બલિહારી ગુરુ આપકી ગોવિંદ દિયો બતાય

  • બલિહારી  ગુરુ આપકી ગોવિંદ દિયો બતાય
  • બલિહારી  ગુરુ આપકી ગોવિંદ દિયો બતાય
  • બલિહારી  ગુરુ આપકી ગોવિંદ દિયો બતાય

પૂર્ણમાંથી પૂર્ણ કાઢી પૂર્ણ બનાવે અને પૂર્ણતા અખંડ રહે તે શકિત એટલે ગુરુ શકિત ! ગુરુ ખરેખર તો પોતાની શકિત, પ્રાપ્તિ અને પ્રકાશ શિષ્યમાં રેડીને શિષ્યને સક્ષમ અને સમકક્ષ બનાવે છે. કહેવાય છે કે પારસમણીના સ્પર્શથી લોઢુ સુવર્ણ બની જાય છે પણ ગુરુના પાવન સ્પર્શથી
શિષ્ય સુવર્ણ ન બની રહેતા પારસમણી બની જાય છે અને પછી શિષ્યના સ્પર્શમાત્રથી પણ લોઢુ સુવર્ણ બની જાય છે તેવી શકિતનું સિંચન કરી ગુરુ શિષ્યને સર્વસ્વ આપી દે છે ગુરુ માત્ર આ જીવન નહીં, મૃત્યુપર્યંત નહીં, મૃત્યુ પછી પણ શિષ્યનો સાથ છોડતા નથી અને શિષ્યનું
કલ્યાણ કરવા જન્મજન્માંતર
સુધી સહાય
કરે છે અષાઢ સુદ પુનમ એટલે ગુરુપૂર્ણિમા અષાઢી આકાશમાં પૂર્ણચંદ્ર સોળે કળાએ ખીલ્યા હોય ત્યારે શીતળતા અને પૂર્ણતાનું સંગમતીર્થ એટલે ગુરુપૂર્ણિમા. કોઇ અજાણ્યા માર્ગ પર ભુલો પડી ગયા હોઇએ અને કોઇ સાચો રસ્તો બતાવે તે રાહબર પણ આદરના અધિકારી છે તો જીવનપથ પર ડગલે ને પગલે સમેત કરી પથનિર્દેશ કરે, કોઇ ભટકાવ કે પદચ્યુત થવા ન દે અને સર્વોતમ મંઝીલ સુધી પહોચાડે તે ગુરુના જો ગુણાનુવાદ ન ગાઇએ તો કહેવાઇએ.
ગુરુ આધ્યાત્મિક માર્ગદર્શક છે જેવી રીતે આસપાસના નૈસર્ગિક જગત વિશે કે કલા-વિજ્ઞાન શીખવા અધ્યાપકની જરૂર પડે તેવી રીતે આધ્યાત્મિક માર્ગે જવા માટે આધ્યાત્મિક ભોમિયાની જરૂર પડે કે જે આ માર્ગના જાણકાર હોય, ઇશ્ર્વર સુધી જવાના રસ્તો જોવો હોય, પોતે જાણતલ હોય અને અનુભવી હોય તો જ તે શિષ્યમાં આધ્યાત્મિક શકિત સંક્રાત કરી શકે.
ગુરુ શબ્દનો અર્થ "અંધકારનો નાશ કરનાર છે અજ્ઞાન દશામાં આપણે ઇશ્ર્વર વિશે કંઇ પણ જાણતા હોતા નથી. આપણું હૃદય અંધકારથી ભરેલું હોય છે પરંતુ ગુરુ ઇશ્ર્વર વિશેની શ્રધ્ધા જગાડે છે અને ઇશ્ર્વર ભણી માર્ગ ચીંધે છે. ઇશ્ર્વર સુધી લઇ જનાર માર્ગદર્શક એટલે સદ્દગુરૂ! આવા ગુરુના ગુણગાન ગાવાનો, મહિમાગાન કરવાનો, ગુરુપૂજન કરવાનો પાવન પવિત્ર દિવસ એટલે ગુરુપૂર્ણિમાં! કેવો અનન્ય અદ્દભૂત અવસર! બલિહારી ગુરુ આપકી ગોવિંદ દિયો બતાય.
પ્રથમ તો સાચા ગુરુ મળવા જ મુશ્કેલ છે ! હળાહળ કળીયુગમાં અને અત્યંત સ્વકેન્દ્રિત સમયમાં નિ:સ્વાર્થ, સમર્થ અને સાચા ગુરુ મળવા મુશ્કેલ છે પરંતુ ચાતકનો વર્ગબિંદુ માટેનો તલસાટ જેમ મેદાને નીચે ખેંચી લાવે છે તેમ શિષ્યની તિતિક્ષા અને તાલાવેલી જ ગુરુનો મેળાપ કરાવી આપે છે.
