54 કલાકનો નોન સ્ટોપ સ્ટાર્ટઅપ કાર્યક્રમ યોજાયો

  • 54 કલાકનો નોન સ્ટોપ સ્ટાર્ટઅપ કાર્યક્રમ યોજાયો

સ્ટાર્ટઅપ વિકેન્ડનું સ્પેશીયલ ઓડીશન: 3000થી વધુ શહેરોમાં યોજાઈ ગયા છે આ પ્રોગ્રામ
રાજકોટ તા,23
ટેકસ્ટાર્સ સ્ટાર્ટઅપ વીકએન્ડક રાજકોટ યુથ એડિશન જે ગુગલ દ્વારા સાહસિકો માટે સંચાલિત હતી તે રાજકોટમાં અને ભારતમાં બીજી વખત યોજાઈ હતી. 12થી 22 વર્ષના એઈજ ગ્રુપ માટે યોજાયેલ આ કાર્યક્રમ ‘સ્ટાર્ટ-અપ વિકેન્ડ’નું એક સ્પેશીયલ એડીશન હતું.
સ્ટાર્ટ-અપ વિકેન્ડ એ 54 કલાકનો એકશન પેક પ્રોગ્રામ છે. આ પ્રોગ્રામ ‘ટેકસ્ટાર’ નામની આંતરરાષ્ટ્રીય કંપનીનું જ એક કદમ છે. 3000થી વધુ શહેરોમાં અને 150થી વધુ દેશમાં અગાઉ સ્ટાર્ટ-અપ વિકેન્ડના પ્રોગ્રામ યોજાઈ ચુક્યા છે.
ટેક્સ્ટાર્સ સ્ટાર્ટઅપ વિકેન્ડના ફેસિલિટેટર, જયસન ગણાત્રા (ફાઉન્ડર, મેકરસ્પેસ) અને જતીન કટારિયા કે જેઓ ‘વી ગ્રુપ’ના ફાઉન્ડર છે અને રાજકોટમાં સ્ટાર્ટ-અપ ઈકો સિસ્ટમના ઘડતરમાં અગ્રણી છે તેઓએ ‘ટેકસ્ટાર્સ સ્ટાર્ટઅપ વિકેન્ડ રાજકોટ યુથ એડિશન’નાં કાર્યક્રમમાં પોતાનું માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.આ કાર્યક્રમ શાળાના એવાં વિદ્યાર્થીઓ દ્વારા યોજવામાં આવ્યો હતો કે જેઓ વિવિધ શહેરોમાં સ્ટાર્ટઅપ વિકેન્ડના અલગ-અલગ કાર્યક્રમોમાં ભૂતપૂર્વ સહભાગીઓ રહ્યા હતા. આ સુંદર આયોજન માટે આયોજક ટીમના પલક દેસાઈ, ક્રિષ્ના બાબાણી, ધ્રુમિલ ધનેશા, હરીશ્રી ખૂંટ, હર્ષિલ ઝાલાવડિયા, મીરા કનેરિયા માહિતા કાલાણી અને નિશા કોટેચાએ જહેમત ઉઠાવી હતી.
એક જ ખંડમાં 48 બૌદ્ધિકો સાથે મળ્યા હતા. જયસન ગણાત્રા અને જતીન કટારિયા દ્વારા ઈન્ટ્રોડકશન અને પ્રેઝન્ટેશન આપવામાં આવ્યુ, ત્યારબાદ શુક્રવારે સાંજે 35 આઈડીયાઝ રજુ કરવામાં આવેલ જેમાંથી વોટીંગ બાદ 9 આઈડિયાઝ સહભાગીઓ દ્વારા જ શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં મેન્ટર તરીકે વત્સલ મારવણિયા, વિવેક સોનછત્રા, ધુપદ ભટ્ટ, દિનેશ પટેલ, રાજ શાહ, રીના કટારિયા, રવીન ભાડજા, તેજસ જાસાણી, વિજય રાયચુરા અને ઉદિત શેઠએ પોતાનું પ્રદાન આપ્યું હતું.
ફાઈનલ રાઉન્ડના જજ તરીકે રામકુમાર બચ્છા, ડો.નિલેશ કાલાણી અને દીપા મોટેરિયાએ હાજરી આપી હતી. ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને ગુગલ જેવા ગ્લોબલ સ્પોન્સર્સ તરફથી 300ની કલાઉડ ક્રેડિટ ફી. ડોમેઈન, એપર તરફથી 6 મહિનાનું ફ્રી સબસ્ક્રીપશન વગેરે જેવા પુરસ્કારો મળ્યા હતા. વિજેતા ટીમને બિન બેગ, સર્ટિફિકેટ અને ગુગલ પ્લેટફોર્મ દ્વારા અન્ય વસ્તુઓ આપવામાં આવી હતી. આ સાથે વિજેતા ટીમને રેકગ્નિશન, ક્ધસલ્ટિંગ સપોર્ટ અને ફાઈનલ સ્ટેજ સુધી ઈન્કયુબેશન અને મેન્ટરીંગ સપોર્ટ જાહેર કરાયો હતો. આ ઉપરાંત માઈન્ડ ગેઈમ્સ, સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યા હતા. તેમ ‘ગુજરાત મિરર’ કાર્યાલયની મુલાકાતે આવેલા બાળકોએ જણાવ્યુ હતું. સ્ટાર્ટઅપ વિકેન્ડ અંગે માહિતી આપવા ‘ગુજરાત મિરર’ કાર્યાલયની મુલાકાતે આવેલા બાળકો. (તસવીર : પ્રવિણ સેદાણી)