10 મૃતકોની સામૂહિક અંતિમયાત્રા: ભચાઉ-માનકૂવા હિબકે ચઢ્યાં

  • 10 મૃતકોની સામૂહિક અંતિમયાત્રા: ભચાઉ-માનકૂવા હિબકે ચઢ્યાં
  • 10 મૃતકોની સામૂહિક અંતિમયાત્રા: ભચાઉ-માનકૂવા હિબકે ચઢ્યાં

કચ્છના રાપર નજીક અકસ્માતમાં ચાર અને ભુજના દેશલપર પાસે છ વ્યકિતનાં મોતથી અરેરાટી ભુજ, તા.6
કચ્છ માટે ગઇકાલનો દિવસ ભારે અપશુકનિયાળ રહ્યો હોય તેમ બે માર્ગ અસ્કમાતમાં કુલ 10 વ્યકિતએ જીવ ગુમાવ્યા હતા. ભુજના દેશલલપર પાસે ટ્રક છકડો અથડાતા 6 શ્રમિક અને રાપરના આડેસર નજીક ટ્રેલરની પાછળ આઇશર અથડાઇ જતા ચાર વ્યકિતના મોત નિપજ્યા હતાં. માનકુંવા ખાતે એક સાથે છ અને ભચાઉમાં ચાર મૃતકોની અંતિમયાત્રા સમયે અશ્રુસાગર ઉમટ્યો હતો.
ન જાણ્યું જાનકી નાથે કે સવારુ શું થવાનુ: છે? આજરોજ રવિવારનો રજા મજાનો દિવસ પણ કચ્છને માટે ગોઝારો સાબીત થવા પામી ગયો છે. રવિવારના દિવસે કચ્છના રસ્તાઓ રકતરંજીત બન્યા છે બે અકસ્માતમાં 10ના મોત નિપજયા હતા.
ભુજ તાલુકાના સામત્રા દેશલપર માર્ગે ટ્રક અને છકડા વચ્ચે આજે સવારે કરુણ અકસ્માત થતાં 6 વ્યકિતઓના મોત થયા હોવાના અહેવાલો પ્રાપ્ત થવા પામી રહ્યા છે.
આ બાબતે જાણવા મળતી વધુ વિગતો અનુસાર અને પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ગોઝારા અકસ્માતનો બનાવ આજે સવારે બનવા પામ્યો હતો. ટ્રક નંબર જી જે 1ર એયુ 9109 તથા છકડા નંબ જીજે 01 ડીએકસ 2492 વચ્ચે અકસ્માત સર્જાયો હતો. માતેલાસાડઢની માફક દોડતી ટ્રક છકડા ઉપર ફરી વળતા છકડામાં સવાર તમામ વ્યકિતઓને ગંભીર પ્રકારની ઇજાઓ થવા પામી હતી જેમાં ત્રણ વ્યકિતઓના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત થયા હતા. જયારે અન્ય ગંભીર રીતે ઘવાયેલાઓને તાકીદની સારવાર માટે તે માટે ભુજ જી કે ખસેડાયા હતા જયાં સારવા નસીબ નીવડે તે વ્યકિતઓએ દમ તોડી દીધો હતો.
બનાવની જાણ થતાં માનકુવા પીઆઇ વી.એસ. ચંપાવત કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને અકસ્માત બાદ ટ્રાફીક થતા અકસ્માત ગ્રસ્ત વાહનોને દુર કરી ટ્રાફીક વ્યવસ્થા નિયંત્રણ કરી હતી. મૃતકના આંક બાબતે પીઆઇ ચપાવતનો સંપર્ક સાધતા તેઓએ જણાવેલ કે અકસ્માતમાં ત્રણ વ્યકિતઓ ઘટના સ્થળે મૃત્યુ પામ્યા હતા જયારે અન્ય ત્રણ હોસ્ટિપલમાં સારવાર દરમ્યાન મરણ જતાં કુલ છના મોત થયાનું જણાવેલ હતું. અને મૃતકો મજુરો હોવાનું શ્રી ચંપાવતે જણાવ.ું હતું.
રાપર તાલુકાના બામપસર- આડેસર વચ્ચે આઇસર ટેમ્પો પાછળ પોલીસ બસ ભટકાતા ચાર વ્યકિતઓના મોત નિપજયા હતા. જયારે 30 જેટલા વ્યકિતઓ ઘવાયા હતા. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર ગોઝારા અકસ્માતનો બનાવ રાત્રીના દોઢેક વાગ્યાના આરસામાં બનવા પામ્યો હતો. મુળ ટપુરુપુર તા. ભાભોર જીલ્લા બજાસકાંઠા હાલે સર્વોદય સોસાયટી ભચાઉ રહેતા રબારી પરિવાર લૌકિકક્રિયા માટે ભચાઉથી ભાભોર તરફ આઇસર ટેમ્પો નં. જીજે 1ર બીવી 7016માં જતો હતો ત્યારે બામણસર અને આડેસર પોલીસ ચેક પોસ્ટ વચ્ચે આગળ જઇ રહેલા અજાણ્યા ટ્રેઇલરના ચાલકે અચાનક બ્રેક મારતા ટ્રેઇલરના ઠાઠામાં આઇસર ભટકાઇ ગયું હતું.
