સૌરાષ્ટ્રે સોમનાથમ્: તીર્થધામમાં ઘૂઘવશે શ્રાવણી આરાધના

  • સૌરાષ્ટ્રે સોમનાથમ્: તીર્થધામમાં ઘૂઘવશે શ્રાવણી આરાધના

સોમનાથ,તા.10
પ્રથમ આદિ જયોતિર્લિંગ ભગવાન શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પાવન શ્રાવણ માસની ઉજવણી શરૂ થનાર છે. શ્રાવણ મહોત્સવનો પ્રારંભ તા.12-8-2018 શ્રાવણ સુદ એકમને રવિવારના રોજ થશે. અને પૂર્ણાહુત તા.9-9-2018 શ્રાયવણ વદ અમાસને રવિવારે થશે. મહામૃત્યુંજય મંત્રજાપ યજ્ઞ, ધ્વજારોહણ, શૃંગાર દર્શન પુજા, સવાલક્ષ બિલ્વપુજા, વિશેષ પુજાવિધિમાં હજારો દેશ-વિદેશના ભાવિકો અને ભકતજનોએ ઉમળકાભેર જોડાશે. શ્રાવણ માસમાં પ્રત્યેક શ્રાવણી સોમવારે સવારે 9-15 કલાકે મંદિર પરિસરમાં શ્રી સોમનાથ દાદાની પાલખી યાત્રાનું વિશેષ આયોજન કરવામાં આવેલ છે.
શ્રાવણ માસના પ્રથમ દિને ભગવાન સોમનાથજીની પ્રાત:પુજા આરતી બાદ નુતન ધ્વજારોહણ, બિલ્વપુજાના યજમાનોને સવાલક્ષ બિલ્વપુજાનો સંકલ્પ કરાવવામાં આવશે. ટ્રસ્ટની વેબસાઈટ ૂૂૂ.તજ્ઞળક્ષતવિં.જ્ઞરલ પરથી પૂજાવિધિ ડોનેશન ગેસ્ટહાઉસ બુકીંગ સાથે લાઈવ દર્શન પણ થઈ શકશે. સોશ્યલ મીડીયાના માધ્યમથી ઈન્સ્ટાગ્રામ તવશિતળક્ષફવિંયિંયળજ્ઞહય, ટ્વીટર તવશિતજ્ઞળક્ષફવિં, ફેસબુક તવશિતજ્ઞળક્ષફવિંયિંળજ્ઞહય, ગુગલ અને એપલ સ્ટોર પર તજ્ઞળક્ષફવિં ુફિિંફ સાથે જોડાઈ ઘરબેઠા દેશ વિદેશના ભકતજનો સોમનાથ મહાદેવના વિવિધ પ્રહરના શૃંગારદર્શન, લાઈવ દર્શન, તેમજ ઈ-માળા દ્વારા ‘ૐ નમ: શિવાય’ મંત્ર જાપ પણ કરી શશે.
શ્રાવણ માસમાં દેશવિદેશથી આવતા યાત્રીઓ શાંતિપૂર્ણ દર્શન કરી શકે તેમજ કોઈ અગવડ ન પહે તેને ધ્યાને લઈ સોમનાથ મંદિરના સમયમાં શ્રાવણ માસમાં ફેરફાર કરાયો છે, રવિવાર સોમવાર શ્રાવણી તહેવારો દરમ્યાન મંદિર સવારે 4 વાગ્યે ખુલી જો જે રાનિ 10 સુધી ખુલ્લુ રહેશે. શ્રાવણના આ સિવાયના દિવસોમાં મંદિર સવારે 5-30થી રાત્રે 10 સુધી ખુલ્લુ રહેશે. શ્રાવણના આ સિવાયના દિવસોમાં મંદિર સવેર 5-30થી રાત્રે 10 સુધી ખુલ્લુ રહેશે. તા.8-9-2018, શ્રાવણ વદ ચૌદશ શનીવારના દિવસે માસીક શિવરાત્રી સબબ રાત્રીના મહાપૂજન તેમજ 12 વાગ્યે આરતી બાદ શ્રી સોમનાથ મંદિર રાત્રીના 1 વાગ્યા સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લુ રહેશે.
વિશેષમાં શ્રાવણ માસ દરમ્યાન સોમનાથ ખાતે પ્રસિધ્ધ કલાકારો ભગવાન નટરાજ સમક્ષ પોતાની સુર આરાધના પ્રસ્તુત કરશે,. આવતા યાત્રીકો આદ્યાત્મિકતા સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોનો લહાવો લઈ શકશે.
