PCOS-પોલિસિસ્ટીક ઓવેરિયન સિન્ડ્રોમ કારણ અને આયુર્વેદિક ચિકિત્સાસ્ત્ર

  • PCOS-પોલિસિસ્ટીક ઓવેરિયન સિન્ડ્રોમ  કારણ અને આયુર્વેદિક ચિકિત્સાસ્ત્ર
  • PCOS-પોલિસિસ્ટીક ઓવેરિયન સિન્ડ્રોમ  કારણ અને આયુર્વેદિક ચિકિત્સાસ્ત્ર

સમાજમાં બદલાતાં ખાન-પાન, જીવનશૈલી અને વૈચારિક પ્રદૂષણને કારણે વધતાં જતાં તણાવની અસર સ્ત્રી સ્વાસ્થ્ય પર પણ ખૂબ જ વિપરીત થાય છે. સ્ત્રીઓની સંવેદનશીલતા વધુ હોય છે જેથી ભાવનાત્મક (લાગણીને સંબંધિત) અસંતુલનનો ભોગ ઝડપથી બને છે. હાયર સેક્ધડરીથી લઈને કોલેજમાં ભણતી યુવતીઓ, વર્કિંગ વુમન્સ કે આધેડ વયની ગૃહિણીઓમાં વધતી જતી સમસ્યા છે : ઙઈઘજ - ઙજ્ઞહુભુતશિંભ ઘદફશિફક્ષ જુક્ષમજ્ઞિળય (પોલિસિસ્ટીક ઓવેરિયન સિન્ડ્રોમ) જોવા મળે છે. આવું જ નિદાન અને સોનોગ્રાફી સાથે મિતાલી આયુર્વેદિક ઉપચાર કરાવવા આવેલ. લક્ષણો સ્પષ્ટ હતાં :
* અનિયમિત માસિક
* વધતું વજન
* બ્લડ સુગર લેવલ વધવું
* દાઢી પર વાળ ઉગવા
* માનસિક ચીડિયાપણું
લગ્નના થોડાં વર્ષો પછી જ્યારે મિતાલી અને તેનાં પતિએ બાળક માટે તૈયારી શરૂ કરી અને નિષ્ફળતા મળી એટલે આ કારણ સામે આવ્યું.
મિતાલીને સમજાવ્યું કે આ કોઈ એક રોગ નથી પણ લક્ષણોનો સમૂહ છે. ઙઈઘજ મુખ્યત્વે સ્ત્રીઓની યિાજ્ઞિમીભશિંદય ફલય (બાળકો પેદા કરવાની ઉંમર)માં વધુ જોવા મળે છે જે સ્ત્રી વંધ્યત્વ માટેનું એક કારણ પણ છે. ઘદફશિયત (સ્ત્રીબીજ ગ્રંથિઓ), અમયિક્ષફહ લહફક્ષમત (એડરીનલ ગ્રંથિઓ), પેનક્રિયાસ અને પિટ્યુટરી ગ્રંથિ આ સિન્ડ્રોમમાં અસરગ્રસ્ત હોય છે. ઓવરીઝ (સ્ત્રીબીજ ગ્રંથિઓ) દ્વારા એન્ડ્રોજન (પુરુષ હોર્મોન)નો વધુ સ્રાવ થાય છે જે ઓવેરિયન ફોલિકલ્સ (જે થઈને સ્ત્રીબીજ - ઓવમ) બને છે તેને મેચ્યોર (યોગ્યરૂપથી વિકસિત) થઈ બહાર નીકળવા નથી દેતું. આ કારણે યોગ્ય સ્ત્રીબીજના અભાવે ગર્ભાધાનમાં પણ અડચણ આવે છે. મિતાલીને આટલું જાણ્યા પછી તેની તનાવપૂર્ણ અને અનિયમિત જીવનશૈલી અને અપૂરતાં પોષણવાળી આહારશૈલી બદલવાની જરૂર લાગી. તેને માહિતી આપી કે આયુર્વેદિક ઉપચાર હોર્મોન્સનું સંતુલન, સ્થૂળતા ઘટાડવા અને ઇન્સ્યુલિન રેસિસ્ટન્સ ઘટાડવા પર કામ કરશે.