ઝજ્ઞ કજ્ઞદય ફક્ષમ જ્ઞિં બય હજ્ઞદયમ બન્ને થિયરી પેરેલલ છે. એટલે કે પ્રેમ કરવો અને પ્રેમ પામવો બન્ને ઉત્કૃષ્ટ ભાવો સમાંતર છે. જેવી રીતે બાળકની ઇચ્છા માતાનો પ્રેમ પ્રાપ્ત કરવાની હોય, માં ની ગોદમાં ખેલવાની અને માની પ્રેમવર્ષમાં ભીંજાતા રહેવાની હોય તેમ માતા પણ પ્રેમ આપવા માટે ઉત્સુક હોય છે. તે પ્રેમ કરવા માટે જ્યારે બાળકને જુએ છે ત્યારે પોતાનો સઘળો પ્રેમ ન્યોચ્છાવર કરી દે છે. આમ જ્યારે માતા અને બાળકનું મિલન થાય છે ત્યારે પરસ્પર પ્રેમ ઉભરાય છે. પ્રેમ પામનાર બાળક અને પ્રેમવર્ષારૂપ માતા બન્ને હરખાય છે અને પ્રેમ પૂર્ણકળાએ ખીલે છે જાણે પ્રેમની પૂર્ણિમા !
વાછરડુ ગાયના આંચળમાં માથુ મારે છે ત્યારે જે પ્રમાણે ગાયને અધિક પાનો ચડે છે અને દુધની ધારા વછુટે છે તે રીતે જ્ઞાનપિપાસુ શિષ્યને જોઇને પરમજ્ઞાની ગુરુને શિષ્યની ક્ષુધા દુર કરવા જ્ઞાનના કોળીયા ભરાવવાની ખેવના થાય છે. ગુરુ આતુર હોય છે વરસવા કેવળ ઝીલનાર શિષ્ય પાત્રને ખોલી નાખે તેટલો જ અંતરાલ ! જેવી રીતે રામકૃષ્ણ પરમહંસ જેવા ગુરુ મળવા અતિ દુર્લભ છે તે રીતે આવા ગુરૂને ઝીલનાર ! ગુરુ ચિંધ્યા માર્ગે ચાલનાર વિવેકાનંદ જેવા શિષ્ય મળવા પણ મુશ્કેલ હોય છે. સમર્થ ગુરુ અને સક્ષમ શિષ્યનું મિલન એટલે ગુરુપૂર્ણિમા !
ગુરુની ગુરુતા અને શિષ્યની લઘુતા બન્ને એકમેવ અદ્વિતિય છે એટલે કે જાણતલ ગુરુ અને અહંકાર રહિત આજ્ઞાંકિત શિષ્યનું મિલન એટલે બડી લૂંટાલૂંટ.
"કૃષ્ણમ્ વંદે જગત્ગુરુ
મહાભારતના બધા જ અવસરોમાં વિશ્ર્વરૂપદર્શન કદાચ સૌથી રોમાંચક પર્વ છે ! અર્જુનને જોઇને શ્રીકૃષ્ણ ભગવાનને પોતાનાં વિશ્ર્વરૂપનું દર્શન કરાવવાનું મન થયું. ખરેખર આખીયે ગીતા શિષ્ય અર્જુનને આભારી છે. કદાચ આ ગુરુ શિષ્યનું મિલન ન થયું હોત તો જગતને પૂર્ણગ્રંથ રૂપ ગીતા પ્રાપ્ત ન થયો હોત. ભગવાને પોતાનું પૂર્ણરુપ - વિશ્ર્વરુપ કેવળ અર્જુનને બતાવ્યું. કુરૂક્ષેત્રની રણભૂમિમાં જગતગુરુ ભગવાન શ્રીકૃષ્ણે અનન્ય અર્જુનને માટે ગીતા ગાય છે અને ગુરુશિષ્યના પૂર્ણમિલનરૂપ દુર્લભ ગીતાગ્રંથ માનવજાતને પ્રાપ્ત થાય છે.
જ્ઞાનેશ્ર્વરી ગીતાના રચિયિતા જ્ઞાનેશ્ર્વર મહારાજ પણ ગુરુ નિવૃતિનાથના ગુણાનુવાદ કરતાં થાકતા નથી અને ગુરુ નિવૃતિનાથ પણ જ્ઞાનેશ્ર્વરજી પર અનરાધાર વરસે છે.
