જામનગર શહેરમાં રંગમતી નદીના પટ તેમજ પ્રદર્શન ગ્રાઉન્ડમાં શ્રાવણી મેળાનું આયોજન

  • જામનગર શહેરમાં રંગમતી નદીના પટ તેમજ પ્રદર્શન ગ્રાઉન્ડમાં શ્રાવણી મેળાનું આયોજન

જામનગર, તા.16
જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ મુજબ આ વરસે પણ શ્રાવણ માસ દરમીયાન પ્રદર્શન ગ્રાઉન્ડમાં નવ દિવસ માટે અને રંગમતિના પટમાં 12 દિવસ માટેના મેળાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે સાથો સાથ જામનગરના લાલપુર બાયપાસ તથા શરૂસેકશન રોડ પર અન્ય લબે સ્થળે પણ મેળા યોજવા વિચારણા કરવામાં આવી રહી છે.
જામનગર મહાનગરપાલિકાની સ્ટે. કમિટીની બેઠક મળી હતી જેમાં પ્રતિવર્ષ મુજબ જામનગરના રંગમતી નદીના પટમાં સમગ્ર શ્રાવણ માસ દરમીયાન 4 સોમવાર, રક્ષાબંધન, સાતમ-આઠમ-નોમ, 1પ ઓગષ્ટ, અને અમાસ સહિત કુલ 12 દિવસ માટેના શ્રાવણી મેળાનું આયોજન કરાયું છે. તેજ રીતે પ્રદર્શન મેદાનમાં રાંધણ છઠ્ઠ થી સાતમ-આઠમ અને અમાસ સહિત નવ દિવસ માટેના મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જે માટેના ટેન્ડરોની પ્રકિયા શરૂ કરી દેવામાં આવી છે.
આ ઉપરાંત વસ્તિ વધારાને ધ્યાનમાં લઇને જામનગર શહેરમાં વધુ બે સ્થળોએ શ્રાવણી લોકમેળાનું આયોજન થાય તે દિશામાં પણ કાર્યવાહી શરૂ કરાઇ છે. જામનગરમાં લાલપુર બાયપાસ નજીક આવેલી સરકારી જગ્યામાં ઉપરાંત, શરૂસેકશન રોડ પર પોલીસ હેડકવાટર પાછળ મહાનગરપાલિકાની ખુલ્લી જગ્યામાં વધુ બે મેળાઓ યોજવા માટેની વિચારણા હાથ ધરાઇ રહી છે. અને તે દિશામાં પણ કાર્યવાહી શરૂ કરી દેવાઇ છે. આગામી દિવસોમાં શ્રાવણ માસ દરમીયાન પ્રતિવર્ષ બે સ્થળે મેળા યોજાય છે તેના બદલે વસ્તી વધારાને ધ્યાનમાં રાખીને ચા સ્થળે શ્રાવણી લોકમેળા યોજાઇ તેવું આયોજન કરવામાં આવી રહ્યુ છે.