તાજમહેલમાં હવે નમાઝ નહીં પઢી શકાય:

નવીદિલ્હી તા,9
દુનિયાની સાત અજાયબીમાં સામેલ પ્રેમની નિશાની તાજમહેલમાં નમાઝ નહીં પઢવામાં આવે. સુપ્રીમ કોર્ટે સોમવારે કહ્યું કે, સાત અજાયબીમાં સામેલ છે, અહીં નમાઝ ન પઢી શકો. નમાઝ કોઇ બીજી જગ્યાએ પઢી શકો છો.
તમને જણાવી દઇએ કે, નમાઝ પઢતા સ્થાનિકઓએ એક અરજી દાખલ કરી હતી, જેમાં તેમણે માગ કરી હતી કે તેમની સાથો સાથ બહારના લોકોને પણ નમાઝ પઢવાની મંજૂરી આપવામાં આવે.
ઉલ્લેખનીય છે કે, તાજ મહેલમાં હાજર મસ્જિદમાં દર શુક્રવારે જુમાની નમાઝ પઢવામાં આવે છે, જેને લઇને કેટલીક વાર કેટલાકે વિરોધ કર્યો છે. શુક્રવારે આ કારણથી તાજ મહેલ બંધ પણ રહે છે.ગયા વર્ષ કેટલીક વાર આ પ્રકારની માગ કરવામાં આવી હતી તો નમાઝ બંધ કરી દેવામાં
આવે નહીતર શિવ ચાલીસ વાંચવામાં આવશે. રાષ્ટ્રીય સ્વયંસેવકના ઇતિહાસ વિંગ અખિલ ભારતીય ઇતિહાસ સંકલન સમિતિએ માગ કરી હતી કે તાજમહેલમાં શુક્રવારે થનારી નમાઝ પર રોક લગાવવામાં આવે.
કેટલીક વાર ભાજપના નેતા આ પ્રકારના નિવેદનો આપી ચૂક્યા છે, જેમાં તેમણે તાજમહેલને શિવ મંદિર બતાવ્યું છે. કેટલાક લોકોએ તેજો મહાલય પણ બતાવ્યું હતું.