જામનગરની વિકાસ ગૃહની 8પ વિદ્યાર્થિનીઓએ સત્યાગ્રહ કરતા ટ્રસ્ટી મંડળમાં દોડધામ

  • જામનગરની વિકાસ ગૃહની 8પ વિદ્યાર્થિનીઓએ સત્યાગ્રહ કરતા ટ્રસ્ટી મંડળમાં દોડધામ


જામનગર, તા.16
જામનગરના વિકાસ ગૃહમાં રહેતી અને કોલેજમાં અભ્યાસ કરી 8પ જેટલી વિદ્યાર્થીનીઓ દ્વારા ભોજનના પ્રશ્ર્ને આજે સત્યાગૃહ કર્યો હતો અને ભોજનનો ત્યાગ કરી દઇ સંસ્થાને બાર આવી જઇ રોડ ઉપરજ ભોજનનો કોન્ટ્રાકટ ધરાવતી અન્નપૂર્ણા સંસ્થાના સંચાલકો સામે સૂત્રોચ્ચાર કરતા દેકારો મચી ગયો હતો અને સંસ્થાના હોદે્દારોમાં ભારે દોડધામ મચી ગઇ હતી. આ સમયે કુતુહલ વસ લોકોના ટોળાપણ એકત્ર થયા હતા.
જામનગરના વિકાસગૃહમાં રહીને કોલેજ તેમજ અન્ય જુદા જુદા ફેકલ્ટીમાં અભ્યાસ કરતી 8પ જેટલી વિદ્યાર્થીનીઓ કે જેઓ સંસ્થાનીજ સંલગ્ન અન્નપૂર્ણા નામની વિકાસગૃહ સંચાલીત ભોજન શાળામાં પ્રતિદિનની પ0 રૂપિયા ચુકવીને ભોજન કરે છે જેઓને ફરજીયાત અન્નપુર્ણામાંજ ભોજન લેવાનું હોય છે. જે વિદ્યાર્થીઓને છેલ્લા બે - ત્રણ દિવસથી સરખું ભોજન અપાતું ન હતું ઓછું શાક બનાવીને તેમાં પાણી નાખી દેવાતું હોય છે ઉપરાંત રોટલીમાં પણ પ્લાસ્ટીક આવે છે તેવી જુદી જુદી ફરિયાદો વિદ્યાર્થીની મારફતે અન્નપૂર્ણા સંસ્થાના સંચાલકો સમક્ષ કરાઇ હતી પરંતુ તેની કોઇ દરકાર કરવામાં આવી ન હતી અને આજે પણ આવુજ પાણી વાળું ભોજન દેવાનો પ્રયત્ન કરતા વિદ્યાર્થીનીઓ દ્વારા ભોજનનો બહિષ્કાર કરી દેવાયો હતો. એક સાથે 8પ વિદ્યાર્થીનીઓ વિકાસગૃહમાં પ્રિમાઇસીસ છોડીને બહાર પ્રાંગણમાં અને રોડ પર આવી ગઇ હતી અને અન્નપૂર્ણાના સંચાલકો વિરૂધ્ધ સૂત્રોચ્ચાર કરી દીધા હતા જેથી સંચાલક ગણમાં દોડધામ મચી ગઇ હતી. અને લોકો કુતુહલવસ એકત્ર થઇ ગયા હતા.
છેલ્લા ત્રણ દિવસ દરમીયાન જુદી જુદી 14 જેટલી વિદ્યાર્થીનીઓ દ્વારા ભોજન બાબતેલેખીત અરજીઓ અપાઇ છે. ઉપરાંત સંચાલકો સાથે રૂબરૂ અને ટેલીફોનીક વાતચિત પણ કરાઇ હતી જેના રેકોર્ડીંગ કરી લેવાયા હતા. પરંતુ તેઓને સોમવાર પછી જોઇ લેશું તેવું જણાવી વિદ્યાર્થીનીઓની વાતને ટાળી દેવામાં આવતા વિદ્યાર્થીનીઓ દ્વારા સત્યાગૃહ શરૂ કરી સંચાલકો સાથે ની વાતચીતની ઓડીયો કિલપો અને પાણી વાળા ભોજનના ફોટો ગ્રાફ અને વિડીયો ગ્રાફી વગેરે વાયરલ કરાતા ભારે દોડધામ મચી છે. એક તબકકે પોલીસ ટુકડી વિકાસગૃહના દ્વારે દોડી આવી છે.