ગુરુ શિષ્યનો સંબંધ એક અનન્ય સંબંધ છે. સર્વોત્કૃષ્ટ સંબંધ છે. માતા-પિતા બાળકના જન્મથી માતા-પિતા બને છે અને પોતાના જીવન પર્યંત બાળકની ખેવના કરે છે જતન કરે છે. જ્યારે ગુરુના મળવાથી ગુરુ-શિષ્યનો સંબંધ શરૂ થાય છે અને ગ્રંથો કહે છે. ગુરુ માત્ર આ જીવન નહીં, મૃત્યુપર્યંત નહીં, મૃત્યુ પછી પણ શિષ્યનો સાથ છોડતા નથી અને શિષ્યનું કલ્યાણ કરવા જન્મજન્માંતર સુધી સહાય કરે છે.
ભગવાન શ્રીકૃષ્ણ અને અર્જુન બન્ને મામા-ફઇના ભાઇઓ છે પણ બન્ને વચ્ચે ગુરૂ શિષ્યનો સંબંધ છે. શ્રીકૃષ્ણ પરમાત્મા ભાઇ બલરામ ઉપર, બહેન સુભદ્રા ઉપર કે પટરાણી રૂક્ષ્મણીજી કરતા પણ શિષ્ય અર્જુન ઉપર ઓળઘોળ થઇ જાય છે ! કારણ કે ગુરુ જે કહે છે તે શિષ્ય રજેરજ ઝીલે છે. "કરીપ્યે વચનમ્ તવ્ એવું માત્ર અર્જુન કહે છે અને કરી બતાવે છે - જીવી બતાવે છે તેથી જ ગુરુ શિષ્યમાં પોતાનું સર્વસ્વ રેડી દે છે.
ગુરુ નિવૃતિનાથ મોટાભાઇ છે અને શિષ્ય જ્ઞાનેશ્ર્વરજી નાના ભાઇ. આ બન્ને સગા ભાઇઓ વચ્ચે ગુરુશિષ્યનો સંબંધ છે. જ્ઞાનેશ્ર્વરજીની ગુરુભકિતનું વર્ણન અદ્દભૂત છે ! જ્ઞાનેશ્ર્વરજી માટે તો
ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્ર્વર
ગુરુ સાક્ષાત પરમબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમ: છે.
તો પાનબાઇ અને ગંગાસતીનો સંબંધ પણ નિરાળો છે. ગંગાસતી એ પાનબાઇના સાસુ છે પણ બન્ને વચ્ચે સાસુ-વહુ નહીં ગુરૂ-શિષ્યનો સંબંધ છે અને એટલે જ પંડે તે બ્રહ્માંડે અને જીવનની ક્ષણભંગુરતાનું બ્રહ્મજ્ઞાન પામી ચુકેલા ગંગાસતી શિષ્ય પાનબાઇને વીજળીને ચમકારે મોતીડા પોરવતા શીખવે છે !
વીજળીને ચમકારે મોતીડા પરોવો પાનબાઇ
અચાનક અંધારા થાય જી....
પારલૌકિક ગૃહ્યજ્ઞાન અભણની લોકબોલીમાં ગાઇને ગંગાસતી પાનબાઇને સચેત કરે છે. પાનબાઇનો બેડો પાર કરાવે છે.
ભગવાન શ્રીરામને સેવક શિષ્ય હનુમાનજી માટે પક્ષપાત છે. કારણ કે બાહુબલી હનુમાનજીના હૃદયમાં સીતારામ બિરાજે છે અને છાતી ચીરીને શિષ્ય પોતાના હૃદયમાં ગુરુને ગુરુનું દર્શન કરાવે છે !
ગોંડલના આદ્યાત્મીક વિભૂતિ પૂજ્ય નાથાભાઇ જોષી કહે છે કે
ભગવત્ ઉપાસનાના દુર્ગમ્ માર્ગમાં
અનુભવી ગુરુ વિનમ્ર જિજ્ઞાસુ શિષ્યને
સરળતાથી આગળ લઇ જાય છે
પોતાના જ્ઞાનતેજથી
શિષ્યના સંશયોનું છેદન કરે છે અને
પરમગતિની પ્રાપ્તિ સુલભ
બનાવે છે !
