જેલમાં બંધ નવાઝ શરીફની તબિયત લથડી

  • જેલમાં બંધ નવાઝ  શરીફની તબિયત લથડી

ડોકટર્સે કહ્યું, તુરંત ઈલાજની જરૂર રાવલપિંડી તા,23
ભ્રષ્ટાચાર મામલે જેલમાં બંધ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની તબિયત બગડી ગઈ છે. ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે સેવાનિવૃત્ત જનરલ અઝહર કિયાનીની આગેવાની હેઠળ ડોક્ટર્સની ટીમે તેમની તપાસ કરી છે. ત્યારપછી તેમને તુરંત હોસ્પિટલમાં દાખલ કરવાની સલાહ આપવામાં આવી છે. ડોક્ટર્સના જણાવ્યા પ્રમાણે તેમના હાર્ટ અને કિડનીમાં તકલીફ છે. કિયાનીનું કહેવું છે કે, ડિહાઈડ્રેશનના કારણે નવાઝની હાર્ટ બીટ્સ વધી ગઈ છે. તે ઉપરાંત શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ વધી જવાના કારણે તેમની કિડની ઉપર અસર થઈ છે. તેમનો મેડિકલ રિપોર્ટ પંજાબના સ્વાસ્થ્ય સચિવને મોકલી દેવામાં આવ્યો છે. નવાઝની સારવાર માટે સરકાર જ આગામી નિર્ણય લેશે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે ડોક્ટર્સે નવાઝના જમાઈ અને રિટાયર્ડ મોહમ્મદ સફદરની પણ તપાસ કરી છે. તેઓને કાન અને ગળામાં ઈન્ફેક્શનથી પરેશાન છે.