બરાબર આજ સમયે ભુજ જેઆઇસીમાં રહેલા 14 પાક બંદીવાનોને વાઘા બોર્ડર ડીપોર્ટ કરવા જઇ રહેલી પોલીસની જીજે 1ર જી 1441 નંબરની બસ ટેમ્પોના ઠાઠામાં ભટકાઇ જતા ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં ટેમ્પોમાં સવાર મોતીભાઇ કાનાભાઇ રબારી (ઉ.વ.30) તથા સકતાભાઇ નારણભાઇ રબારી (ઉ.વ.પ4) બન્ને સર્વોદય સોસાયટી ભચાઉને ગંભીર ઇજાઓ થતા ઘટના સ્થળે મોત આંબી ગયા હતા. ટેમ્પોમાં રબારી પરીવારના 45 સભ્યો ભચાઉથી લૌકિકક્રિયામાં જવા નીકળ્યા હતા. જે પૈકી ગંભીર રીતે ઘવાયેલાઓને રાધનપુર-સાંતલપુરની હોસ્પિટલમાં 108 દ્વારા ખસેડાયા હતા. જેમાં રાધનપુરની હોસ્પિટલમાં વસ્તાભાઇ મેવાભાઇ રબારી (ઉ.વ.4પ) (રહે. મુળ બંધવડ હાલ ભચાઉ) નું મોત થયું હતું. જયારે સાંતલપુર હોસ્પિટલમાં સરતાનભાઇ કમાભાઇ રબારીએ દમ તોડી દીધો હતો.
આમ અકસ્માતમાં મૃત્યુ આંક ચાર થયો હતો. જયારે પોલીસ જીપના ડ્રાઇવર અરવિંદ પુરોહિત તથા બંદીવાનોના જપ્તામાં રહેલા અન્ય ત્રણ પોલીસ કર્મચારીઓ સહીત ચારને ઓછી વતી ઇજાઓ થઇ હતી. દેશલપર અકસ્માતના છ મૃતકો
(1) મુસ્તાક મુસા ચાકી (ઉ.વ.3ર) રહે. માનકુવા
(ર) રિયાઝ જુમા ચાકી (ઉ.વ.16) રહે. માનકુવા
(3) રૂષીપાલ સોનપાલ રાજપુત (ઉ.વ.27) રહે. યુપી
(4) કાન્તીભાઇ નટવર પટેલ (ઉ.વ.3પ) રહે. માનકુવા
(પ) જમનાદાસ મેવારામ રાજપુત (ઉ.વ.3પ) રહે. માનકુવા
(6) અનોપલાલ ધુનીરામ રાજપુત (ઉ.વ.1પ) રહે. માનકુવા
ઇજાગ્રસ્તોની નામાવલી
(1) ઉદયગીરી રાજાસ્વરુપ (ઉ.વ.ર8) રહે. માનકુવા
(ર) ગ્રિબપાલ કુમારપાલ રાજપુત (ઉ.વ.18) રહે. માનકુવા
(3) સુરજપાલ રાજપાલ રાજપુત (ઉ.વ.રર) રહે. માનકુવા
રાપર અકસ્માતના મૃતક
(1) મોતીભાઇ કાનાભાઇ રબારી (ઉ.વ.30) રહે. ભચાઉ
(ર) સકતાભાઇ નારણભાઇ રબારી (ઉ.વ.6પ) રહે. ભચાઉ
(3) વસતાભાઇ મેવાભાઇ રબારી (ઉ.વ.4પ) રહે. ભચાઉ
(4) સરતાનભાઇ કમાભાઇ રબારી, રહે. ભચાઉ
પાકિસ્તાનીઓને
મુકવા જતા’તા
બામણસર અને આડેસર વચ્ચે ગોઝારા અકસ્માતમાં ચાર વ્યકિતઓના મોત થયા હતા. પશ્ર્ચીમ કચ્છ પોલીસ જીલ્લાના મુખ્યમથક ભુજ ખાતે જેઆઇસીમાં રહેલા 14 પાક. બંદીવાનોને મુકત કરવા ભારત સરકાર દ્વારા આદેશ કરાતા પોલીસ જાપ્તા હેઠળ પોલીસ બસ દ્વારા ભુજથી વાઘા બોર્ડર જવા રવાના કરાયા હતા અને રાત્રીના સમયે અકસ્માત થતા જીપના ચાલક સહીત ચાર પોલીસ કર્મચારીઓને ઇજાઓ થઇ હતી. અકસ્માતના બનાવની જાણ થતાં પશ્ર્ચિમ કચ્છ એસપી એમ.એસ. ભરાડાએ બંદીવાનોને વાધા બોર્ડર મુકવા માટે ભુજથી તાબડતોબ અન્ય પોલીસ બસને રવાના કરી હતી અને 14 પાક. બંદીવાનોને આડેસરથી સહી સલામત રવાના કરી દીધા હતા.