સેના સિવાય પાકિસ્તાનની પ્રજાને કાશ્મીરમાં રસ નથી

  • સેના સિવાય પાકિસ્તાનની  પ્રજાને કાશ્મીરમાં રસ નથી

નેતાઓના ચૂંટણી પ્રચારમાં કાશ્મીરના ઉલ્લેખ નહીં
ઈસ્લામાબાદ તા.23
ત્રણ મહિના પહેલાં કાશ્મીરને પાકિસ્તાનમાં સમાવવામાં આવશે તેવા દાવાઓ થતાં હતા, પરંતુ ચૂંટણી નજીક આવતાં આ મુદ્દો અદ્ધરતાલ થઈ ગયો છે. ત્રણ પ્રમુખ પાર્ટીઓએ પોતપોતાના મેનિફેસ્ટોમાં કાશ્મીરનો ઉલ્લેખ કર્યો નથી. જ્યારે કે ગત 14 સામાન્ય ચૂંટણીમાં કાશ્મીર મુદ્દાએ રાજકીય પક્ષોને સાત વખત સત્તા અપાવવામાં મદદ કરી હતી. હવે પાકિસ્તાનની જનતાને કાશ્મીરમાં રસ રહ્યો નથી. તે ભારતનો ઉલ્લેખ કરીને પોતાના નેતાઓને પૂછે છે કે જીત પછી અમારો વિકાસ કઈ રીતે થશે? પાકિસ્તાન 25 જુલાઈએ ચુંટણી છે. ફ્રાઈડ ટાઈમ્સના રાજકીય પત્રકાર એઝાઝ હૈદરના જણાવ્યા મુજબ, 8 એપ્રિલ 2018નાં રોજ પંજાબ પ્રાંતના મુખ્યમંત્રી અને પીએમએલ(એન)ના પ્રમુખ શાહવાઝ શરીફે કહ્યું કે, જો હું વડાપ્રધાન બનીશ તો કાશ્મીરને પાકિસ્તાનનો ભાગ બનાવીને મને ખુશી થશે. પીટીઆઈના ચેરમેન ઈરમાન ખાન ગત મહિના સુધી કાશ્મીરને લઈને ભડકાઉ ભાષણ આપતા હતા. પરંતુ તેના ચૂંટણી ઢંઢેરામાં ભારતની સાથે સારા સંબંધ અને કાશ્મીરનો મુદ્દો યુએનએસસીથી સમાધાન થશે તેવો વાયદો કર્યો છે. બિલાવલ ભુટ્ટોની પાર્ટી પીપીપીએ પણ કાશ્મીરનો ઉલ્લેખ નથી કર્યો. કાશ્મીરનો મુદ્દો અચાનક ખતમ થવાનું કારણ જનતા છે. તેઓએ દેશના બીજા મોટા મુદ્દાઓ જેવાં કે શિક્ષા અને ગરીબી પર વાત શરૂ કરી દીધી છે. પાકિસ્તાનના યુવાનો પોતાના અધિકારો અને વિકાસના મુદ્દે વોટ આપવા માટે તૈયાર છે. તેઓનું કહેવું છે કે કાશ્મીર જો પાકિસ્તાનમાં આવી ગયું તો અમને શું ફાયદો થશે? કાશ્મીર સેના માટે જન્નત હશે, પરંતુ અમને તેની કોઈ જ જરૂર નથી. જનતા પોતાના નેતાઓ અંગે વારંવાર ભારતના વિકાસને દેખાડે છે અને પૂછે છે- જીત્યાં તો અમારા માટે શું કરશો?