છેતરપિંડીના ગુનામાં છ મહિનાથી ફરાર પોરબંદરનો શખ્સ ઝડપાયો

  • છેતરપિંડીના ગુનામાં છ મહિનાથી ફરાર પોરબંદરનો શખ્સ ઝડપાયો

પોરબંદર,તા.30
પોરબંદરના બોખીરા વિસ્તારમાં વાછરાડાડાના મંદીરની પાછળ મુરલીધર પાર્કમાં રહેતા હીતેષ લાલો પ્રવિણભાઇ રાણીંગા વિરુઘ્ધ 6 માસ પૂર્વ કીર્તીમંદીર પોલીસ સ્ટેશનમાં છેપરપીંડીનો ગુન્હો દાખલ થયેલ હોય ત્યારથી તે નાશી જતા પોરબંદરપોલીસે તેની શોધખોળ શરુ કરી હતી. તે અરસામાં આ શખ્સ રાજકોટનાં સોનીબજાર કોઠારીયાનાકા પાસે હોવાની ક્રાઇમ બ્રાંચના કુલદીપસિંહ જયદીપસિંહ, પ્રદયુમનસિંહને બાતમી મળતા પી.આઇ. ગઢવીની સુચનાથી પી.એસ.આઇ. બી.ટી. ગોહીલ સહીતના સ્ટાફે કોઠારીયા નાકે દોડી જઇ આ શખ્સની 41 (1) આઇ. મુજબ અટકાયત કરી પોરબંદર પોલીસને જાણ કરી હતી.