મોદી પ્લે હાઉસમાં ’રેઇન ડે’ની ઉજવણી

  • મોદી પ્લે હાઉસમાં ’રેઇન ડે’ની ઉજવણી


વર્ષઋતુ પુર બહારમાં ખીલી ઉઠી છે, વાતાવરણ આહલાદક બની ગયુ છે. ત્યારે મોદી પ્લેહાઉસમાં બાળકોએ ‘રેઇન ડે’ની ઉજવણી કરી હતી. આ માટે બાળકો ઘરે થી રેઇનકોટ લાવ્યા હતો રેઇનકોટ પહેરીને વરસાદમાં રાઇમ્સ, બાળગીત ઉપર રેઇન ડાન્સ કર્યા હતા. જેમ કે ડીપ...ડીપ...રેઇન, રેઇન ગો અવે, આવરે વરસાદ... ત્યારબાદ બાળકોને વરસાદની સીઝનમાં પાણીની બચત કઇ કઇ રીતે કરી શકીએ તે વોટર સાયકલ કરીને સમજાવ્યું હતું. આપણા ઘરમાં ટાંકામાંથી પાણી દરેક જગ્યાએ કેમ પહોંચે છે તે બાબત કહી હતી. બાળકોને કપડાં કેમ ધોવાય તે પ્રેક્ટિકલ કરાવ્યું હતું.