ગુરૂ શિષ્યની જોડી બનાવો

  • ગુરૂ શિષ્યની જોડી બનાવો

કેમ છે દોસ્તો,
ગુરૂ પૂર્ણિમા નજીક છે ત્યારે અહીં વાત ગુરૂ અને શિષ્યની કરીએ.
ગુરૂનો મહિમા ભારતીય સંસ્કૃતિમાં અગણિત છે. જીવનના દરેક તબક્કે ગુરૂ જ આપણો હાથ પકડી દિશા સુચન કરે છે. ભારતીય સંસ્કૃતિમાં ગુરૂ પરંપરાનું ખુબ જ મહત્વ છે.
દરેકના જીવનમાં ગુરૂ હોવા આવશ્યક છે. ગુરૂ શિષ્ય પરંપરાના ઉદાહરણરૂપ અનેક ગુરૂઓ શિષ્યો થઇ ગયા છે. જેમાં અનેક ગુરૂશિષ્યની એવી જોડી છે જેમણે ઈતિહાસમાં એક
અલગ સ્થાન મેળવ્યું છે. નીચે ગુરૂના નામ આપ્યા છે. તેની સામે શિષ્યના નામ આડા અવળા લખાઈ ગયા છે. તો ગુરૂની સામે
યોગ્ય શિષ્યનું નામ લખો. ગુરૂ શિષ્ય
(1) વિશ્ર્વામિત્ર અર્જુન
(2) હરિદાસ શ્રીનિવાસ રામાનુજ
(3) સાંદીપની સ્વામી વિવેકાનંદ
(4) ચાણક્ય શ્રીરામ
(5) રમાકાંત આચરેકર આનંદ
(6) દ્રોણાચાર્ય તાનસેન
(7) મહાવીર સ્વામી શ્રીકૃષ્ણ
(8) ગૌતમ બુધ્ધ સચીન તેંડુલકર
(9) જી.એચ. કાર્ડ ચંદ્રગુપ્ત મૌર્ય
(10) રામકૃષ્ણ પરમહંસ ગૌતમ ગણધર