નીતિશ સરકાર SC/STને બઢતીમાં ‘અનામત’ આપશે

  • નીતિશ સરકાર SC/STને બઢતીમાં ‘અનામત’ આપશે

પટના તા,23
બિહારની નીતિશ સરકારે અનુસૂચિત/જનજાતિને બઢતીમાં અનામતનો લાભ આપવા નિર્ણય લીધો છે. એક રિટ પિટિશનના કિસ્સામાં સુપ્રીમ કોર્ટે મે 17 અને 6 જૂનના રોજ આપેલા ચુકાદાને પગલે કેન્દ્રીય કર્મચારી અને તાલીમ વિભાગ તરફથી મળેલી સલાહને પગલે બિહાર સરકારે આ નિર્ણય લીધો છે.
જાહેરનામામાં બઢતી આપવાને મુદ્દે પૂરું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું છે. સત્તાવાર જાહેરનામામાં એમ પણ કહેવાયું છે કે આવી બઢતી સર્વોચ્ચ અદાલત દ્વારા આગળ પર લેનારા નિર્ણય આધારિત રહેશે. મુખ્યપ્રધાન નીતીશકુમાર આ પહેલાં પણ બઢતીમાં અનામતની તરફદારી કરતા રહ્યા હતા. વર્ષ 2019ની ચૂંટણી સંદર્ભમાં પણ આ નિર્ણય મહત્ત્વનો લાગે છે.
ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે ગયા મહિનામાં પાંચ જૂનના રોજ કેન્દ્ર સરકારને કાયદા મુજબ કર્મચારીઓને નિશ્ચિત શ્રેણીમાં બઢતી આપવા મંજૂરી આપી દીધી હતી. સુપ્રીમ કોર્ટે આ કેસમાં બંધારણીય બેન્ચ અંતિમ ચુકાદો ના આપે ત્યાં સુધી વર્તમાન અનામત વ્યવસ્થા યથાવત રાખવા જણાવ્યું હતું. બઢતીમાં અનામતનો મુદ્દો ખૂબ ચર્ચામાં આવ્યો હતો. વિરોધપક્ષે આ કાયદાની જોગવાઈઓ નબળી કરવા ભાજપે ષડ્યંત્ર કર્યું હોવાના આક્ષેપ કર્યા હતા.