સામખિયાળી પાસેથી 43 લાખનો દારૂ ઝડપાયો

  • સામખિયાળી પાસેથી 43 લાખનો દારૂ ઝડપાયો

ક્ષ 882 પેટીનો જથ્થો કચ્છમાં ઘૂસાડાય તે પૂર્વે રેન્જ આઈ.જી.ની ટીમ ત્રાટકી: રાજસ્થાનથી માલ આવતો’તો
સુરેન્દ્રનગર તા. 1
પાટડી નજીકથી 22 લાખનો વિદેશી દારૂ પકડાયાની કલાકોમાં જ રાજસ્થાનથી કચ્છમાં ઘૂસાડવામાં આવતા 43 લાખના વિદેશી દારૂ સાથે પોલીસે બે શખ્સોની ઘરપકડ કરી છે.
કચ્છ બોર્ડર રેન્જ પોલીસની આરઆર સેલની ટીમ દ્વારા રાજસ્થાન થી કચ્છમા ઘુસાડાઈ રહેલ ઈંગ્લીશ દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. બોર્ડર રેન્જ પોલીસની સત્તાવાર યાદી પ્રમાણે સામખીયાળી ટોલગેટ પાસે પૂર્વ બાતમીના આધારે રાજસ્થાન પાસીંગ ના ટ્રેઇલરની તલાશી લેતા તેમાં કુલ 882 પેટી, 10584 ઇંગ્લીશ દારૂ કિંમત છ 43 લાખ 23 હજાર 600 મળી આવ્યો હતો.
પોલીસે દારૂ ની સાથે 24 હજાર રોકડા, 3 મોબાઈલ અને 15 લાખ ના ટ્રેઇલર સહિત કુલ છ 58 લાખ 50 હજાર 700 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તેની સાથે 2 શખ્સો દીપારામ તગારામ જાટ અને ભીયારામ હનુમાનરામ જાટ બન્ને રહેવાસી સારલા, તા. સેડવા જિ. બાડમેર ની ધરપકડ કરી છે. ઇંગ્લીશ દારૂનો આ જથ્થો સાંચોર રાજસ્થાન ના રાકેશ રાઠી અને દિલ્હીના રાજેશ ચૌધરી નો હોવાનું ખુલ્યું છે.
આ કામગીરી આરઆર સેલના પીએસઆઇ એ. એસ. રબારી, અને પોલીસ સ્ટાફના કિરીટસિંહ ઝાલા, નરપતસિંહ સોલંકી, જગદીશસિંહ સરવૈયા અને મજીદ સમા એ પાર પાડી હતી. વધુ તપાસ સામખીયાળી પોલીસ કરી રહી છે.