સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સિન્ડિકેટની બેઠક યોજાઈ પરીક્ષા વિભાગની કામગીરી કડક બનશે ઉતરવાહીની તપાસમાં ગેરહાજરને દંડ થશે

  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સિન્ડિકેટની બેઠક યોજાઈ પરીક્ષા વિભાગની કામગીરી કડક બનશે ઉતરવાહીની તપાસમાં ગેરહાજરને દંડ થશે

રાજકોટ, તા. 2
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ગઈકાલે કાર્યકારી કુલપતિની અધ્યક્ષતામાં મિટીંગ મળી હતી. તાજેતરમાં રચવામાં આવેલી અલગ અલગ સમિતિમાં અન્યાય થયો હોવાના મુદ્દે તડાપડી બોલી હતી તેમજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 150 મી જન્મ જયંતીની ઉજવણી નિમિતે યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજોમાં રિચર્ડ એટનબરોની ‘ગાંધી’ ફિલ્મ દેખાડવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. તેમજ ગાંધીજીની જન્મ જયંતિ નિમિતે સદગુરૂદેવ, નમ્રમુની મહારાજ, રમેશભાઈ ઓઝાને ઉચ્ચ શિક્ષણમાં મોરલ વેલ્યુબેઝ એજયુકેશન માટે માર્ગદર્શન અર્થ બોલાવવા માટે સિન્ડીકેટ સભ્ય મેહુલ રૂપાણી અને ડો.વિજય દેશાણીની કમિટીની રચના કરાઈ હતી. તેમજ ‘ગાંધી મારી દ્રષ્ટિએ’ વિષય પર નિબંધ સ્પર્ધા અને 2જી ઓકટોબરને ખાદી દિવસ યુનિવર્સિટી કેમ્પસ ખાતે ઉજવવા નિર્ણય કરાયો હતો. તેમજ પરીક્ષા રીફોર્મ અંગે કડક કાર્યવાહી કરવામાં આવશે.
એમ.ફીલ અને પીએચડી કોર્ષવર્કના કોમન અભ્યાસક્રમો યુજીસી રેગ્યુલેશન 2016 મુજબ તૈયાર કરવા એમ.ફીલ.ના ડેઝર્ટેશનના વાયરા ચેસ માટે અવારનવાર બાહ્ય પરીક્ષાની કામગીરી માટે પીએચડીના બ્રાહ્ય પરીક્ષકને ચૂકવવા આવતા ટીએડીએ તથા માનદ વેતન મુજબ ચુકવવા અંગે ડીન, વિજ્ઞાન વિદ્યાશાખા ઓર્ડીનન્સના જરૂરી સુધારા કરવા, ભવનોમાં કરાર મુજબ આસી. પ્રોફેસરની નીમણુંક, પંડીત નથુલાલ વ્યાસ કોલેજ ઓફ સાયન્સ, મેનેજમેન્ટ, આઈટીએન્ડ કોમર્સ, વઢવાણમાં ફિઝિયોથેરાપીનો અભ્યાસ બંધ કરવા નિર્ણય કરાયો હતો. આ ઉપરાંત હરિવંદનામાં ચાલતા એમએસસીના અભ્યાસક્રમમાં 10 સીટો વધારવાની દરખાસ્ત સંદર્ભ કોલેજોની સુવિધાને ધ્યાને લઈ કુલપતિને સતા આપવા ઠરાવાયુ હતું.