ગોરમા ગોરમા રે કંથ દેજો કહ્યાગરાં

  • ગોરમા ગોરમા રે કંથ દેજો કહ્યાગરાં
  • ગોરમા ગોરમા રે કંથ દેજો કહ્યાગરાં

જીવનમાં આવતા કડવા સંજોગો અને ફીક્કા પ્રસંગોથી
ડરી જવાને બદલે જયારે આપણે તેને ભેટીને સ્વીકારીએ છીએ ત્યારે કપરો કાળ પણ મહાત
થઇ જાય છે અમેરીકામાં રહેતી મારી એક બહેનપણીએ જણાવ્યું કે અમારા ઘરે પાર્ટી છે... ‘અવસર’ કયો છે? તો કહે, ’જૂયયિં જશડ્ઢયિંયક્ષ ઈયહયબફિશિંજ્ઞક્ષ!’ મારી છોકરીને સોળમું બેઠું’ અરે વાહ! સોળ વર્ષનો મહિમા અપરંપાર.. યુવાનીને આવકારવાનો અવસર કેવો મજાનો!
શું છે આપણી પરંપરા?
છોકરી જ્યારે બાળા મટી ક્ધયા બને ત્યારે તેની આંખોમાં સ્વપ્નો અંજાય છે. ભાવિની કલ્પનાના ચિત્રો દોરાય છે. ત્યારે-તેની કલ્પાનાને વાચા આપવા માટે વ્રતો છે. ગૌરી વ્રત, મોળાવ્રત, જયાપાર્વતી. આપણે ત્યાં દામ્પત્યજીવન માટે ‘શંકરપાર્વતીના દૈવીયુગલને આદર્શ માનવામાં આવે છે અને એટલે જ માં ભગવતી પાર્વતીને પ્રાર્થના કરવામાં આવે છે- ‘ માઁ યથા તમ શંકર પ્રિયા તથા માકુરૂં કલ્યાણી: કાન્ત કાન્તા સુદ્રલભાંમ ॥’ હે માં તમે જેવી રીતે ભોળાનાથને પ્રિય છે. તેવી રીતે મને પ્રિયવર આપી મારૂં કલ્યાણ કરો’ ત્યાં સુધી કે સ્વયં દેવી રૂક્મણીજીએ પણ કૃષ્ણ ભગવાનને પતિ તરીકે પામવા ગૌરી5ૂજ્યાતાં જેનો ઉલ્લેખ ભાગવતજીમાં છે!!
વિચાર તો કરો એક દિવસ ભોજનમાં નમક ઓછું વધતું થાય કે ભૂલથી નાખવાનું રહી જાય તો ફીકા ભોજનનો અફસોસ, દેકારો અને દંગલ પણ થઇ જાય છે! ત્યારે કુમળી બાળાઓ અને કંકુવરણી ક્ધયાઓ હોંશે હોંશે પાંચ પાંચ દિવસ સુધી નમકનો સ્વચ્છાએ ત્યાગ કરે! અને હરખાતા હૈયે અલુણા જમે! વ્રતને વધાવવા અવસરને પોંખવા ઉલ્લાસભેર તૈયારી કરે છે. ફળીયામાં, ચોકમાં, આંગણામાં કે મંદિરના પ્રાંગણમાં ગારમાટીના ગોરમા બનાવી, કોડીયામાં ઘઉંના જવારા વાવે જાણે સપનાના વાવેતર કરી લીલાછમ જીવન ઉગાડવાનો સંકેત! મા, મોટીબેન, ભાભી, કાકી કે ફોઇની મદદથી નાગલાને ચુંદડી બનાવો, વ્હેલા ઉઠી સ્નાન કરી સોળે શણગાર સજીને સરખે સરખી સાહેલીઓ સાથે હરખે હરખે ગોરમા પુજે છે! અબિલ, ગુલાલ, કંકુ... આયુષ્ય, ઉત્સાહ અને સૌભાગ્યના રંગોથી ગોરમાને માં જગદંબાને શણગારે છે. નાગલા ચુંદડી ચડાવે છે. અક્ષતથી ઓવારણા લે છે, શ્રધ્ધાને દીવડો પેટાવી માંની આરતી ઉતારે છે. ઋતુ મુજબના ફળો, શ્રીફળ, મીઠાઇના નૈવેધ ધરાવી માં ને પ્રસન્ન કરવા પ્રયત્ન કરે છે. અને પછી પોતાના હૈયાની વાત જગજનનીને પ્રાર્થના રૂપે સંભળાવી ગોરમા પાસે વર માગે છે....
ગોરમા ગોરમા રે....
સસરા દે’જો સવાદિયા!
ગોરમા ગોરમા રે....
સાસુ દે’જો સવાદિયા!
ગોરમા ગોરમા રે...
દેરાજી-જેઠાણીના જોડલા
ગોરમા ગોરમા રે....
કંથ દે’જો કોડામણાં!
ગોરમા ગોરમા રે...
ગમાણે ગોધા બાંધીયા
ગોરમા ગોરમા રે...
