જયંતી ભાનુશાળી પુરુષોત્તમ રૂપાલાને મુખ્યમંત્રી બનાવવા માગતા હતા

  • જયંતી ભાનુશાળી પુરુષોત્તમ રૂપાલાને મુખ્યમંત્રી બનાવવા માગતા હતા
  • જયંતી ભાનુશાળી પુરુષોત્તમ રૂપાલાને મુખ્યમંત્રી બનાવવા માગતા હતા

પોતાની સાથે 20
ધારાસભ્યો હોવાનો દાવો પણ કર્યો હતો
ક્ષ ભાજપ હાઈકમાન્ડ, મુખ્યમંત્રી અને ગૃહરાજયમંત્રી ખાસ્સા નારાજ થયા હતા
ગાંધીનગર તા,10
જયંતી ભાનુશાળી પ્રકરણમાં હવે તા 7 ઓગસ્ટના રોજ ફરિયાદ રદ કરવા અંગે ગુજરાત હાઇકોર્ટ નિર્ણય કરશે. જો કે દુષ્કર્મ કેસની ફરિયાદ તો પીરી થઈ જશે પણ તેની સાથે ભાનુશાળીનું રાજકારણ પણ હવે પૂરું થઈ ગયું હોય તેવા સંકેતો મળી રહ્યાં છે. આખી ઘટના સાથે જયંતી ભાનુશાળીના રાજકીય દુશ્મન છબીલ પટેલને કોઈ સંબંધ નહીં હોવાનો તેમનો દાવો છે પણ હાલમાં બજારમાં કઈ રીતે છબીલ પટેલે આખી ઘટનાને અંજામ આપ્યો અને જયંતી ભાનુશાળીને ઘૂંટણીયે પડી સમાધાન કરવું પડ્યું તેની અનેક ઓડિયો ક્લીપ બહાર આવી છે.
જયંતી ભાનુશાળી સામે પોલીસ ફરિયાદ નોંધાય તે પહેલા છબીલ પટેલે પોતાની પાસે કેટલો મસાલો છે તેની જાણકારી જયંતી ભાનુશાળીને પહોંચાડી હતી અને છબીલ પટેલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે જયંતી ભાનુશાળી કાયમ માટે રાજકારણ છોડી દેવા તૈયાર હોય તો સમાધાન શક્ય છે નહીંતર ભાનુશાળીની અને તેની સાથેની મહિલાઓની વીડિયો ક્લીપ જાહેર થશે અને પોલીસ કેસ પણ થશે. જો કે પહેલા ભાનુશાળીએ છબીલ પટેલની હરકતોને ઓછી આંકી હતી. બહાર આવેલી એક ઓડિયો ક્લીપમાં છબીલ પટેલ ભાજપના એક સિનિયર નેતા સાથે ટેલિફોનિક વાત કરે છે. તે આ નેતાને જાણકારી (અનુસંધાન પાના નં.8)
આપે છે કે ભાનુશાળીના મહિલા સાથે સંબંધોની જાણકારી હવે હાઇકમાન્ડ સુધી પહોંચી ગઈ છે.
હાઇકમાન્ડ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા પણ જયંતી ભાનુશાળી સામે નારાજ છે કારણ કે જયંતી ભાનુશાળી પુરૂષોત્તમ રૂપાલાને મુખ્યમંત્રી બનાવવા જોઈએ તેવી રજૂઆત દિલ્હી કરવા ગયા હતા અને ભાનુશાળીનો દાવો હતો કે તેમની પાસે 20 ધારાસભ્યો છે જેઓ રૂપાલાને મુખ્યમંત્રી બનાવવામાં આવે તેવી માગણી કરી રહ્યા છે. આ ઘટનાને કારણે અનેક ભાજપના સિનિયર નેતાઓ ભાનુશાળીથી નારાજ છે અને હવે આ પ્રકરણમાં તેઓ ભાનુશાળીને કોઈ મદદ કરવા માગતા નથી.
છબીલ પટેલ આ સિનિયર નેતા સાથેની વાતમાં સતત એવો આગ્રહ રાખે છે કે જો ભાનુશાળી રાજકારણ છોડી દેવાનું કબુલ કરે તો જ સમાધાન શક્ય છે. બીજી એક ઓડિયો ક્લીપમાં છબીલ પટેલના નજીકના એક સાથીનો દાવો છે કે હાલમાં સાબરમતી જેલમાં રહેલી મનિષા ગોસ્વામી નામની મહિલા પાસે ભાજપના 17 મોટા નેતાઓની ક્લીપ છે. અને મનિષા હવે છબીલ પટેલ સાથે સંપર્કમાં છે. છબીલ પટેલની પોતાની ક્લીપમાં પણ તેઓ મનિષાનો ઉલ્લેખ કરે છે અને કહે છે ભાનુશાળી ક્યાં સુધી મનિષાને જેલમાં રાખી શકશે. તે વહેલા મોડી તો જામીન ઉપર છૂટી બહાર આવશે. આમ છબીલ પટેલ મનિષાના સંપર્કમાં હોવાનું પણ ફલિત થાય છે.
સુરતમાં ભાનુશાળી સામે ફરિયાદ નોંધાવનાર યુવતીએ સુરત પોલીસને નિવેદન આપ્યું છે કે તેણે ગુજરાત હાઇકોર્ટ સામે કરેલું સોંગદનામુ પોતાની સ્વેચ્છાએ કરેલું છે, જેના કારણે હવે હાઇકોર્ટમાં યુવતીની સંમતિ હોવાને કારણે ભાનુશાળી સામેની ફરિયાદ રદ કરશે પણ હવે ગુજરાતના રાજકારણમાં જયંતી ભાનુશાળી અને છબીલ પટેલ વચ્ચે થયેલા સમાધાન પ્રમાણે જયંતી ભાનુશાળીએ રાજકારણને તિલાંજલી આપવી પડશે તે નક્કી છે.