સુરેન્દ્રનગર એલ.સી.બી.નું વિસર્જન કરતા એસ.પી.

ધ્રાંગધ્રા તા,9
ધ્રાગધ્રા સીટી પીઆઇ એન.કે.વ્યાસને શહેર પીઆઇ તરીકેની કાયમી નિમણુક કરીને એલ.સી.બી.નું એસ.પી.એ વિસર્જન કરી નાખતા ચકચામ મચી જવા પામી છે.
સુરેન્દ્રનગર જીલ્લામા કથળતી જતી કાયદો અને વ્યવસ્થાના લીધે રાજ્યના કડક પોલીસ ઇન્સપેક્ટર તરીકેની છાપ ધરાવતા એન.કે.વ્યાસની નિમણુક એલસીબી પીઆઇ તરીકે કરવામા આવી હતી જે તે સમયે એલસીબીના પીઆઇ તરીકે એન.કે.વ્યાસની નિમણુક થતા જ તમામ સ્ટાફની કામગીરી ઉત્તમ હતી પરંતુ બાદમા કેટલાક લેભાગુ પોલીસકર્મીઓ દ્વારા એલસીબી પીઆઇના નાક નીચે ગેરકાયદેસર ધંધાદારીઓને સપોર્ટ કરતા સમગ્ર એલસીબી સ્ટાફની છબી ખરડાઇ હતી તેવામા છેલ્લા કેટલાક સમયથી ધ્રાગધ્રા સીટી પીઆઇ તરીકેનો ભાર પણ એન.કે.વ્યાસને સોપાયો હતો જેથી ધ્રાગધ્રામા વધતી જતી ગુન્હાખોરીને ડામવા સતત પીઆઇને ધ્રાગધ્રા પોલીસ સ્ટેશન ખાતે હાજર રહેવુ પડતુ. પીઆઇ એન.કે.વ્યાસને સતત ધ્રાગધ્રા રહેવાના લીધે આ તરફ અન્ય એલસીબી સ્ટાફને અધિકારી વગર ઘી-કેળા હોય તેવી સ્થિતી સર્જાતા એલસીબી સ્ટાફના કેટલાક પોલીસકર્મીઓ કામચોર થયા હતા. એલસીબી સ્ટાફની કામચોર નિતીના લીધે અનેક વખત આર.આર.સેલનો સ્ટાફ સુરેન્દ્રનગર જીલ્લાના અનેક સ્થળોએ વિદેશીદારુનો મોટો જથ્થો ઝડપી પાડી લોકલ ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ ઉંઘતો ઝડપાયો હતો. સ્ટાફને અપાયેલી ગુન્હામા નાશતા-ફરતા શખ્સોને પકડવા, અસામાજીકતત્વોને પાસા અથવા હદપારી કરવી સહિતની કામગીરીમા પણ નિષ્ક્રીયતા દાખવતા જીલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પર અનેક સવાલો ઉદભવ થયા હતા જેથી ગઇકાલે મોડી સાંજે ઉચ્ચ પોલીસ અધિકારી દ્વારા સમગ્ર સુરેન્દ્રનગર જીલ્લાના લોકલ ક્રાઇમ બ્રાન્ચનુ વિર્સજન કરી તમામ પોલીસકર્મીઓને અન્ય તાલુકા પોલીસ સ્ટેશનમા ફરજ પર હાજર થવા ફરમાન કરાયુ હતુ જ્યારે કઈઇ પીઆઇને અપાયેલ ધ્રાગધ્રા સીટીના વધારાના ચાર્જ પર કાયમી મહોર લગાવી ધ્રાગધ્રા શહેર પીઆઇ તરીકે એન.કે.વ્યાસને હાજર થવા પણ ફરમાન કરાવાયુ હતુ જેથી હાલ એક તરફ ધ્રાગધ્રા શહેરના રહિશોમા કાયમી કડક પીઆઇની નિમણુકથી ખુશી નો માહોલ છે.