સ્વદેશી ઈજનેરોએ વિકસાવી કૃત્રિમ વરસાદની ટેક્નિકકૃત્રિમ વરસાદની ટેકિનક

કાનપુર તા,9
થોડા સમય પહેલા જ ભારતને કૃત્રિમ વરસાદની ટેક્નિક આપવાની ચીને મનાઇ કરી દીધી હતી. કહેવાય છે ને કે જરૂરિયાત શોધની જનની છે, હવે આપણા એન્જિનિયરોએ આ ટેક્નિક જાતે જ બનાવી લીધી છે. આઈઆઈટી કાનપુરની એક ટીમે આ ટેક્નિક તૈયાર કરી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે ઉત્તરપ્રદેશના દૂષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં આ ટેક્નિકની મદદથી કુત્રિમ વરસાદ લાવી શકાશે. ઉત્તરપ્રદેશના બુંદેલખંડમાં પ્રથમવાર આ પ્રયોગ કરાશે. અહીં સૌથી વધુ દુષ્કાળ પડે છે. અનુમાન લગાવવામાં આવી રહ્યો
છે કે એક હજાર વર્ગ કિલોમીટરના વિસ્તારમાં આ રીતે કુત્રિમ વરસાદ કરવામાં અંદાજે 5 કરોડ રૂપિયાનો ખર્ચ આવશે. રાજ્ય સરકાર ચોમાસુ પત્યા બાદ નક્કી કરશે કે ક્યાં ભાગમાં વરસાદ થયો છે અને ક્યાં વરસાદ ઓછો થયો છે. ત્યારબાદ એ વિસ્તારો પર કુત્રિમ વરસાદ કરવામાં આવશે. કેવી છે આ ટેક્નોલોજી ?
રિપોર્ટ પ્રમાણે આ ટેક્નિકની મદદથી વરસાદી વાદળો તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ હેલિકોપ્ટરની મદદથી આકાશમાં સિલ્વર આયોડાઇડ સહિત કેટલાક ખાસ પ્રકારના ગેસનો છટકાવ કરવામાં આવે છે. આવું કર્યાને થોડા જ સમયમાં વરસાદ પડવાનું શરૂ થઇ જશે. દાવો કરવામાં આવી રહ્યો છે કે ઉત્તરપ્રદેશના સિંચાઇ વિભાગના અધિકારીઓને આઈઆઈટીની ટીમ આ ટેક્નોલોજીનો ડેમો પણ દેખાડ્યો છે, જો આ પ્રોજેક્ટ સફળ રહ્યો તો ભારતને કુત્રિમ વરસાદ માટે ચીન પર આધાર નહીં રાખવો પડે.