ગીતામંદિર શ્રી ગોલોકધામ તીર્થ ખાતે શ્રાવણ સુદ બીજની શ્રાવણ વદ અમાસ સુધી વિશિષ્ટ હિંડોળા દર્શનનું તેમજ શ્રીકૃષ્ણ ચરણપાદુકા પુજનનું વિશેષ ધાર્મિક આયોજન કરવામાં આવેલ છે. આ હિંડોળા દર્શન માટે ભકતજનો નિયત કરેલ ન્યોછાવર આપી યજમાન બનવાનો લાભ લઈ શકશે. તેવી જ રીતે નવનિર્મિત શ્રી રામ મંદિર ખાતે શ્રાવણના પ્રત્યેક શનિવારે રામધુનનું આયોજન વેરાવળ મહિલા મંડળ દ્વારા કરવામાં આવશે. જેનો લ્હાવો લેવા સર્વે ભકતજનોને હાર્દિક નિમંત્રણ છે.
શ્રાવણ માસ દરમ્યાન દરરોજ ભગવાન સોમનાથ મહાદેવને અલગ અલગ વિશિષ્ટ શ્રૃંગારોથી 29 જેટલા અલગ અલગ શણગાર કરવામાં આવશે. આ શ્રૃંગારના નિયત કરેલ ન્યોછાવર આપી ભકતજન યજમાન બનવાનો લાભ લઇ શકશે. શ્રાવણ માસ દરમ્યાન મહામૃત્યુંજયયજ્ઞમાં યાત્રીકો હોમ કરી લાભ લઇ શકશે.
શ્રાવણમાં કરો સોમનાથ મહાદેવને સુવર્ણનો અભિષેક શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ પ્રોજેકટ અંતર્ગત શ્રી સોમનાથ મંદીર પર 1457 કળશો નાના-મોટા પ્રકારના કળશો છે. જેમાં મોટા કળશ મુલ્ય રૂા 1.51 લાખ, મઘ્યમ કળશ મુલ્ક રૂા 1.21 લાખ, નાના કળશ મુલ્ય રૂા 1.11 લાખ છે. જેને સુવર્ણથી મઢવાની યોજના મુકવામા આવેલ છે જેનો પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન સર્વે ભકતજનોને સહભાગી થવા વિનંતી છે.
પથિકાશ્રમ ડોમ ખાતે તા.17 થી તા.19 ઓગસ્ટ દરમ્યાન ગૌ વિજ્ઞાન કથા અને સ્વાસ્થય કથા વકતા ડો. નિરંજન વર્મા ગુરુજીના વકતા સ્થાને યોજાશે. જેમાં નિ:શુલ્ક અસાઘ્યરોગો માટે પંચગવ્ય ચિકીત્સા નિદાન, પંચગવ્ય મેડીસીનનું વિતરણ, શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી આયોજન કથાના દિવસો દરમ્યાન યોજાશે. જેમાં મર્યાદિત કેસો તપાસવાના હોય વહેલા તે પહેલાના ધોરણે સંપર્ક 1 સંજય જોષી મો. 99786 14990, ર. ડો. ડી.કે.વાજા મો. 94282 14999 3. કાન્તીલાલ ગઢીયા મો. 94265 75756 4. કૌશિક સોલંકી મો. 99786 14025 ઉપર સંપર્ક કરી રજીસ્ટ્રેશન કરાવવું.
ભાવિકોની ભીડને ઘ્યાનમાં રાખી મંદીર-દર્શન, આરતી માટે વિશેષ વ્યવસ્થા ગોઠવાશે. વૃઘ્ધો અશકત યાત્રીકો, દિવ્છાંગો માટે હેલ્પડેસ્કની વ્યવસ્થા કરવમાં આવેલ છે. તેમજ ઇ-રીક્ષા, વ્હીલચેર, વ્હીલચેર આસીસ્ટનટ પણ રાખવામાં આવેલ છે. શ્રાવણ દરમ્યાન (ગૌરીકુંડ ચેકપોસ્ટ) પાકિંગથી સોમનાથ મંદીર સુધી આવવા મો વિના મૂલ્યે ઓટોરીક્ષા રાખી વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. શ્રાવણ માસના ધસારાને ઘ્યાને રાખી વિશેષ ગંગાજળ, પૂજાવિધી, પ્રસાદ, કાઉન્ટરો, કલોકરુમ, જુતાઘરની વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર શ્રાવણમાસ દરમ્યાન સ્વાગત કક્ષ શરુ કરવામાં આવશે.
