ટોરેન્ટોમાં અંધાધૂંધ ફાયરિંગ: 9નાં મોત

  • ટોરેન્ટોમાં અંધાધૂંધ ફાયરિંગ: 9નાં મોત

13 ઘવાયા, હુમલખોરો પણ માર્યો ગયો
ટોરેન્ટો તા.23
કેનેડાના ટોરેન્ટોમાં રવિવારે મોડી રાતે થયેલી અંધાધૂંધ ફાયરિંગમાં 9ના મોત થયા છે જ્યારે 13 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પોલીસ પ્રવક્તાએ સ્થાનિક મીડિયાને જણાવ્યું કે, સ્થાનિક સમય પ્રમાણે રવિવારે પાતે 10 વાગે ગ્રીકટાઉનના લોગાન એન્ડ જેનફોર્થ એવન્યૂમાં ફાયરિંગ થયું હતું. ઘટના સ્થળે હાજર લોકોના જણાવ્યા પ્રમાણે 25-30 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ઘાયલ 13 લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જોકે જેમાંથી 3 લોકોની સ્થિતિ વધારે ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. 680 ન્યૂઝ ટોરેન્ટોના જણાવ્યા પ્રમાણે પોલીસે 9 લોકોને મોત થયા હોવાનું જણાવ્યું છે. તે સાથે જ હુમલાખોરનું પણ મોત થઈ ગયું હોવાનું જણાવવામાં આવ્યું છે.