બબ્બે NEET અને JEE (મેઈન)ની તારીખો જાહેર

  • બબ્બે NEET અને JEE (મેઈન)ની તારીખો જાહેર

ગ્રામીણ વિદ્યાર્થીઓ માટે ઓગસ્ટથી શાળા-કોેલેજોમાં નિ:શુલ્ક ટેસ્ટ પ્રેક્ટિસ સેન્ટર્સ સિલેબસ અને પ્રશ્ર્નપત્રોનું સ્વરૂપ યથાવત: પરીક્ષા ફીમાં પણ કોઇ વધારો નહીં રાજકોટ તા,30
વર્ષ 2019થી પહેલી જ વખત જેઈઈ (મેઈન) અને નીટ એક નહીં પણ બબ્બે વખત યોજવા જઇ રહી છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ આ બન્ને પરીક્ષાના બબ્બે શેડ્યુલ ઉપરાંત યુજીસી-નેટ તેમજ સીમેટ અને જીપેટની તારીખો પણ જાહેર કરી છે.
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એન.ટી.એ.)એ કેન્દ્ર સરકારે નવેમ્બર-2017માં રચેલી સ્વાયત બોડી છે. જે ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાનો માટે પ્રવેશ પરીક્ષા યોજી રહી છે.
પરીક્ષા પ્રક્રિયામાં ગુણવતાલક્ષી પરિવર્તન લાવવા સાયન્ટિફીક ટેસ્ટ ડિઝાઈન અને રીસર્ચ પર એન.ટી.એ. દ્વારા ધ્યાન કેન્દ્રીત કરાયું છે. આ માટે સંશોધકો, આંકડાશાસ્ત્રીઓ, સાયકોમેસ્ટ્રીશિયન્સ, વિષય નિષ્ણાંતો અને આઈટમ રાઈટર્સ શોધી કાઢવામાં આવ્યા છે. જેમની સેવા લેવામાં આવશે. આઈટમ રાઈટર્સને ટેસ્ટ ડિઝાઈન મુજબના ગુણવત્તાલક્ષી પ્રશ્ર્નો જ પૂછાય એ માટે તાલીમબધ્ધ કરાશે. હાલ જોકે સિલેબસ તથા પ્રશ્ર્નપત્રનું સ્વરૂપ યથાવત રહેશે તેમ જાહેર કરાયું છે તેમજ પરીક્ષા ફી પણ હાલ જે લેવાય છે તે જ યથાવત રખાઈ છે.
વિદ્યાર્થીઓને બે તક આપવા માટે જેઈઈ (મેઈન) અને નીટ (યુજી) વર્ષમાં બે વખત લેવાશે. એક જ દિવસે એક જ વખત લેવાતી પરીક્ષાની તેમના પર સર્જાતો તનાવ આનાથી ઘટશે. બન્ને પરીક્ષામાં બેસવું જો કે ફરજીયાત નથી. બન્ને પરીક્ષા સાઈકોમેટ્રિક મેથડ અને સ્ટાન્ડર્ડાઈઝ ટેકનિકથી લેવાશે અને વિદ્યાર્થીના બે પરિણામમાંથી જે શ્રેષ્ઠ હોય તે પ્રવેશ માટે ધ્યાને લેવાશે. આ તમામ પરીક્ષા માત્ર ઓનલાઈન મોડથી જ લેવાશે, અને યુજીસી-નેટથી જ માત્ર ઓનલાઈન મોડનો પ્રારંભ થઇ જશે. મલ્ટીપલ સિટિંગ્સવાળી આ પરીક્ષામાં પરીક્ષાર્થી ઈચ્છે તે તારીખ પસંદ કરી શક્યો.
એન.ટી.એ.નો દાવો છે કે હાઈલી સિક્યોર સોફ્ટવેરને લીધે લીકેજ અને ગેરરીતીની કોઇ શક્યતા નહીં રહે અને સરળતાપૂર્વક પરીક્ષા પાર પાડશે. હાલ જે-જે ભાષાઓમાં પરીક્ષા લેવાય છે એ મુજબ જ લેવાશે.
