ પાણીનો વધારો થયો છે. આ પહેલા મે માસમાં 33.95 પાણી હતું, જે 9 ઓગસ્ટની સ્થિતિએ વધીને 36.56 ટકા થયું છે. જેની તુલનાએ ગત વર્ષે આજના દિવસે 59.36 ટકા પાણી હતું. આમ પાણીના જથ્થામાં કુલ 22.8 ટકાનો ઘટાડો છે. આમ રાજ્યમાં ગંભીર જળ કટોકટીને કારણે આગામી દિવસોમાં રૂપાણી સરકારનું પણ પાણી મપાઈ શકે છે.
ગુજરાતના માત્ર 12 જળાશયોમાં જ 100 ટકા કરતા વધુ પાણીનો જથ્થો છે. તેમજ 30 જળાશયોમાં 70થી 100 ટકા, 28 જળાશયોમાં 50થી 70 ટકા, 49 ડેમોમાં 25થી 50 ટકા પાણી છે. જ્યારે 84 જળાશયોમાં 25 ટકાથી ઓછું પાણી છે.
રાજ્યના 203 ડેમોમાં 36.56 ટકા અને સરદાર સરોવર ડેમમાં 39.49 ટકા જ પાણી રાજ્યના કુલ 203 જળાશયોમાં 203459 એમ.સી.એફ.ટી.(મિલિયન ક્યુબિક ફિટ) જળસંગ્રહ છે, જે કુલ સંગ્રહ શકિતના 36.56 ટકા જેટલો થાય છે. જ્યારે સરદાર સરોવર ડેમમાં 1,31,918 ખઈઋઝ જળસંગ્રહ છે જે કુલ સંગ્રહશકિતના 39.49 ટકા જેટલો થાય છે. કચ્છમાં 31.85 ટકા પાણીની ઘટ સાથે ગંભીર કટોકટી
જ્યારે કચ્છના 20 જળાશયોમાં 9.48 ટકા પાણીનો જથ્થો છે. જ્યારે ગત મે માસમાં કુલ 15.70 ટકા પાણી હતું. આમ પાણીના જથ્થામાં 6.22 ટકાનો ઘટાડો નોંધાયો છે. કચ્છમાં ગત વર્ષે આજના દિવસે 41.33 ટકા પાણીનો સંગ્રહ થયો હતો.
સૌરાષ્ટ્રમાં 17.21 ટકા પાણી ઓછું
સૌરાષ્ટ્રની વાત કરીએ તો કુલ 138 જળાશયોમા 44.87 ટકા જળનો સંગ્રહ થયો છે. જે ગત માસ માસના 21.52 ટકા કરતા 23.35 ટકા વધુ છે. પરંતુ સૌરાષ્ટ્રમાં ગત વર્ષે હાલની સ્થિતિ કરતા પાણીનો સંગ્રહ વધુ હતો. આજના દિવસે 62.08 ટકા પાણી હતું. આમ સૌરાષ્ટ્રમાં 17.21 ટકા ઓછું પાણી છે.
ડેમમાં પાણીની આવક અને જાવકની સ્થિતિ
જયારે સરદાર સરોવરમાં 3743 ક્યુસેક, વણાકબોરીમાં 6500 કયુસેક, દમણગંગામાં 2860 ક્યુસેક, કડાણામાં 1425 ક્યુસેક અને રાવલ જળાશયમાં 1119 ક્યુસેક પાણીની આવક છે. તો બીજી તરફ વણાકબોરીમાંથી 300 કયુસેક, દમણગંગામાંથી 797 ક્યુસેક અને કડાણા જળાશયમાંથી 9800 ક્યુસેક પાણીની જાવક છે.