સી.યુ.શાહ મેડિકલ કોલેજમાં મેનેજમેન્ટ કવોટામાં 80 હજારનો તોતિંગ ફી વધારો

વઢવાણ, તા. 14
સુરેન્દ્રનગર ચર્ચિત મેડિકલ કોલેજ સી.યુ.શાહ કોલેજના મેનેજમેન્ટ કવોટામાં 18 ટકાનો તોતિંગ ફી વધારો ઝીંકાતા વાલીઓમાં દેકારો બોલી ગયો છે. વર્ષ 2018-19 માટે રૂા.80 હજારનાં વધારાની ઘોષણા થતા હવે રૂા.12.50 ફી ફરવાની રહેશે.
સુરેન્દ્રનગર દુધરેજ રોડ ઉપર સીયુ શાહ મેડીકલ કોલેજ આવેલ છે ત્યાં ડોકટરો ડેન્ટલના ડોકટરો ભણીને તૈયાર થાય છે આ કોલેજમાં 2017-18 ફી રૂા.11.70 લાખ અને હવે 2018-19 ની ફી રૂા.12.50 લાખ જાહેર કરવામાં આવી છે. આમ રૂા.80 હજારનો તોતીંગ ફી વધારો થતા વાલીઓ માટે મુશ્કેલી સર્જાઈ છે. સુરેન્દ્રનગરમાં શિક્ષણની અનેક સંસ્થાઓ આવેલ છે. સુરેન્દ્રનગર શિક્ષણનું હબ કહેવાય છે. વઢવાણ સીયુ શાહ એન્જીનીયરીંગ કોલેજ દુધરેજ રોડ ઉપર મેડીકલ કોલેજ કોલેજમાં એમબીવીએસ ડેન્ટલ ફાર્મસીથી ધમધમતી રહી છે. ત્યારે આ અંગે સીયુ શાહ મેડીકલ કોલેજના સતાવાળાઓએ જણાવેલ કે આ ફી વધારો અમે નથી કર્યો મેડીકલની રેગ્યુલીટી ઓથોરીટીએ કરેલ એમબીબીએસ ખાનગી કોલેજના મેનેજમેન્ટ કવોટામાંથી ફીમાં વધારો માન્ય રાખ્યો છે. મેડીકલ મેનેજમેન્ટ કવોટા મુજબ વિદ્યાર્થીએ ફી ભરવાની રહેશે.