સોમનાથ હરિહર પ્રસાદ સેવા કેન્દ્ર ખાતેથી ભકતોને નિ:શુલ્ક બુંદી તથા ગાંઠીયાનું વિતરણ કરવામાં આવશે. સાથેજ શ્રાવણમાં આવતા સંઘો તરફથી યાત્રીકોને પ્રસાદ તેમજ ફરાળની નિ:શુલ્ક વ્યવસ્થા ઉમી કરવામાં આવશે.શ્રાવણમાં દુર દુરથી આવતા ભકતજનો શાંતિપૂર્ણ આરામ તેમજ થાક હળવો કરી શકે, તેવા શુભઆશયથી પથીકાશ્રમ ખાતે એક વિશાળ ડોમ તૈયાર કરવામાં આવશે. નગરપાલિકા દ્વારા મોબાઇલ ટોઇલેટ મુકાશે. તેમજ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા યાત્રીકોને પીવાના પાણીની સવલત મળી રહે તે માટે પરબો શરુ કરવામાં આવશે. ગીર સોમનાથ જીલ્લા એન.સી.ડી. સેલ સરકારી હોસ્પિટલ દ્વારા વિવિધ રોગો અંગે માર્ગદર્શન તથા જાગૃતાતા માટે આરોગ્ય લક્ષી કેમ્પનું આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત સમગ્ર શ્રાવણ માસ દરમ્યાન પ્રભાસ પાટણ આરોગ્ય કેન્દ્ર ખાતે તાત્કાલીક આરોગ્ય સેવા મળી રહે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે.
સમગ્ર શ્રાવણ માસ દરમ્યાન સોમનાથ ટ્રસ્ટ નગરપાલિક તેમજ પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ ના સંયુકત ઉપક્રમે દિવસ અને રાત્રે સફાઇ થાય તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. તેમજ યાત્રીકોને પણ નમ્ર અપીલ કરવામાં આવે છે કે પવિત્ર યાત્રાધામમાં પોતાનો કચરો યોગ્ય જગ્યાએ કચરો પેટીમાં જ નાખે જેથી સ્વચ્છતા જળવાઇ રહે.
શ્રાવણ માસ દરમ્યાન સમગ્ર વ્યવસ્થા તેમજ આઘ્યાત્મિક કાર્યક્રમોનું આયોજન ટ્રસ્ટના માન. અઘ્યક્ષ શ્રી કેશુભાઇ પટેલ તથા માન. ટ્રસ્ટી સેક્રેટરી શ્રી પી.કે.લહેરીસાહેબના માર્ગદર્શન નીચે જનરલ મેનેજરશ્રી અને સમગ્ર ટ્રસ્ટ પરિવાર દ્વારા કરવામાં આવેલ છે. શ્રાવણ માસ દરમ્યાન વ્યવસ્થામાં રાખવામાં આવેલ પોલીસ કર્મીઓ એસ.આર.પી. ના જવાનો તેમજ અધિકારીઓ દ્વારા સુરક્ષા વ્યવસ્થા સારી રીતે અયોજનબઘ્ધ ગોઠવેલ છે. શ્રાવણમાસ દરમ્યાન સ્વચ્છતા, યાત્રીસુવિધા, ટ્રાફીક નિયમન વિગેરે જળવાય તેમજ દેશ પરદેશથી યાત્રીકોને શાંતિપૂર્ણ રીતે દર્શન થાય તેવી વ્યવસ્થા સ્થાનીક જીલ્લા વહીવટી તંત્રી, જીલ્લા પોલીસ તંત્ર, નગરસેવા સદનના સહયોગથી ગોઠવવામાં આવેલ છે. શ્રાવણ  સિવાયના દિવસોમાં મંદિર સવારે 5.30 વાગ્યેે ખુલશે દૈનિક કાર્યક્રમ
સમય કાર્યક્રમ
06-00 પ્રાત: મહાપુજન પ્રારંભ
07-00 પ્રાત: આરતી (07:00 થી 07:15)
8-00 થી 15-00 સવાલક્ષ બિલ્વાર્ચન
09-00 યાત્રીકો દ્વારા નોંધાયેલ રૂદ્રપાઠ ઈત્યાદિ વિધિ પ્રારંભ
11-00 મધ્યાન્હ પૂજા-મહાપૂજન- મહારૂદ્ર અભિષેક
12-00 મધ્યાન્હ મધ્યાન્હ આરતિ (12થી 12-15)
05-00 સાથે શૃંગાર દર્શન- દિપમાળા સાયંઆરતી
(07-00થી 7-20) સાયં 5થી સાયં 9 સુધી શૃંગાર
દર્શન સમય 10 રાત્રે મંદિર બંધ ધવાનો સમય