ધોનીએ અમ્પાયર પાસેથી લીધેલા બોલ મામલે કર્યો ખુલાસો

  • ધોનીએ અમ્પાયર પાસેથી લીધેલા  બોલ મામલે કર્યો ખુલાસો

 ખુલાસામાં જોવા મળશે ધોનીની દૂરંદેશી
મુંબઈ તા.10
ભારતનાં પૂર્વ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીએ ઇંગ્લેન્ડ સામેની સીરીઝની અંતિમ વનડે મેચમાં એમ્પાયર પાસેથી બોલ લઇ લીધો હતો, ત્યારબાદ તેની નિવૃત્તિની અટકળો લગાવવામાં આવી રહી હતી. જો કે ધોનીએ ખુદ આ રહસ્ય પરથી પર્દો ઉઠાવ્યો છે. તેમણે જે ખુલાસો કર્યો તેમાં ધોનીની દૂરંદેશી જોવા મળી છે.
ધોનીએ આ રહસ્યને ખોલતા કહ્યું, મે બોલ એ માટે માંગ્યો કારણ કે હું એ જોવા માંગતો હતો કે આપણે જરૂરી રિવર્સ સ્વિંગ કેમ મેળવી નથી શકતા. આગામી વર્ષે અમારે ઇંગ્લેન્ડમાં વિશ્વકપ રમવાનો છે અને અમારે એ વાતની ખાતરી કરવાની છે કે અમને જરૂરી રિવર્સ સ્વિંગ કયા કારણોસર નથી મળી રહ્યો? આગામી વર્ષે અમારે ઇંગ્લેન્ડમાં વિશ્વકપ રમવાનો છે અને અમારે એ સુનિશ્ચિત કરવાનું છે કે અમને રિવર્સ સ્વિંગ મળે; કેમ કે આ મહત્વપૂર્ણ છે. જો વિરોધીને રિવર્સ સ્વિંગ મળતી હોય તો આપણને કેમ નહીં?
ધોનીએ કહ્યું, ઇનિંગ પૂર્ણ થયા પછી આઈસીસી માટે બોલ ઉપયોગી રહેતો નથી. આ માટે મે એમ્પાયરને વિનંતી કરી કે શું હું બોલ લઇ શકુ છું? અને બોલ બોલિંગ કોચને આપી દીધો. કોહલીની પ્રશંસા કરતા ધોનીએ કહ્યું, તે ટીમને આગળ લઇને જઇ રહ્યો છે અને તમે એક નેતૃત્વકર્તાથી આ જ ઇચ્છો છો. આ માટે તેને મારી શુભેચ્છાઓ.