આયુર્વેદ અનુસાર મુખ્યરૂપથી વાયુ દૂષિત થઈ માંસ, રક્ત અને મેદને દૂષિત કરી કફ સાથે સંયુક્ત થઈને ગ્રંથિ પેદા કરે છે.
ઙઈઘજ - આયુર્વેદિક ટ્રીટમેન્ટ:
આયુર્વેદ અનુસાર આમદોષ અને અગ્નિમાંદ્ય ચિકિત્સા, કોષ્ઠ શુદ્ધિ, સ્ત્રોતોરોધ ઉપચાર અને અપાનવાયુનું નિયમન આવશ્યક છે.
આ માટે રોગ અને રોગની અવસ્થા અનુસાર સૌપ્રથમ વમન, વિરેચન, બસ્તિ, નસ્ય, શિરોધારા, ઉદ્દવર્તન જેવાં પંચકર્મથી સમયાંતરે વારંવાર શુદ્ધિકરણ કરાવતાં રહેવું જોઈએ.
હરડે, પિપ્પલી, વરુણ, બલા, ગળો, પુનરનવા, અગ્નિમંથ, સૂંઠ વગેરે ઔષધિઓ અને તેનાં ઔષધયોગો ઙઈઘજમાં સારું પરિણામ આપે છે.
ઙઈઘજમાં આ આહાર ન લેવો :
* બટેટા, દૂધ, દૂધની બનાવટ, કેન્ડી, સફેદ ચોખા, કેક, મફીન્સ, સોલ્ટી ડ્રાયફ્રુટસ, સોયાબીનની વસ્તુઓ
* સફેદ ખાંડ અને ખાંડની બનેલી પ્રત્યેક વસ્તુ
* ચા, કોફી પણ ન લેવાં કે ખૂબ ઓછાં લેવાં, તેમાં ખાંડ બિલ્કુલ ન નાંખવી
* ભોજનમાં નમકનું પ્રમાણ ઘટાડવું
* નોનવેજ, તેલવાળું ભોજન, મિઠાઈ ન લેવી
ઙઈઘજમાં ઉપયોગી આહાર :
* લીલાં શાકભાજી, બીટ, કઠોળ, પાલક, સંતરા, શીંગદાણા, દેશી મકાઈ
* અખરોટ, બદામ, સૂકોમેવો
* દેશી ગાયનું શુદ્ધ ઘી (યોગ્ય માત્રામાં)
* મલાઈ વગરની મોળી તાજી છાશ
ઙઈઘજમાં લાઇફસ્ટાઇલ ટિપ્સ:
* નિયમિત યોગાભ્યાસ યોગ્ય પ્રશિક્ષકની સલાહ લઈને અવશ્ય કરવો.
* નૃત્ય/આઉટડોર ગેમ્સ/ હળવી કસરત/ ચાલવાનું રોજ અર્ધો કલાક રાખવું.
* નિશ્ચિત સમયે નાસ્તો અને ભોજન કરવું.
* રાત્રે દસ વાગ્યે ઊંઘી જવું, રાત્રે ઉજાગરા કે દિવસની ઊંઘ ન કરવી.
ધ્યાનયોગ ચિકિત્સા :
ઙઈઘજમાં યોગશાસ્ત્રના યમ-નિયમનું પાલન, આસનો - સર્વાંગાસન, મત્સ્યાસન, શવાસન તથા પ્રાણાયામ - કપાલભાતિ, વગેરે ચોક્કસ લાભકારક નીવડી શકે છે.
(ઉપરોક્ત ઉપચાર અને ઔષધિ કે યોગથેરાપીનો પ્રયોગ
આયુર્વેદ-યોગ નિષ્ણાંતની સલાહ બાદ જ કરવો)