સૌથી મહત્વની વાત એ છે કે ગ્રામીણ વિસ્તારોના વિદ્યાર્થીઓને પરીક્ષા પૂર્વે તૈયારીની તક મળી રહે એ માટે એન.ટી.એ. દ્વારા ટેસ્ટ પ્રેક્ટીસ સેન્ટરોનું નેટવર્ક ઉભું કરાશે. આ માટે કોમ્પ્યુટર સેન્ટરવાળી શાળા-કોલેજો નિયત કરીને ઓગષ્ટના ત્રીજા સપ્તાહથી ત્યાં શનિ-રવિમાં કેન્દ્ર ચાલુ રખાશે અને કોઇપણ વિદ્યાર્થી આ સેવાનો નિ:શુલ્ક ઉપયોગ કરી શકશે. પરીક્ષા તારીખ પરિણામ
UGC-NET 2/12/2018 અને 16/12/2018 જાન્યુઆરી-2019ના
અંતિમ સપ્તાહમાં
JEE (MAIN) (એ)6 થી 20 જાન્યુઆરી (2019) ફેબ્રુઆરી-2019ના પ્રથમ સપ્તાહમાં
દરમ્યાન 8 સિટિંગ્સમાંથી કોઇ એક
પસંદ કરી શકાશે
JEE (MAIN) (બી) 7 થી 21 એપ્રિલ (2019) મે-2019ના પ્રથમ સપ્તાહમાં
દરમયિાન 8 સિટિંગ્સમાંથી કોઇ
એક પસંદ કરી શકાશે
NEET (UG) (એ) 3 થી 17 ફેબ્રુઆરી (2019) માર્ચ-2019ના પ્રથમ સપ્તાહમાં
દરમિયાન 8 સિટિંગ્સમાંથી કોઇ
એક પસંદ કરી શકાશે
NEET (UG) (બી) 12 થી 26 મે (2019) જૂન-2019ના પ્રથમ સપ્તાહમાં
દરમ્યાન 8 સિટિંગ્સમાંથી કોઇ
એક પસંદ કરી શકાશે
CMAT અને GPAT 27/1/2019 ફેબ્રુઆરી (2019)ના પ્રથમ સપ્તાહમાં સીએટી 25 નવેમ્બરે ; 8 ઓગસ્ટથી ઓનલાઈન રજિસ્ટ્રેશન : પરિણામ જાન્યુઆરીના બીજા સપ્તાહમાં
રવિવાર દેશમાં આવેલી 20 જેટલી આઈઆઈએમ અને ટોપ બિઝનેસ સ્કૂલોમાં પ્રવેશ માટેની કોમન એડમિશન ટેસ્ટ (કેટ)ની પરીક્ષા માટેની જાહેરાત કરી દેવાઈ છે.જે મુજબ 25 નવેમ્બરે દેશભરમાં કોમ્પ્યુટર મોડમાં કેટ લેવાશે.જે માટે 8મી ઓગસ્ટથી ઓનલાઈન રજિસ્ટ્રેશન થશે. દેશમાં અમદાવાદ,કોલકાતા,બેંગલોર સહિત 20 શહેરોમાં ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ મેનેજમેન્ટ (આઈઆઈએમ)આવેલી છે.આ તમામ આઈઆઈએમ સહિતની દેશની ટોપ બિઝનેસ સ્કૂલોમાં એમબીએના કોર્સમાં પ્રવેશ માટે દર વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં કેટ લેવામા આવે છે. 2019-20ના વર્ષમાં પ્રવેશ માટેની આ વર્ષની કેટની જાહેરાત કરવામા આવી છે.જે મુજબ 25 નવેમ્બરે કેટ લેવાશે અને જે માટે 8મી ઓગસ્ટથી 19 સપ્ટેમ્બર સુધી ઓનલાઈન રજિસ્ટ્રેશન થશે.આ વર્ષે રજિસ્ટ્રેશન માટે થોડા દિવસો વધુ અપાયા છે.ગત વર્ષે રજિસ્ટ્રેશનની મુદ્દત વધારવા છતાં 2.31 લાખ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યુ હતુ અને જેમાંથી 1.99 લાખ વિદ્યાર્થીએ કેટ આપી હતી. દર વર્ષે જુદી જુદી આઈઆઈએમ દ્વારા કેટ લેવમા આવે છે ત્યારે આ વર્ષે આઈઆઈએમ કલકોતા દ્વારા કેટ લેવામા આવશે.દેશના 147 શહેરોમાં 25મી નવેમ્બરે સવારે અને બપોરે બે સેશનમાં પરીક્ષા લેવાશે. રજિસ્ટ્રેશન બાદ 24 ઓક્ટોબરથી 25 નવેમ્બર સુધી વિદ્યાર્થીઓ એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકશે અને જાન્યુઆરીના બીજા સપ્તાહમાં પરિણામ જાહેર કરાશે.