કારણ કે ગુરુના હૃદયમાં કરુણાની ગંગાનો અખંડ પ્રવાહ વહેતો હોય છે તેમાં આપણા જેવા સંસારદગ્ધ જીવો અવગાહન કરી પોતાનો થાક ઉતારે છે અને તાપ શમાવે છે.
ગુરુ ખરેખર તો પોતાની શકિત, પ્રાપ્તિ અને પ્રકાશ શિષ્યમાં રેડીને શિષ્યને સક્ષમ અને સમકક્ષ બનાવે છે. કહેવાય છે કે પારસમણીના સ્પર્શથી લોઢુ સુવર્ણ બની જાય છે પણ ગુરુના પાવન સ્પર્શથી શિષ્ય સુવર્ણ ન બની રહેતા પારસમણી બની જાય છે અને પછી શિષ્યના સ્પર્શમાત્રથી પણ લોઢુ સુવર્ણ બની જાય છે તેવી શકિતનું સિંચન કરી ગુરુ શિષ્યને સર્વસ્વ આપી દે છે.
ભારતખંડમાં જન્મ મળવો દુર્લભ છે કારણ કે અહીં ગુરુ શિષ્યની અનોખી પરંપરા છે ! ગુરુ શિષ્યને સમગ્ર આપી ભરપુર કરે છે અને શિષ્યની પૂર્ણતા જોઇને પરીપૂર્ણ બની હરખાય છે !
પૂર્ણમાંથી પૂર્ણ કાઢી પૂર્ણ બનાવે
અને પૂર્ણતા અખંડ રહે તે શકિત એટલે ગુરુ શકિત !
આપણી પરંપરામાં ત્રણ સ્વરૂપોને પ્રધાનપણે ગુરુસ્થાને સ્થાપવામાં આવ્યા છે. તેમાં જ્ઞાનના ઉદ્દગાતા તરીકે દક્ષિણામૂર્તિ શિવ, યોગ અને સિધ્ધિના ગુરુ તરીકે ગુરુ દત્તાત્રેય અને શાસ્ત્રો પુરાણોના માર્ગદર્શક તરીકે મહર્ષિ વેદવ્યાસ ગણાય છે ! અષાઢી પૂર્ણિમાને ગુરુ પૂર્ણિમા કે વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઉજવાય છે. આપણો વૈદિક અને પૌરાણીક વારસો એ વેદવ્યાસજીને આભારી છે ! એટલે જ ગીતાનું પારાયણ કરતાં પહેલા મંગલાચરણમાં વ્યાસજીના ગુણાનુવાદ ગવાય છે.
વ્યાસાય વિષ્ણુરુપાય વ્યાસરુપાય વિષ્ણવે
નમો વે બ્રહ્મનિધયે વાસિષ્ઠાય નમો નમ: ાા
વ્યાસ સ્વરુપ ભગવાન વિષ્ણુને નમસ્કાર ! વિષ્ણુ સ્વરૂપ મહર્ષિ વ્યાસ વશિષ્ટકુળમાં ઉત્પન્ન થયા છે અને અધ્યાત્મ વિદ્યાના ભંડાર છે. તેમને વારંવાર નમસ્કાર હો.
એવું કહેવાય છે કે જે વાત મહાભારતમાં નથી તે ત્રિલોકમાં
નથી અને ‘ત્રિજગત એ વ્યાસનું ઉચ્છિષ્ટ છે !’
ગુરુ કુંભાર છે ટપાકા મારીને ગારમાટીમાંથી માટલું બનાવે, આંચ આપીને તપાવે અને ટકોરા મારીને તપાસે પછી એ માટલું ઉનાળામાં શીતળ જળ બનાવે અને અનેક તૃષાતુરોની તરસ છીપાવે.
આવા માટીમાંથી માણસની પાત્રતા ઉભી કરનાર સદ્દગુરુને યાદ કરી તેમની ભાવવંદના કરીએ. આદિગુરુ શંકરથી શરૂ કરીને અનેક નામીઅનામી આધ્યાત્મીક યુગપુરુષોએ ગુરુ બની માનવજાતને ઉર્ધ્વનો માર્ગ ચિંધ્યો છે અને જીવને શિવ સુધી અને આત્માને પરમાત્મા ભણી જવાનો રસ્તો દેખાડયો છે. આ ઝળહળતા દૈદીપ્યમાન ગુરુઓને ચરણે કોટી કોટી વંદન કરી તેમના મહિમાનું ગાન કરીએ...
ગુરુ ગોવિંદ દોનો ખડે હૈ
કિસકો લાગુ પાય ?
બલિહારી ગુરુ આપકી
ગોવિંદ દિયો બતાઇ !