વાડે વછેરા પુરીયા
ગોરમા ગોરમા રે...
ભગરી તે ભેંસના દુઝણાં
ગોરમા ગોરમા રે...
કાંઠા તે ઘઉંની રોટલી
ગોરમા ગોરમા રે....
માથે માવલીયો ગોળ રે
ગોરમા ગોરમા રે....
ભેળો બેસાડુ ભાણીજીયો
ગોરમા ગોરમા રે....
કોળીયો જમાડુ જમણા હાથનો
ગોરમા ગોરમા રે....
ભાવ ધરીને અમે પુજીએ
ગોરમા ગોરમા રે....
પુજીને પાયે લાગીએ
વ્રતનો મહિમા તો જુઓ લાગણીઓ અને માગણીઓ પણ કેવી જાજરમાન છે ! આપણી સંસ્કૃતિ અને પરંપરામાં કેવળ ‘વર’ની કલ્પના નથી પણ આખાયે ‘ઘર’ની કલ્પના છે ! સ્ત્રી એક વ્યકિતને નહીં સમગ્ર પરીવારને પરણે છે વરે છે. એટલે તો સાસુ-સસરા સવાદિયા માગે છે કે જેમને જમાડવા માટે ઘરમાં નતનવીન ભોજનીયા બને. દેરાણી-જેઠાણીના જોડલાની માંગણી સહિયારા સુખ અને સત્યની કલ્પના છે ! અને કોડામણો, કોડીલો પતિ કે જેની આંખોમાં સ્વપ્નો છે, મહત્વાકાંક્ષા છે, ઇચ્છાશકિત છે અને સ્વપ્નોને પૂર્ણ કરવાની તાકાત છે તેઓ કૌવતવાળો કંથ, સમર્થ પતિની કલ્પના અને ઘરના વાડી-ખેતર, દુજાણા (દુઝણા) રોટલીને ગોળ ભાણેજની સાથે એટલે નણંદના દીકરાને હેતના કોળીયા જમણા હાથે જમાડવાની પરંપરા અને સંસ્કાર !
જુઓ તો ખરા કેવું સમૃધ્ધ સ્વપ્ન છે! ભર્યોભાદર્યો પરીવાર અને રાહ અસ્તિત્વનો સરવાળો એટલે ક્ધયાની કલ્પનાનું સાસરું !
ઙફિભશિંભય ળફસયત ળફક્ષ ાયરિયભિં ની જેમ આ કેવળ કોરી કલ્પના નથી તીવ્ર તપશ્ર્ચર્યા પણ છે ! પાંચ પાંચ દિવસ સુધી મોળુ ભોજન સ્વેચ્છાએ જમવું ! હરખાતે હૈયે, સોળે શણગાર સજી સર્વશકિતમાનને શરણે જવું ! "નિશાન ચુક માફ પણ નહીં માફ નીચું નિશાનની જેમ માંગણીઓ પણ એવી કે માં ને પણ આપવું પડે ! આપણા ગીતો, આપણી પ્રાર્થના, આપણી પરંપરા એ આપણી ઓળખ છે ! આપણને છતા કરે છે ! ક્ધયા સ્વાર્થી નથી એકલસુડુ નહીં પણ ભર્યુભાદરુ જીવન ઇચ્છે છે ! એટલેથી નહીં અટકીને પાંચ પાંચ દિવસ સુધી ઉત્સાહભેર મોળા વ્રતનું તપ કર્યા પછી આખી રાતનું જાગરણ. ઉજાગરો નહીં જાગરણ કરવામાં આવે છે ! રાસ-ગરબાની રમઝટ, ગીતો, થાપો, પકડદા, સોનાનો હાર લપટે કે ઝપટે.... ડબલાડુલ, ઉભી ખો જેવી સામુહિક રમતોમાં આખો મહોલ્લો જોડાય છે અને મસ્તી, મજાક, ઉત્સાહ-ઉલ્લાસના હિલોળા લેતા આનંદમાં રાતનું અસ્તિત્વ જ વિલોપાય જાય છે.
રાત પડતી જ નથી. જાણે રાતનું નામોનિશાન છે જ નહીં. રાતના અંધારા અને ઉંઘની સામે ઉત્સાહના જાગરણની જીત થાય છે !
મિત્રો, એવું નથી કે મીઠું મોંઘુ છે કે મળતું નથી એટલે કે મીઠા વગરનું જમવું! ના...ના.... અરે મીઠું નમકનો ઇઝીલી અવેલેબલ છે પરવડે છે અને ખબર પણ છે કે નમક વગર બધુ જ બેસ્વાદ છે, ફીક્કુ છે પરંતુ આપણા તહેવારોની તાકાત તો જુઓ આપણે સ્વાદના મહોતાજ પણ નથી ! સમુળગુ મીઠુ કાઢી નાખવામાં આવે ને છતાં એકપણ ક્ધયાનો ચહેરો ફીકો કે ઉતરી ગયેલો ન લાગે ! ઉલ્ટાનું ઉત્સાહના શેરડા ફુટવાથી ગૌરીવ્રત કરતી ક્ધયાઓ વધુ કામણગારી લાગે છે. વિદેશથી ફોન આવે છે ‘શા માટે હેરાન થાવ છો ? જમોને ભરપેટ ભાવતા ભોજનીયા !’ અરે ભાઇ ! અમે તો વ્રતો થકી તાકાત ઉભી કરીએ છીએ.
જાતને કેળવીએ છીએ કે ભવિષ્યમાં સંકટની પળોમાં કે સંજોગોની સંકળામણમાં જો ભાવતા ભોજનીયા ન મળે ને તોય હતાશાના હવાતીયા કે ફરીયાદના દેકારાને બદલે કેળવાયેલી જીભ એવી રીતે પીરસેલા સંજોગોના ભોજન જમે છે કે જોનાર વિસામણમાં પડી જાય છે.
એકવાર ગાંધીજીને ભોજન કરતાં બહુ વાર લાગી તેથી વાયસરોય અકળાયા અને દિવાનખંડમાં રાહ જોવાને બદલે ભોજનખંડમાં પ્રવેશી ગયા અને આંગળીમાં ચટણી બોળીને ચાટતા ગાંધીજીને જોઇને એટીકેટ અને મેનર્સને એકબાજુએ મુકી ચટણી ચાખવા આંગળી લંબાવી અને મોમાં મુકતા જ થુ થુ કરી મુકે છે. ગાંધીજી જે ચટણીનો આસ્વાદ લઇને ચાટતા હતા તે કડવા લીંબડાની ચટણી હતી !!!
કડવો પણ સ્વાદ છે! અને જો કડવો સ્વાદ કેળવાયેલો હોય અને આપણે કડવા સ્વાદથી ટેવાયેલા હોઇએ તો કડવો સ્વાદ પણ આપણને ડરાવી શકતો નથી! જીવનમાં આવતા કડવા સંજોગો અને ફીક્કા પ્રસંગોથી ડરી જવાને બદલે જયારે આપણે તેને ભેટીને સ્વીકારીએ છીએ ત્યારે કપરો કાળ પણ મહાત થઇ જાય છે. પરાસ્ત થઇ જાય છે.
છોકરી સાસરે જાય ત્યાં આપણી લઢણ, રીતભાતન કે વૈભવ ન પણ હોય ત્યારે સાસરાની ઘરેડમાં દુધમાં સાકરની જેમ ભળી જવા માટે આ વ્રતો થકી મેળવેલી ઉત્તમ કેળવણી કપરા સમયે કામ લાગે છે! અને પંખાના હુંકમાં લટકી જવાને બદલે પંખાની ફરફરતી હવામાં સંજોગોને સળસળાટ પસાર કરાવવાની ધીરજ અને ખંત એટલે ગૌરીવ્રત!
નાના બાળકની માતાને આખી રાતની ઉંઘનો અનુભવ બાળક પાંચ-સાત વર્ષનું થાય ત્યાં સુધી અલભ્ય હોય છે ત્યારે હોંશે હોંશે કરેલા જાગરણનો અભ્યાસ અને અનુભવ માતૃત્વને મીઠું બનાવે છે! અને બાળકની સંભાળ માટે થતાં રાતના ઉજાગરા દિવસની ફરીયાદ ન બનતા ઉગતા સુરજનો સુખદ ઈંતઝાર બની રહે છે!
ભલેને વિદેશી કપડા અને વ્યવહાર અપનાવીએ પણ આપણા તહેવારને તરછોડીએ નહીં!
પણ એની પાછળનું હાર્દ સમજીને એને સ્વીકારીએ છીએ ત્યારે સમજણ અને સ્વીકારનો સરવાળો થઇ અવસર ઉત્સવ બની જાય છે! તે તિથિ તહેવાર! વ્રત અને ઉપવાસ પણ ઉત્સાહથી કરીએ ત્યારે ઉપાસના સહજ અને સ્વાભાવિક લાગે છે. પાંચ પાંચ વર્ષના જયા પાર્વતીના જાગરણ પછી ફાઈનલ મેચ જેવા દામ્પત્યજીવનમાં કરેલા અભ્યાસની ઔકાત અને કેળવણીનું કૌવત બતાવવા ક્ધયાઓ કમર કસીને તૈયાર થઇ જાય છે અને પછી સૌભાગ્યને વરમાળા પહેરાવતી વખતે તેને ભાવિનો ભય લાગતો નથી. પણ પ્રેક્ટીસ પછી ખેલાતા રોમાંચક ખેલ જેવો ઉમદા અને રહસ્યમયી સંસાર રોમાંચક લાગે છે, અને ફરી પેલુ ગીત રીવાઈન્ડ થઇ ગુંજે છે...
ગોરમા ગોરમા રે કંથ દેજો કોડામણાં... ફરફરતી
હવામાં સંજોગોને
સળસળાટ પસાર કરાવવાની ધીરજ અને ખંત એટલે ગૌરીવ્રત!